SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા આ રીતે ધનશ્રીએ આ માયા વડે અભ્યાખ્યાન દોષ થકી તીવ્રકર્મ ઉપાર્જન કર્યું. પછી તે માયાદોષની આલોચના કે પ્રતિક્રમણ કર્યા વિના ધનશ્રીએ ભાવથી પ્રવ્રજ્યા અંગીકાર કરી. ત્યારે તેના બંને ભાઈઓ ધનપતિ અને ધનાવહે પણ તેણી પ્રત્યેના સ્નેહને કારણે પોતાની પત્ની સહિત પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૩૭૧ ત્રણે ભાઈ–બહેન અને બંને ભાભીઓ પોતાનું પૂર્ણાય પાળીને દેવલોકે ઉત્પન્ન થયા. ૦ સર્વાંગસુંદરીનો ભવ : દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને પહેલાં ધનશ્રીના બંને ભાઈઓ ત્યાંથી પહેલા ચ્યવીને સાકેત નગરમાં અશોકદત્ત નામના શ્રેષ્ઠીના પુત્ર સમુદ્રદત્ત અને સાગરદત્ત નામે પુત્રો થયા. ધનશ્રીનો જીવ પણ દેવલોકેથી ચ્યવીને ગજપુર નગરમાં શંખ નામના શ્રાવકની પુત્રીરૂપે જન્મી. તે ઘણી જ સુંદર હોવાથી તેણીનું સર્વાંગ સુંદરી એવું નામ રાખ્યું. બંને ભાઈઓની પત્ની દેવલોકેથી ચ્યવીને કોશલપુરમાં નંદન નામના શ્રેષ્ઠીની શ્રીમતી અને કાંતિમતિ નામની પુત્રીઓ રૂપે જન્મી. બંને યૌવનને પામી. સર્વાંગસુંદરી ગમેતેમ સાકેતપુર આવી પહોંચી. અશોકદત્ત શ્રેષ્ઠીએ તેણીને જોઈ. આ કોની કન્યા છે, તે તપાસ કરાવી. શંખ શ્રેષ્ઠીને સબહુમાન સમુદ્રદત્ત માટે તે કન્યાની માંગણી કરી. શંખશ્રેષ્ઠીએ સ્વીકારી, પછી સમુદ્રદત્ત સાથે સર્વાંગ સુંદરીના વિવાહ કરાયો. કાલાંતરે તેણીને લેવા આવ્યા. બહુમાન–ઉપચાર કરાયો, વાસગૃહ—શયનગૃહ સજાવવામાં આવ્યું. આ સમયગાળામાં સર્વાંગસુંદરીને પૂર્વે ધનશ્રીના ભવે માયા દ્વારા બાંધેલ પ્રથમ કર્મ ઉદયમાં આવ્યું. ત્યારે તેણીના પતિ સમુદ્રદત્તે વાસગૃહમાં સ્થિત એવા કોઈ દૈવિકી પુરુષની છાયાને જોઈ ત્યારે સમુદ્રદત્તે વિચાર્યું કે, મારી સ્ત્રી દુષ્ટશીલવાળી લાગે છે. કંઈક જોઈને તે ગયો. ત્યારપછી સર્વાંગસુંદરી પણ ત્યાં આવી. સમુદ્રદત્તે તેણીને બોલાવી નહીં. ત્યારે તેણીએ આર્ત્ત–દુ:ખથી પૃથ્વી પર જ રાત્રિ પસાર કરી. પ્રભાતે તેણીનો પતિ પોતાના સ્વજન વર્ગને પૂછયા વિના કોઈ બ્રાહ્મણને પૂછીને સાકેતપુર ચાલ્યા ગયો. સાકેતપુર જઈને સમુદ્રદત્ત કોશલપુરે નંદની પુત્રી શ્રીમતીને પરણ્યો. તેનો ભાઈ સાગરદત્ત નંદની બીજી પુત્રી કાંતિમતિને પરણ્યો. આ વાત સાંભળીને સર્વાંગસુંદરી ઘણી જ દુઃખી થઈ. ત્યારપછી તેણીનો ત્યાં જવા—આવવાનો વ્યવહાર વિચ્છેદ પામ્યો. સર્વાંગસુંદરી ધર્મ પરાયણ થઈ ગઈ. ત્યારપછી તેણીએ દીક્ષા અંગીકાર કરી. કેટલોક કાળ પ્રવર્તિની સાથે વિહાર કરતા–કરતા, તેમની સાથે તે સાધ્વી સાકેતપુર ગયા. પૂર્વભવની ભાભીઓને સારી રીતે સમજાવી. આ કાળમાં તેણે પૂર્વભવમાં બાંધેલ માયા દ્વારા બદ્ધ બીજુ કર્મ ઉદયમાં આવ્યુ જ્યારે સર્વાંગસુંદરી સાધ્વી પારણે ભિક્ષાને માટે પ્રવેશ્યા. ત્યારે શ્રીમતી વાસગૃહમાં હાર પહેરવા જતી હતી. શ્રીમતીએ સાધ્વીને આવતા જોયા. તેણી ઊભી થઈ, તે હારને મૂકીને ભિક્ષા વહોરાવવા માટે ઊભી થઈ. તે વખતે ચિત્રકર્મમાં રહેલ મોરે પ્રગટ થઈને તે હાથને ગળી દીધો. ત્યારે તેણીએ વિચાર્યુ કે, આ ખરેખર આશ્ચર્ય છે ત્યારપછી થોડી વાર ત્યાં
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy