SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા સ્વયમેવ મુંડિત કરાવ્યો અને સ્વયમેવ ચંદના આર્યન શિષ્યાના રૂપમાં સોંપી દીધી. ત્યારપછી ચંદના આર્યાએ દેવાનંદા બ્રાહ્મણીને સ્વયં પ્રવ્રુજિત કર્યા. સ્વયમેવ મુંડિત કર્યા, સ્વયમેવ તેણીને શિક્ષા આપી. દેવાનંદાએ પણ ઋષભદત્તની સમાન આ પ્રકારના ધાર્મિક ઉપદેશને સમ્યરૂપે સ્વીકાર્યો અને તેમની આજ્ઞાનુસાર ચાલવા લાગી – યાવત્ – સંયમમાં સમ્યક્ પ્રવૃત્તિ કરવા લાગી. ત્યારપછી આર્યા દેવાનંદાએ આર્યાં ચંદના પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. શેષ વર્ણન ઋષભદત્ત પ્રમાણે જાણવું. યાવત્ દેવાનંદા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત અને સર્વદુઃખોથી મુક્ત થયા. ૦ આગમ સંદર્ભ આયા. ૫૧૦; ભગ. ૪૬૦ થી ૪૬૨; સમ. ૧૬૧; ભગ ૨૨૭ની . આવ.યૂ.૧-૫ ૨૩૬; આવ.ભા. ૪૮, ૪૯, ૫૫ + કલ્પ. ૨ થી ૧૨, ૧૬, ૨૧, ૨૭, ૩૧ + ; X X ૨૩૧ સમ. ૨૧૩ની વૃ; આવ.નિ. ૪૫૭ + ; ૦ પ્રભાવતી કથા ઃ વૈશાલી નગરીમાં ચેટક રાજા હતો. તેમને સાત પુત્રીઓ હતી :~ (૧) પ્રભાવતી, (૨) પદ્માવતી, (૩) મૃગાવતી, (૪) શિવા, (૫) જ્યેષ્ઠા, (૬) સુજ્યેષ્ઠા, (૭) ચેન્નણા. તેમાં પ્રભાવતીના લગ્ન વીતિભય નગરના રાજા દાયન સાથે થયેલા હતા. આ તરફ ચંપા નગરીમાં કુમારનંદી નામે એક સ્ત્રી લોલુપ સોની રહેતો હતો. (તેના સમગ્ર વર્ણન માટે કુમારનંદી તથા નાગીલ એ બંને કથાઓ જોવી) આ કુમારનંદીએ વ્યંતરી હાસા પ્રહાસના મોહમાં બળી મરીને આત્મહત્યા કરી. પછી પંચશૈલનો અધિપતિ એવો સામાન્ય વ્યંતર દેવ થયો. તેને નાગીલ નામે એક શ્રાવકમિત્ર હતો, તેને કુમારનંદીની આસક્તિ અને મૃત્યુ જોઈને વૈરાગ્ય થતાં તેણે દીક્ષા લીધી. કાળધર્મ પામીને તેઓ અચ્યુતકલ્પે ઉત્પન્ન થયેલા. અચ્યુતકલ્પવાસી નાગીલદેવના કહેવાથી વ્યંતર બનેલા કુમારનંદીએ ત્યારે સમ્યકત્વ બીજ પ્રાપ્તિ માટે વર્ધમાનસ્વામીની જીવિત પ્રતિમા બનાવી. આ પ્રતિમા વીતભય નગરે ઉતારી. તે વખતે પ્રભાવતી દેવીના જાણવામાં આવ્યું કે, આ રીતે દેવાધિદેવની પ્રતિમા સમુદ્રકાંઠે આવેલી છે. સ્નાન કરી, કૌતુક મંગલ કરીને અંતઃપુર સહિત ત્યાં ગઈ, શ્વેત વસ્ત્રો પહેરેલા, હાથમાં બલિ, પુષ્પ, ધૂપ ઇત્યાદિ લીધા, સ્તુતિ કરી ત્યારે પેટી ખુલી. વર્ધમાન સ્વામીની જીવિત પ્રતિમા તેમાંથી નીકળી. ત્યારે પ્રભાવતી રાણીએ અંતઃપુરમાં ચૈત્યગૃહ કરાવ્યું. (નિશીથસૂત્ર ચૂર્ણિમાં જણાવે છે કે) સર્વાલંકાર વિભૂષિત નીકળેલ પ્રતિમાને ઘર સમીપે ચૈત્ય કરાવી સ્થાપી પછી પ્રભાવતી રાણી સ્નાન કરીને ત્રિસંધ્યા તે પ્રતિમાની અર્ચના—પૂજા કરવા લાગી. તેની દેખરેખ - સફાઈ આદિ માટે કૃષ્ણગુલિકા/દેવદત્તા નામની દાસીને નિયુક્ત કરી. - કોઈ વખતે પ્રભાવતીદેવી નૃત્ય કરી રહી હતી. ઉદાયન રાજા વીણા વગાડી રહ્યા હતા. આ રીતે આઠમ ચૌદશ આદિ દિને પ્રભાવતી રાણી ભક્તિરાગથી પોતે નૃત્યાદિ કરતી, કોઈ દિવસે રાજાને અચાનક પ્રભાવતી રાણી મસ્તકવિહિન દેખાઈ. તેને ઘણો જ
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy