________________
શ્રમણ કથા
૧૪૫
ભગવદ્ ગૌતમ સર્વલબ્ધિ સંપન્ન હતા. તેઓ પાત્ર લઈને ગયા. ઘી–ગોળ સંયુક્ત ખીર ભરીને આવી ગયા. તેઓ અલીણમહાનસિક લબ્ધિ સંપન્ન હતા. બધાંને બેસાડીને ખીર આપી. (એક જ પાત્ર ભરીને ખીર હોવા છતાં ૧૫૦૦ તાપસોને આપી.) પછી પોતે આહાર કર્યો. તો પણ તેઓએ બધાં તાપસોને સારી રીતે પ્રસન્ન કર્યા.
તેઓમાં શેવાળનું ભક્ષણ કરનારા શેવાલ આદિ ૫૦૦ તાપસોને ગૌતમસ્વામીની લબ્ધિ જોઈને જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
દત્ત આદિ પ૦૦ તાપસીને ભગવંત મહાવીરના છત્રાતિછત્ર જોઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
કૌડિન્ય આદિને ભગવંતને જોતાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શેષ કથા કૌડિન્ય કથા મુજબ જાણવી. ૦ આગમ સંદર્ભ :-- આવ ચૂ.૧–૫ ૩૮૩, આવનિ ૭૬૪ + 4 ઉત્તનિ ૨૯૯ની
૦ દુપ્રભ કથા :
પાંચમાં આરાના અંતિમ સમયે એકલા અને કોઈની પણ સહાય વિનાના દુષ્પભ (દુuસહ) અણગાર હશે. તેઓ સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુક્ત હશે. દુષ્પસહ અણગાર મહાયશવાળા, મહાનુભવી હશે. તેમના અતિ વિશુદ્ધ દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ હશે, તેઓએ સારી રીતે સદ્ગતિનો માર્ગ જામ્યો હશે. તેઓ આશાતના ભીરુ, અતિ પરમ શ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય યુક્ત તેમજ સમ્યગુ માર્ગમાં રહેલા હશે. વાદળારહિત નિર્મલ આકાશમાં શરદપૂનમના વિમલ ચંદ્રકિરણ સમાન ઉજ્વલ ઉત્તમ યશવાળા, વંદન લાયકમાં પણ વિશેષ વંદનીય, પૂજ્યોમાં પણ પરમપૂજ્ય હશે.
ભગવંતે નિર્દેશ કર્યા મુજબ ગચ્છની વ્યવસ્થા દુuસહસૂરિ સુધી ચાલુ રહેશે. તેમનું સોળ વર્ષનું આયુષ્ય હશે. આઠ વર્ષના ચારિત્રપર્યાયનું પાલન કરીને પછી પાપની આલોચના કરીને નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મરણમાં પરાયણ થઈને એક ઉપવાસભક્ત ભોજન પ્રત્યાખ્યાન કરીને સૌધર્મકલ્પમાં ઉત્પન્ન થશે. પછી તેમનું મનુષ્યલોકે આગમન થશે, પણ તેઓ ગચ્છમર્યાદા તોડશે નહીં. તેમના શાસનપર્યત દશવૈકાલિક સૂત્ર પ્રવર્તશે.
૦ આગમ સંદર્ભ :મહાનિ ૭૭, ૮૧૧;
વવ.ભા૪૧૭૧ની વૃક – ૮ – ૮ – ૦ દુર્બલિકાપુષ્યમિત્ર કથા :
આર્યરક્ષિત સૂરિના એક શિષ્ય દુર્બલિકાપુષ્પમિત્ર હતા. તેમને નવપૂર્વનું જ્ઞાન હતું. આર્યરક્ષિત તેમને ગચ્છ ભાર સોંપીને ગયા. (તેમની શેષ કથા આરક્ષિત કથામાં આવી ગયેલ છે. - કથા જુઓ આર્થરક્ષિત) ગોષ્ઠામાહિલ નામનો એક નિલવ તેમના કાળમાં થયેલો. ૪િ/૧૦