SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા ૨૩૩ નિસી.ભા. ૩૧૮૩ની ; ઉત્ત.નિ ૯૫ + 4 આવ યૂ.૧–પૃ. ૩૯૯ ૪૦૦; ર– ૧૬૪; ૦ મૃગાવતી કથા - વૈશાલી નગરીમાં ચેટક રાજા હતો. તેને સાત પુત્રીઓ હતી :- (૧) પ્રભાવતી, (૨) પવાવતી, (૩) મૃગાવતી, (૪) શિવા, (૫) જ્યેષ્ઠા, (૬) સુજ્યેષ્ઠા, (૭) ચેઘણા પ્રભાવતીના લગ્ન ઉદાયન સાથે થયા. (જે ઉદાયન અને પ્રભાવતીની કથામાં જોયું) પદ્માવતીના લગ્ન ચંપાના દધિવાહન સાથે થયા. મૃગાવતીના લગ્ન કૌશાંબીના શતાનીક રાજા સાથે થયા. શિવાના લગ્ન ઉજ્જૈનીના પ્રદ્યોત રાજા સાથે થયા ઇત્યાદિ. ૦ પરીચય : તે કાળે, તે સમયે કૌશાબી નામે નગરી હતી. જો ભવનાદિની અધિકતાથી યુક્ત, સ્વચક્ર–પરચક્રના ભયથી મુક્ત તથા સમૃદ્ધિ વડે સમૃદ્ધ હતી. તે નગરી બહાર ચંદ્રાવતરણ ઉદ્યાન હતું. તેમાં શ્વેતભદ્ર યક્ષનું ચૈત્ય હતું. આ કૌશાંબી નગરીમાં શતાનિક નામે રાજા હતો. જે હિમાલય પર્વત આદિની સમાન મહાનું અને પ્રતાપી હતો. તેની (પત્ની) મૃગાવતી નામે રાણી હતી. તે શતાનિક રાજા અને મૃગાવતીનો ઉદાયન નામે પુત્ર હતો. ૦ ચંદના દ્વારા ભગવંતના પારણા પ્રસંગે મૃગાવતીનું આગમન : (શ્રમણ ભગવંત મહાવીરે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અભિગ્રહ લીધો અને ચંદના–ચંદનબાળાને હાથે તે અભિગ્રહ પૂર્ણ થયો. આ આખો પ્રસંગ તીર્થકર મહાવીરની કથામાં તથા ચંદના આયની કથામાં વિસ્તારથી લખાઈ ગયો છેતેથી અહીં તે કથાનો કેટલોક અંશ જ્યાં મૃગાવતીનો સંબંધ છે. તેનો જ ઉલેખ અમે કરેલ છે. પૂર્વ કથા માટે જુઓ તીર્થકર મહાવીર કથા અને ચંદના કથા). શ્રમણ ભગવંત મહાવીર વિહાર કરતા કૌશાંબી ગયા. ત્યાં શતાનિક નામે રાજા હતો, મૃગાવતીદેવી રાણી હતા. તત્ત્વવાદી નામે ધર્મપાઠક હતા. સુગુપ્ત નામે અમાત્ય હતા. તે અમાત્યને નંદા નામે પત્ની હતી. તે શ્રમણોપાસિકા હતી. તે નંદા અને મૃગાવતી રાણી બંને સખીઓ હતી. તે વખતે ભગવંત મહાવીરે પોષ વદ એકમે એવો અભિગ્રહ ગ્રહણ કરેલો કે :(૧) દ્રવ્યથી – સૂપડાના ખૂણામાં રહેલ બાફેલા અડદ હોય, (૨) ક્ષેત્રથી ઊંબરો ઓળંગતી હોય અર્થાત્ એક પગ અંદર – એક પગ બહાર હોય, (૩) કાળથી – ભિક્ષાચરો ભિક્ષા લઈને નીકળી ગયા હોય તેવો કાળ હોય, (૪) ભાવથી -- રાજકન્યા હોય, દાસીપણું પામી હોય, બેડીમાં બંધાયેલી હોય. તેણીનું મસ્તક મુંડિત હોય, રડતી હોય, આઠ ભક્ત અન્નજળનો ત્યાગ થયેલો હોય એ ચારે બાબતે જ્યારે અભિગ્રહ પૂર્ણ થતો હોય તો પારણું કરવું કલ્પ, અન્યથા ન કલ્પ. આવો અભિગ્રહ ધારણ કરીને કૌશાંબીમાં રહેલા હતા... એ પ્રમાણે ભિક્ષાર્થે ભ્રમણ કરતા તેમને ચાર માસ કૌશાંબીમાં પસાર કર્યા, પણ અભિગ્રહ પૂર્ણ થયો નહીં. પછી નંદાના ઘેર ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. આ તો ભગવંત મહાવીર છે, તેમ જાણીને નંદાએ પરમ આદરપૂર્વક ભિક્ષા લાવીને મૂકી, ભગવંત મહાવીર નીકળી ગયા. ત્યારે તે ઘણી જ
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy