________________
શ્રમણી કથા
૨૮૯
હાથના અંગૂઠા છેદી નાંખે છે, કોઈના પગની આંગળી કાપી નાંખે છે, કોઈના પગના અંગૂઠા છેદી નાંખે છે. કોઈના કાનની બૂટ છેદી નાંખે છે, કોઈનું નાક કાપી નાંખે છે અને કોઈને વિકલાંગ કરી દે છે. તેથી જો હું પુત્રનો પ્રસવ કરું તો હે દેવાનુપ્રિય ! તમે કનકરથથી છુપાવીને જ અનુક્રમે તેનું સંરક્ષણ, સંગોપન કરતા સંવર્ધન કરજો. એમ કરીને તે બાળક બાલ્યાવસ્થા પાર કરીને યુવાન થાય ત્યારે તમારા અને મારા એમ બંનેના ભિક્ષાનું ભાજન બનશે – આધાર બનશે.
ત્યારે તે તેતલિપુત્ર અમાત્યાએ પદ્માવતી દેવીના આ અર્થનો સ્વીકાર કર્યો અને સ્વીકાર કરીને પાછો ગયા. ૦ પદ્માવતી અને પોઢિલાના બાળકનું પરસ્પર પરાવર્તન :
પદ્માવતી દેવીએ અને પોટ્ટિકા અમાત્યીએ એકસાથે જ ગર્ભધારણ કર્યો. એક સાથે – સમાન કાળે ગર્ભને વહન કર્યો અને સાથે સાથે જ ગર્ભની વૃદ્ધિ થઈ. ત્યારપછી તે પદ્માવતીદેવીએ પરિપૂર્ણ નવમાસ વીત્યા પછી – યાવત્ – પ્રિયદર્શનવાળા અને સુરૂપ એવા દારકપુત્રને જન્મ આપ્યો. જે રાત્રિએ પદ્માવતી દેવીને પુત્રનો જન્મ આપ્યો. તે જ રાત્રિએ પોઠ્ઠિલા અમાત્યીએ પણ નવમાસ વ્યતીત થયા પછી મૃત બાલિકાને જન્મ આપ્યો.
ત્યારે તે પદ્માવતી રાણીએ પોતાની ધાવમાતાને બોલાવી અને બોલાવીને તેણીને આ પ્રમાણે કહ્યું, હે માં ! તમે જાઓ અને તેટલીપુત્રને ગુપ્તરૂપે અહીં બોલાવી લાઓ. ત્યારે તે ધાવમાતાએ “સારું" એમ કહીને પદ્માવતીની આજ્ઞાનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને અંતઃપુરના પાછલા દ્વારેથી નીકળી, નીકળીને જ્યાં તેટલીપુત્રનું ઘર હતું જ્યાં તેટલીપુત્ર હતો, ત્યાં આવી, આવીને બંને હાથ જોડી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! આપને પદ્માવતી રાણીએ બોલાવ્યા છે.
ત્યારે તેતલીપુત્ર ધાવમાતાનો આ સંવાદ સાંભળીને અને અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થતો–થતો ધાવમાતાની સાથે પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને અંતઃપુરના પાછલા દરવાજેથી ગુપ્તરૂપે પ્રવેશ કર્યો. પ્રવેશીને જ્યાં પદ્માવતીદેવી હતા, ત્યાં આવ્યો, આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે બોલ્યો, હે દેવાનુપ્રિયે ! મારે કરવા યોગ્ય કાર્યની મને આજ્ઞા આપો.
- ત્યારે પાવતીદેવીએ તેટલીપુત્રને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! કનકરથ રાજા - થાવત્ – પુત્રને વિકલાંગ કરી દે છે. હે દેવાનુપ્રિયે ! મેં પુત્રનો પ્રસવ કર્યો છે, તો તે દેવાનુપ્રિયે ! તમે આ બાળકને ગ્રહણ કરો – સંભાળો – યાવત્ – જે તમારા અને અમારા માટે ભિક્ષાનું ભાજન બનશે. એમ કહીને નવજાતપુત્રને તેટલીપુત્રના હાથમાં સોંપી દીધો.
ત્યારપછી તેટલીપુત્રએ પદ્માવતી રાણીના હાથમાંથી બાળકને લીધો અને પોતાના ઉત્તરીય વસ્ત્રથી ઢાંકી દીધો અને ગુપ્તરૂપે અંતઃપુરના પાછલા દ્વારેથી નીકળ્યો. નીકળીને
જ્યાં પોતાનું ઘર હતું, જ્યાં પોટ્ટિલા ભાર્યા હતી, ત્યાં આવ્યો. આવીને પોટ્ટિલા ભાર્યાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે, કનકરથ રાજા – યાવત્ – પુત્રને વિકલાંગ કરી દે છે, આ બાળક કનકરથનો પુત્ર અને પદ્માવતીદેવીનો આત્મજ છે. તેથી ૪/૧૯|