________________
શ્રમણ કથા
૧૪૭
વીંટીને તે વાળ ઉખેડી નાંખ્યો. સુવર્ણની થાળીમાં લૌમયુગલ વસ્ત્રથી વીંટીને ચાલ્યા.
ત્યારે રાજા અધૃતિથી કહેવા લાગ્યો કે, જ્યારે પળિયા–સફેદ વાળ આવે ત્યારે આપણા પૂર્વજો દીક્ષા ગ્રહણ કરતા હતા. મેં હજી દીક્ષા લીધી નથી. ત્યારપછી પઘરથને રાજ્યગાદીએ સ્થાપી, તે રાજાએ દીક્ષા ગ્રહણ કરી. ત્યારે રાણી અનુરક્તા, સંગત નામનો દાસ અને અનુમતિકા દાસીએ બધાંએ પણ અનુરાગથી દીક્ષા અંગીકાર કરી. બધાં જ અસિતગિરિ તાપણાશ્રમે ગયા.
કેટલોક કાળ ગયા પછી સંગત અને અનુમતિકાએ તે તાપસ દીક્ષા છોડી દીધી. રાણીએ પણ દીક્ષા કાળે રાજાને તે વાત જણાવી ન હતી કે તેણી ગર્ભવતી છે. પણ ધીમેધીમે તેણીનું ઉદર વૃદ્ધિ પામવા લાગ્યું. ત્યારે રાજા અધૃતિ કરવા લાગ્યો કે, આ તો હું અપયશવાળો થયો. પછી તાપસોએ ગુપ્તપણે તેણીના ગર્ભનું સંરક્ષણ કર્યું. સુકુમાલ એવી રાણી જન્મ આપતા જ મૃત્યુ પામી. તેણીએ એક બાલિકાને જન્મ આપેલ હતો. તેણી બીજી તાપસીઓના દૂધ પીને મોટી થઈ.
ત્યારપછી તે કન્યાનું અર્ધસંકાશા એવું નામ રાખ્યું. કાળક્રમે તેણી યૌવન અવસ્થાને પામી. તેણી પિતા જ્યાં હતા તે અટવીમાં આવીને વિશ્રામ કરવા લાગી. ત્યારે તે (દેવલાસુત રાજા) તેણીના યૌવનમાં આસક્ત બન્યો. આજ-કાલમાં તેણીને લાવીશ એવું વિચારવા લાગ્યો. પછી કોઈ દિવસે હું તેણીને પકડી લઉ” એમ વિચારી તે રાજા દોડ્યો. તે એક કાષ્ઠ પર પડ્યો.
પડતી વખતે તે વિચારવા લાગ્યો કે, મને ધિક્કાર છે કે, હું આ કન્યા પ્રત્યે ભોગાસક્ત થયો. આ લોકમાં તેનું ફળ પ્રત્યક્ષ જ છે, પરલોકમાં તેનું શું ફળ મળશે તે હું જાણતો નથી. આ પ્રમાણે વિચારતા દેવલાસુત રાજા – તાપસ સમ્યક્ બોધ પામ્યો. તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે તે બોલ્યા, ખરેખર આ જ ભવિતવ્યતા હશે. પછી સર્વકામવિરક્ત થયેલા એવા તે રાજર્ષિએ અધ્યયન કહ્યું. તે પુત્રીને વિરક્ત થઈને સંયતીઓને આપી. દેવલાસુત રાજર્ષિ પણ પછી સિદ્ધ થયા – મોક્ષે ગયા.
આ પ્રમાણે સર્વકામ વિરક્ત થઈને યોગ સંગ્રહ થાય છે. એ પ્રમાણે બત્રીશમાંના બાવીશમાં યોગ સંગ્રહની વ્યાખ્યામાં જણાવ્યું.
૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૩૦૯ + ૬
આવપૂ.ર–પૃ. ૨૦૨, ૨૦૩;
૦ દેવભ્રમણક કથા :
અચલ ગ્રામનો એક ગાથાપતિ, જેનું નામ દેવશ્રમણક હતું. તેણે સુરતિક આદિ સાથે યશોધર (સર) મુનિ પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ સ્વર્ગે જઈ પાંડુરાજાના પુત્ર પાંડવ થયા. (આ કથા પાંડવ કથામાં જોવી).
૦ આગમ સંદર્ભ :મરણ. ૪૫૦, ૪૫૧;
–– –– » ––