SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ આગમ કથાનુયોગ-૪ પટ્ટરાણી હતી અને ધૃષ્ટદ્યુમ્ન નામે યુવરાજ હતો. સુકુમાલિકા દેવી આયુનો ક્ષય થવાથી, સ્થિતિ ક્ષય થવાથી અને વિક્ષય થવાથી તે દેવલોકથી ચ્યવને આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં પાંચાલ જનપદમાં કંપિલપુર નગરમાં દ્રુપદ રાજાની ચુલની રાણીની કૃષિમાં પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. ત્યારપછી તે ચુલની રાણીએ નવ માસ અને સાડાસાત રાત્રિ-દિવસ પૂર્ણ થયા પછી સુકમાલ હાથ–પગવાળી – યાવત્ – પુત્રીને જન્મ આપ્યો. બાર દિવસ વ્યતીત થયા બાદ તે બાલિકાનું આ પ્રકારે નામકરણ કરાયું – કેમકે આ બાલિકા દ્રુપદ રાજાની પુત્રી અને ચુલની રાણીની આત્મજા છે, તેથી અમારી આ બાલિકાનું નામ દ્રૌપદી થાઓ ત્યારે તેણીના માતાપિતાએ આ પ્રકારે ગુણવાળું અને ગુણનિષ્પન્ન નામ દ્રૌપદી રાખ્યું. ત્યારપછી પાંચ ધાવમાતાઓ દ્વારા ગ્રહણ કરાયેલી તે દ્રૌપદી બાલિકા – યાવત્ – પર્વતની ગુફામાં સ્થિત ચંપકલતાની સમાન વાયુ આદિના વ્યાઘાતથી રહિત થઈને સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગી. ત્યારપછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીની બાલ્યાવસ્થાને પાર કરીને કિશોરવસ્થાને પ્રાપ્ત કરી યુવાવસ્થાથી સંપન્ન થઈ રૂપ, યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. ત્યારપછી કોઈ એક દિવસે અંતઃપુરની રાણીઓએ તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને સ્નાન કરાવ્યું – યાવતુ – સર્વ અલંકારો વડે વિભૂષિત કરી, વિભૂષિત કરીને દ્રુપદ રાજાને પગે પડવા – વંદન કરાવવા માટે મોકલી. ત્યારે તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી જ્યાં દ્રુપદ રાજા હતા ત્યાં આવી, આવીને તેણીએ દ્રુપદ રાજાના પગને સ્પર્શ કર્યા (પગે પડી.). ૦ દ્રોપદીના સ્વયંવર માટે દૂતોને મોકલવા : ત્યારે દ્રપદ રાજાએ તે બાલિકાને પોતાના ખોળામાં બેસાડી, બેસાડીને તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીના રૂપ, યૌવન અને લાવણ્યને જોઈને તે વિસ્મિત થયો. પછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને આ પ્રમાણે કહ્યું હે પુત્રી ! જો હું સ્વયં જ કોઈ રાજા કે યુવરાજની પત્ની રૂપે તને આપીશ અને ત્યાં તું સુખી કે દુઃખી થઈશ તો યાવજજીવને માટે મને હૃદયમાં દાહ રહેશે. તેથી હે પુત્રી! હું આજથી જ તારા સ્વયંવરની તૈયારી કરું છું. આજથી જ હું તને સ્વયંવરમાં આપું છું. તેથી તું તારી પોતાની ઇચ્છાથી જે કોઈ રાજા કે યુવરાજની પસંદગી કરીશ તે જ તારો પતિ થશે. આવા પ્રકારની ઇષ્ટ – યાવતુ – મનોજ્ઞ વાણી વડે તેણીને આશ્વાસન આપ્યું. આશ્વાસન આપીને વિદાય કરી. ત્યારપછી દ્રુપદરાજાએ દૂતને બોલાવ્યો અને બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું તારવતી (દ્વારિકા) નગરીએ જા. ત્યાં તું કૃષ્ણવાસુદેવને, સમુદ્રવિજય આદિ દશ દશારોને, બલદેવ આદિ પાંચ મહાવીરોને, ઉગ્રસેન આદિ ૧૬,૦૦૦ રાજાઓને, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારોને, શાંબ આદિ ૬૦,૦૦૦ દર્દીન્ત વીરોને, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરપુરુષોને, મહાસેન આદિ પ૬,૦૦૦ બળવાનોને તથા બીજા પણ રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરેને બંને
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy