SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ આગમ કથાનુયોગ-૪ રોકાઈને, ભિક્ષા ગ્રહણ કરીને સર્વાંગસુંદરી સાધ્વી નીકળી ગયા. શ્રીમતીએ જોયું કે, હાર તેને સ્થાને નથી. તેણીએ વિચાર્યું કે, આ કઈ રીતે બન્યું? સ્વજન–પરિજનોને પૂછ્યું કે હાર કયાં ગયો હશે? તેણે કહ્યું કે, અહીં એક સાધ્વીજી સિવાય અન્ય કોઈ આવેલ નથી. ત્યારે તેણીની ઘણી જ નિર્ભર્ચના કરી, પછી છોડી દીધા. સર્વાંગસુંદરી સાધ્વીએ પ્રવર્તિને બધો વૃત્તાંત જણાવ્યો. પ્રવર્તિનીએ જણાવ્યું કે, કર્મના પરિણામો વિચિત્ર છે. ત્યારપછી સર્વાંગસુંદરી સાધ્વી ઉગ્રતરતપમાં રક્ત બન્યા. અનર્થના ભયથી તેઓ તે ઘરમાં કદાપી જતા ન હતા. શ્રીમતી અને કાંતિમતિ બંને પોતાના પતિની મજાકનો ભોગ બન્યા. સર્વાંગસુંદરી સાધ્વી પણ ઉગ્રતરતપમાં રક્ત બન્યા અને પોતાના બાંધેલ કર્મો શેષ (અતિ અલ્પ) કર્યા. આ વખતમાં શ્રીમતી પોતાના પતિ સાથે વાસગૃહમાં જઈને રહી હતી. તેટલામાં તે મોરે ચિત્રમાંથી પ્રગટ થઈ હારને પોતાના પેટમાંથી બહાર કાઢ્યો. ત્યારે તે બંને – સમુદ્રદત્ત અને શ્રીમતી સંવેગ પામ્યા. તેઓને થયું કે, ખરેખર ! તે ભગવતીનું ગાંભીર્ય કેટલું છે કે, તેણીએ આપણને સત્ય વૃત્તાંત જણાવ્યો નહીં. ત્યારે તે બંને તેણીની ક્ષમા માંગવા માટે પ્રવૃત્ત થયા. આ અવસરમાં સવાંગ સુંદરી આર્યાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ આવીને તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. જ્યારે સમુદ્રદત્ત અને શ્રીમતીએ પૂછયું, ત્યારે તે કેવલી આર્યાએ બનેલો આખો વૃત્તાંત કહ્યો. ત્યારે સમદ્રદત્ત અને શ્રીમતી બંનેએ દીક્ષા અંગીકાર કરી. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૯૧૮ની વૃ આવ.૧–પૃ પર થી પર૮; ૦ ધારિણી સાધ્વી કથા : (આ કથા શ્રમણ વિભાગમાં ધર્મઘોષ અને અવંતીવર્ધનની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ – ધર્મઘોષ આદિ) ઉજ્જૈનીમાં અવંતિવર્ધન રાજા હતો. તેનો નાનો ભાઈ રાષ્ટ્રવર્ધન યુવરાજ હતો. રાષ્ટવર્ધનની પત્નીનું નામ ધારિણી હતું. તેમનો પુત્ર અવંતિસેન હતો. અવંતિવને ધારિણીમાં આસક્ત થઈને – યાવત્ - રાષ્ટ્રવર્ધને મારી નાખ્યો – ૪ – ૮ – ૮ – ધારિણી કોઈ સાર્થવાદની સાથે નીકળી ગઈ. – ૪ – ૪ – ૪ – કૌશાંબી પહોંચી ત્યાં યાનશાળામાં રહેલા કોઈ સાધ્વી પાસે ધારિણીએ દીક્ષા અંગીકાર કરી – ૮ – ૮ – ૪ – તેણી સગર્ભા હોવાથી પુત્રને જન્મ આપ્યો – ૪ – ૪ – મણિપ્રભ એવું નામ રાખ્યું – ૮ – ૮ – અવંતીસેન અને મણિપ્રભ એ બંને ભાઈઓ જ્યારે પરસ્પર યુદ્ધે ચડ્યા ત્યારે ધારિણી સાધ્વીએ તે યુદ્ધનું નિવારણ કર્યું ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :આવનિ ૧૨૮૬, ૧૨૮૭ + 9 આવ.રપૃ. ૧૯6;
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy