________________
શ્રમણી કથા
૨૭૫
છઠો પોતાનો રથ લઈ લવણસમુદ્રના મધ્યભાગમાંથી થઈને ચાલ્યા અને ચાલીને જ્યાં અપરકા રાજધાની હતી, જ્યાં તેનું અગ્રઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને રથને રોક્યો, રથને રોકીને દારુક નામના સારથીને બોલાવ્યો, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જા અને અપરકંકા રાજધાનીમાં પ્રવેશ કર. પ્રવેશ કરીને પદ્મનાભ રાજાની પાદપીઠને તારા ડાબા પગ વડે આહત કરીને ભાલાની અણીએ ભરાવેલ આ પત્ર આપજે. - ત્યારપછી કપાળ પર ત્રણ વળ ચડાવી, ભ્રકુટી ચઢાવી, ક્રોધ વડે આંખ લાલ કરી, રષ્ટ થઈને, કુપિત થઈને, ચંડિકા જેવું રૂપ બનાવીને આ પ્રમાણે કહેજે કે, અરે ઓ પદ્મનાભ ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા ! દૂરંત પ્રાંત લક્ષણવાળા , પુણ્યહીન !, અભાગીયા !, ચૌદશીયા !, શ્રી-ડી-વૃતિ–કીર્તિરહિત ! હવે તું બચીશ નહીં શું તું જાણતો નથી કે તું કૃષ્ણ વાસુદેવની બહેન દ્રૌપદીદેવીને અહીં લઈ આવ્યો છે? ખેર, જે થયું તે થયું. પરંતુ હવે પણ તું દ્રૌપદીને પાછી કૃષ્ણ વાસુદેવને આપી દે. અથવા યુદ્ધના માટે તૈયાર થઈને બહાર નીકળ. તે કૃષ્ણ વાસુદેવ પાંચે પાંડવ સાથે અને છઠા પોતે દ્રૌપદીદેવીને પાછી લઈ જવા માટે અહીં આવી પહોંચ્યા છે.
ત્યારપછી તે દારુક સારથીએ કૃષ્ણ વાસુદેવના આ કથનને હર્ષિત અને સંતુષ્ટ થઈને સ્વીકાર્યું, સ્વીકારીને અપરકંકા રાજધાનીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં પદ્મનાભ હતો ત્યાં આવ્યો. આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દોથી વધાવ્યો. વધાવીને કહ્યું કે, હે સ્વામી! આ મારી પોતાની વિનય પ્રતિપત્તિ છે. પણ મારા સ્વામીના મુખેથી કહેવાયેલ આજ્ઞા બીજી જ છે. આ પ્રમાણે કહીને તેણે
ક્રોધથી આંખો લાલ કરીને, ડાબો પગ પાદપીઠ પર ઠોક્યો. પછી ભાલાની અણી વડે લેખ આપ્યો. લેખ આપીને કપાળમાં ત્રણ સળ પાડી, ભૂકટી ખેંચી, ક્રોધિત, રષ્ટ, કુપિત, ચંડરૂપ થઈને દાંત કચકચાવીને બોલ્યો, અરે ઓ પદ્મનાભ ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા ! તુરંત પ્રાંત લક્ષણવાળા ! ભાગ્યહીન ! ચૌદસીયા શ્રી, હી, ધૃતિ, કીર્તિથી રહિત! હવે તું બચવાનો નથી. શું તું જાણતો નથી કે તું કૃષ્ણ વાસુદેવની બહેન દ્રૌપદીદેવીને અહીં લાવ્યો છે ? મૈર, આવું કરવા છતાં પણ જો તું કૃષ્ણવાસુદેવને દ્રૌપદીદેવી પાછી સોંપી દઈશ તો ઠીક, અન્યથા યુદ્ધને માટે તૈયાર થઈને નગરની બહાર નીકળ. તે કૃષ્ણ વાસુદેવ પાંચે પાંડવો સાથે અને છઠા પોતે દ્રૌપદી દેવીને પાછી લઈ જવા માટે અહીં જલ્દીથી આવી પહોંચ્યા છે.
ત્યારે તે પદ્મનાભે દારુક સારથીના આ કથનને સાંભળીને ક્રોધથી લાલ થઈને, રુષ્ટ, કુપિત અને ચંડરૂપ થઈને, દાંતોને કચકચાવીને, કપાળ પર ત્રણ સળ પાડીને, ભ્રકુટી ખેંચીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું કૃષ્ણ વાસુદેવને દ્રૌપદી પાછી સોંપીશ નહીં. પણ હું પોતે જ યુદ્ધને માટે સજ્જિત થઈને નીકળીશ. એમ કહીને પુનઃ દારુક સારથીને કહ્યું, હે દૂત! રાજનીતિમાં દૂત અવધ્ય છે. આ પ્રમાણે કહીને તેનો સત્કાર અને સન્માન કર્યા વિના પાછલા દરવાજેથી બહાર કાઢી મૂક્યો.
ત્યારે તે દૂત દારુકસારથી પદ્મનાભ રાજા પાસેથી અસત્કારિત અસન્માનિત થઈને