________________
આગમ કથાનુયોગ–૪
સર્વકર્મ ક્ષય પામ્યા અને તેમણે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. આયુષ્ય પૂર્ણ થતા તેઓ અંતકૃત્ કેવળી થઈને મોક્ષે ગયા. દેવતાઓએ તેમનો કેવળજ્ઞાન મહોત્સવ કર્યો.
વૃદ્ધ નિમિત્તકે ઉદાયન રાજાને કહ્યું કે, તે ઉપરથી એ તીર્થ થયું છે, લોકોમાં તે પ્રયાગ નામે પ્રસિદ્ધ થયું છે. તેમના મસ્તકમાં—ખોપળીમાં ક્યાંકથી પાડલનું બીજ પડતા પાડલવૃક્ષ થયું.
પારિણામિક બુદ્ધિના દૃષ્ટાંતમાં પણ આ કથા–પ્રસંગ આવે છે. આલંબનવાદના ખંડનમાં આવશ્ય માં પણ આ પ્રસંગ જુદી રીતે અપાયેલો છે.
૦ આગમ સંદર્ભ :
સંથા. ૫૬, ૫૭;
આ.નિ. ૯૪૯, ૧૧૮૨, ૧૧૮૩ની ;
×
૪૮
×
નિસી.ભા. ૧૫૫૭ની ચૂ;
આવપૂ૧-૫ ૫૫૯, ૨-૫ ૩૬, ૧૧૭;
૦ અપરાજિત કથા -
અચલપુર નામે નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. તેમનો પુત્ર યુવરાજ હતો, યુવરાજનું નામ અપરાજિત હતું. તેણે રાધાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. તે કોઈ વખતે વિચરતા તગરા નગરીએ ગયા. તે રાધાચાર્યના તુરંતના અંતેવાસી આર્ય રાધક્ષમણ નામે હતા. જે ઉજ્જૈનીમાં વિચરી રહ્યા હતા. તગરા નગરીએ તેઓ પધાર્યા. રાધક્ષમણ સમીપે ગયા. પૂછયું કે, નિરૂપસર્ગતા વર્તે છે ? ત્યારે તેમણે કહ્યું કે, રાજપુત્ર અને પુરોહિતપુત્ર અમોને પરેશાન કરી રહ્યા છે. પ્રવ્રુજિત થયેલા અપરાજિત યુવરાજના તે રાજપુત્ર ભાઈ કે ભત્રીજા હતા. અપરાજિતમુનિને થયું કે મારો ભાઈ ક્યાંક સંસારમાં ભટકી ન જાય, તે માટે આચાર્ય ભગવંતની અનુમતિ મેળવીને ઉજ્જૈની ગયા.
જ્યારે ભિક્ષાનો કાળ થયો ત્યારે ભિક્ષાર્થે નીકળ્યા. આચાર્યએ કહ્યું, ઉભા રહો. તેણે કહ્યું કે, હું ઊભો નહીં રહું પણ તમે મને પ્રત્યનીકનું ઘર ક્યાં છે તે બતાવો ? ત્યારે બાળમુનિએ કહ્યું, ચાલો બતાવું. તે તેમના ઘેર ગયા. વિશ્વાસપૂર્વક પ્રવેશ કર્યો. ત્યાં તે બંને ઊભા રહ્યા. ત્યારે રાજપુત્ર અને પુરોહિત પુત્ર અપરાજિત મુનિને જોઈને ઊભા થયા. તેણે પણ મોટા શબ્દથી ‘ધર્મલાભ' કહ્યો. ત્યારે રાજપુત્ર–પુરોહિતપુત્ર બોલ્યો કે, અહો ! આવો લષ્ટ પુરુષ દીક્ષા લઈને અમારા માર્ગમાં આવ્યો છે. અમે તમને વંદન કરીએ છીએ.
પછી તે બંને બોલ્યા કે, હે આચાર્ય ! તમને ગાતા આવડે છે ? મુનિએ કહ્યું, હા, આવડે છે. તમે વાદ્ય વગાડો, હું ગાઈશ. પણ પેલા બંનેને વગાડતા આવડતું ન હતું. તેથી રોષાયમાન થઈને તે બંનેને ઘણો માર્યો, પછી હણવા લાગ્યા ત્યારે તે બંને રાડો પાડવા લાગ્યા. રાજપુત્ર–પુરોહિત પુત્રના સ્વજનોએ માન્યું કે, આ પ્રવ્રુજિત થયેલ માર ખાતો હોવાથી રડે છે. પણ તે બંને પુત્રોની હાલત એવી થઈ ગઈ કે તે જીવી પણ શકતા ન હતા - મરી પણ શકતા ન હતા. પછી રાજા અને પુરોહિતને તે મુનિએ કહ્યું કે, જો કોઈ પણ દીક્ષા લેવા તૈયાર હોય તો આમને મુક્ત કરું.
-
ત્યારપછી રાજા સર્વ સૈન્ય સહિત પ્રવ્રુજિત મુનિની પાસે આવ્યો. રાજા આચાર્યના