________________
૧૪૬
આગમ કથાનુયોગ-૪
૦ આગમ સંદર્ભ :બુહ ભા. ૩૫૬; આવ..૧–પૂ૪૦૯ થી ૪૧૧;
આવ.ભા. ૧૪૨,
આવનિ ૭૭૬ની ,
૦ દેવદ્ધિગણિ કથા -
દેવર્ધ્વિગણિ નામે ક્ષમાશ્રમણ થયા. જેઓ સૂત્ર અને અર્થરૂપ રત્નથી ભરેલા હતા, ક્ષમા, દમ અને માર્દવગુણ વડે યુક્ત હતા. કાશ્યપ ગોત્રવાળા હતા.
શ્રમણ ભગવંત મહાવીરના નિર્વાણથી ૯૮૦ વર્ષ ગયા બાદ, બીજા મતે ૯૯૩ વર્ષ ગયા બાદ દેવર્તિગણિ ક્ષમાશ્રમણની મુખ્યતામાં શ્રમણ સંઘે એકઠા થઈને વલ્લભીપુરમાં આગમ સાહિત્યને પુસ્તકારૂઢ કર્યું.
૦ આગમેતર ગ્રંથમાં દેવર્તિગણિ—ક્ષમાશ્રમણ –
આમ તો આ આગમકથાનુયોગ છે, તેમાં શાસ્ત્રીય કથાઓ એ જ અમારું કાર્યક્ષેત્ર છે. તો પણ કથાગ્રંથ નિર્દિષ્ટ આ વાતનો સામાન્ય ઉલ્લેખ કરીએ છીએ – દેવર્તિગણિ પૂર્વના ભવે હરિભેગમેલી દેવ હતા. તે વખતે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર ભગવંત શ્રી સીમંધર સ્વામીને પૂછેલું કે, હું સુલભબોધિ કે દુર્લભબોધિ (અર્થાત્ મને ચારિત્રની પ્રાપ્તિ સુલભ છે કે દુર્લભ છે ?) ભગવંતે કહ્યું કે, તું દુર્લભબોધિ છે.
ત્યારે તેણે દેવલોકે આવીને સૌધર્માધિપતિ શકને કહ્યું કે, મને તીર્થકર ભગવંત સીમંધર સ્વામીએ કહ્યું છે કે, હું દુર્લભબોધિ છું. તો આપ મને વચન આપો કે, હું આવતે ભવે જ્યાં મનુષ્યરૂપે ઉત્પન્ન થાઉં ત્યાં મને પ્રતિબોધ પમાડવો. પછી પોતે જ્યાં હતા, ત્યાં વિમાનની દિવાલ પર લખી દીધું કે, અહીં ઉત્પન્ન થનારા નવા દેવે મને તાત્કાલિક પ્રતિબોધ કરવા આવવું.
તે હરિભેગમેષી દેવનું ચ્યવન થયું. અહીં ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયા. ત્યાં પહેલા કલ્પ ઉત્પન્ન થયેલ દેવે દિવાલ પરની આજ્ઞા વાંચી, પછી સૌધર્મેન્દ્રને પૂછયું. ત્યારે સૌધર્મેન્દ્રએ પણ કહ્યું કે, હા, મેં તે દેવને વચન આપેલું છે. ત્યારે દેવે મહાકષ્ટ તેમને પ્રતિબોધ કર્યા પછી તેઓએ ચારિત્ર ગ્રહણ કર્યું અને તે થયા દેવર્તિગણિ.
૦ આગમ સંદર્ભ :કલ્પસૂત્ર સ્થવિરાવલિ–વૃત્તિ.
-
૪
--
*
૦ દેવલાસુત કથા :
ઉજ્જૈની નગરીમાં દેવલાસુત નામે રાજા હતો. તેને અનુરકતા લોચના નામે રાણી હતી. કોઈ વખતે તે રાજા શય્યામાં રહેલો હતો. રાણી તેના વાળ સવારતી હતી. ત્યારે તે રાણીએ વાળમાં પળિયો – પાકેલો સફેદ વાળ જોયો. તેણીએ રાજાને કહ્યું કે, હે ભટ્ટારક ! (મૃત્યુનો) દૂત આવી ગયો છે. તે રાજા સંભ્રમપૂર્વક ભયથી હર્ષિત થતો ઉડ્યો. કોણ દૂત આવ્યો છે ? ત્યારે રાણીએ તેમને કહ્યું કે, “ધર્મદૂત” પછી ધીમેથી આંગળીમાં