________________
૨૩૨
આગમ કથાનુયોગ-૪
બ ન થાય.
ખેદ થયો. તેના હાથમાંથી વીણા પડી ગઈ. પ્રભાવતી રોષાયમાન થઈને બોલી કે, કેમ આવું કરો છો ? ઘણો આગ્રહ કરતા ઉદાયને પ્રભાવતીને સત્ય જણાવ્યું. ત્યારે તેણી બોલી કે, હવે શું કરું ? હવે મારે સારી રીતે શ્રાવકત્વની અનુપાલના કરવી જોઈએ. જિનશાસનનું શરણું લીધા પછી મરણનો ભય ન હોય.
ફરી કોઈ વખતે સ્નાન કરીને નીકળેલી પ્રભાવતીએ દાસીને કહ્યું કે, મારા (પૂજાના) વસ્ત્રો લાવ. ત્યારે સફેદને બદલે લાલ વસ્ત્રો લાવી. (પ્રભાવતીને સફેદ વસ્ત્રો લાલ દેખાયા). પ્રભાવતીને ક્રોધ ચડ્યો. તેણીએ દાસી પર અરીસો ફેંક્યો અને બોલી કે જિનગૃહમાં જવા માટે તું મને લાલ વસ્ત્રો આપે છે. અમંગલ કરે છે – અરીસાનો પ્રહાર વાગતા તે દાસી ત્યાંને ત્યાંજ મૃત્યુ પામી. વસ્ત્રો સ્વાભાવિક શ્વેત જ લાગ્યા.
ત્યારે પ્રભાવતી વિચારવા લાગી કે, મારા વડે (પહેલા) વ્રતનું ખંડન થઈ ગયું. નિષ્કારણ નિરપરાધ દાસીને મારી નાંખી. લાંબાકાળથી પડાતા (પહેલા) વ્રત મારાથી ભાગ્યા. હવે મારે જીવીને શું કરવું છે? ઉદાયન રાજાને તેણીએ પૂછયું કે, હવે હું ભક્ત પ્રત્યાખ્યાન અંગીકાર કરવા ઇચ્છું છું. (નિશીથ ચૂર્ણિકાર કહે છે દીક્ષા લઈને તેણીએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું). પ્રભાવતીના અતિ આગ્રહથી રાજાએ કહ્યું કે, જો તું દેવલોકે ઉત્પન્ન થાય તો, તારે મને બોધ પમાડવા આવવું. ત્યારે પ્રભાવતીએ તે વાત કબૂલ રાખી. પછી તેણીએ (દીક્ષા અંગીકાર કરી. છ માસ સંયમ પાળ્યો.) ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. આલોચના અને પ્રતિક્રમણ કરીને કાળધર્મ પામીને દેવલોકે દેવરૂપે ઉત્પન્ન થયા.
ત્યાર જિનપ્રતિમાને દેવદત્તા નામની કુન્જા દાસી સંભાળવા લાગી. રાજા ઉદાયન તાપસભક્ત હતો. પૂર્વના અનુરાગથી પ્રભાવતી દેવે તેને બોધ પમાડવા પ્રયત્ન કર્યો. તે બોધ પામતો ન હતો. ત્યારે પ્રભાવતીદેવે તાપસનું રૂપ વિકુવ્યું. અમૃતફળોને લઈને તે આવ્યો. રાજાને તે ફળ આપતા, રાજાએ તે ચાખ્યા. ત્યારે પ્રભાવતી દેવને પૂછ્યું કે, આ ફળો ક્યાંથી આવ્યા ? તે દેવે કહ્યું કે, નગરની નજીક એક આશ્રમ છે. ત્યાં આ ફળો છે. તેની સાથે રાજા આશ્રમે ગયો. જેવો તે આશ્રમના ફળ તોડવા ગયો કે, તાપસો તેને મારવા લાગ્યા. હણો–હણો, મારો–મારો પકડો–પકડો પોકારવા લાગ્યા.
ત્યારે તે રાજા આશ્રમથી ભાગ્યો. વનખંડમાં પહોંચ્યો. ત્યાં તેણે કોઈ સાધુને જોયા. જે ચંદ્ર જેવા સૌમ્ય હતા, કામદેવ જેવા રૂપવાનું નાગકુમાર જેવા સોહામણા હતા.
તે સાધુ ભગવંતે ધર્મ કહ્યો. ધર્મ સાંભળી રાજા બોધ પામ્યો. ત્યારે પ્રભાવતી દેવે પોતાને પ્રગટ કર્યો. પછી ઉદાયન રાજાની આજ્ઞા લઈને તે દેવ દેવલોકે પાછો ફર્યો. એ પ્રમાણે પ્રતિબોધ પામેલ રાજા શ્રાવક થયો.
આવશ્યક વૃત્તિના અભિપ્રાય મુજબ ઉદાયન રાજાએ દીક્ષા લીધા બાદ બે-ત્રણ વખત તેમને મારી નાંખવા દહીંમાં ઝેર ભેળવવામાં આવેલ. જે પ્રભાવતીદેવે સંવરી લીધું પણ છેલ્લે દેવના પ્રમાદથી ઉદાયન રાજાના શરીરમાં ઝેર વ્યાપી ગયું. તેમનું મૃત્યુ થયું, તેઓ મોક્ષે ગયા, પછી પ્રભાવતીદેવે આખું નગર ધૂળ વડે દાટી દીધું.
૦ આગમ સંદર્ભ :ભગ ૫૮૭; પહા ૨૦ની ,
આવ.નિ ૭૭૫ની ,