________________
શ્રમણી કથા
૨૫૯
હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને જય-વિજય શબ્દોથી વધાવજે, વધાવીને આ પ્રમાણે કહેજે
હે દેવાનુપ્રિય ! કંપિલપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલની રાણીની આત્મજા અને ધૃષ્ટદ્યુમ્નકુમારની બહેન શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે. તેથી હે દેવાનુપ્રિયો! આપ સૌ દ્રુપદ રાજા પર અનુગ્રહ કરીને કાળનો વિલંબ કર્યા વિના કંપિલપુર નગરે પધારો.
ત્યારે દૂતે બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને દ્રુપદરાજાની આ વાતનો-કથનનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને પોતાના ઘેર આવ્યો. આવીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ચાર ઘંટાવાળા અથરથ જોડીને લાવો. તેઓએ પણ તે પ્રમાણે જ રથને લાવીને ઉપસ્થિત કર્યો.
ત્યારપછી દૂતે સ્નાન કર્યું – યાવત્ – અલ્પ પણ મહામૂલ્યવાનું આભુષણો વડે શરીરને અલંકૃત્ કર્યું, અલંકૃત્ કરીને ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો. આરૂઢ થઈને તેણે શરીર પર કવચ આદિને ધારણ કર્યા. શરાસન પટ્ટિકા કસીને બાંધી, રૈવેયક પહેર્યું. પોતપોતાના પદના બોધક સંકેત પટ્ટક ધારણ કર્યા. હાથમાં પ્રહરણ લીધા. એવા ઘણાં પુરુષોથી પરિવરીને કંપિલપુર નગરની વચ્ચોવચ્ચેથી નીકળ્યો અને પાંચાલ જનપદની મધ્યમાંથી થઈને જ્યાં સરહદ પૂરી થતી હતી ત્યાં આવ્યો.
- ત્યાં આવીને સૌરાષ્ટ્ર જનપદના મધ્ય ભૂભાગને પાર કરીને જ્યાં દ્વારાવતી નગરી હતી. ત્યાં આવ્યો. ત્યાં આવીને વારાવતી નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં કૃષ્ણ વાસુદેવની બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવ્યો, ત્યાં આવીને ચાર ઘંટાવાળા અથરથને ઊભો રાખ્યો. રાખીને રથથી નીચે ઉતર્યો. રથમાંથી નીચે ઉતરીને મનુષ્યોના સમૂહથી પરિવૃત્ત થઈને પગે ચાલીને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યો. આવીને કૃષ્ણવાસુદેવને, સમુદ્રવિજય આદિ દશ દશારોને – યાવત્ – પ૬,૦૦૦ બળવાન વર્ગને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! વાત એમ છે કે, કંપિલપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલની રાણીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્નકુમારની બહેન શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર છે. તેથી તમે સૌ દ્રુપદરાજા પર અનુગ્રહ કરીને સમયનો વિલંબ કર્યા સિવાય કંપિલપુર નગર પધારો. ત્યારે કૃષ્ણવાસુદેવ તે દૂતના મુખેથી આ વૃત્તાંતને સાંભળીને અને સમજીને હર્ષિત અને સંતુષ્ટ તેમજ ચિત્તમાં આનંદિત થયો – યાવત્ – તેનું હૃદય હર્ષોલ્લાસથી વ્યાપ્ત થઈ ગયું. દૂતનો સત્કાર અને સન્માન કર્યું, સત્કાર અને સન્માન કરીને પછી દૂતને વિદાય કર્યો. ૦ કૃષ્ણનું પ્રસ્થાન :
ત્યારપછી કૃષ્ણવાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને સુધર્માસભામાં રહેલી સામુદાનિક ભેરીને વગાડો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને