________________
શ્રમણી કથા
છે ત્યાં પણ પહેલા પાણી છાંટે છે, ત્યારપછી ત્યાં બેસે છે, સુવે છે, ઉભે છે. તેથી હે દેવાનુપ્રિયા ! તું આ બકુશચારિત્રરૂપ સ્થાનની આલોચના કર
યાવત્ – અકરણીય
કાર્યને માટે યથાયોગ્ય તપોકર્મ–પ્રાયશ્ચિત્ત લે.
ત્યારે તે સુકુમાલિકાએ ગોપાલિકા આર્યાના આ કથનનો આદર ન કર્યો, તેને સાંભળ્યુ નહીં, અંગીકાર ન કર્યું. પણ તેનો અનાદર કરતી, અસ્વીકાર કરતી ઉપેક્ષા ભાવથી વિચરણ કરવાને લાગી. તે વખતે બીજી આર્યાઓ સુકુમાલિકા આર્યાની વારંવાર અવજ્ઞા, નિંદા, ખિંસા, ગર્દા, તિરસ્કાર કરવા લાગી અને વારંવાર આ કાર્ય કરવાથી રોકવા લાગી.
ત્યારપછી તે સુકુમાલિકાને શ્રમણનિગ્રંથીઓ દ્વારા અવશા
યાવત્ – તિરસ્કાર
-
યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – જ્યારે હું ગૃહસ્થાવસ્થામાં રહેલી હતી. ત્યારે હું સ્વાધીન હતી. જ્યારે હું મુંડિત થઈને પ્રવ્રુજિત થઈ ત્યારથી પરાધીન થઈ ગઈ છું. પહેલાં આ શ્રમણીઓ મારો આદર કરતા હતા અને મને માનતા હતા. પણ હવે તે મારો આદર કરતા નથી અને માનતા પણ નથી. તેથી કાલે રાત્રિનું પ્રભાત થાય, સૂર્યનો ઉદય થાય અને સહસ્રરશ્મિ દિનકર જાજ્વલ્યમાન તેજસહિત પ્રકાશમાન થાય ત્યારે ગોપાલિકા આર્યા પાસેથી નીકળી અલગ ઉપાશ્રયમાં જઈને રહેવું મારે માટે શ્રેયસ્કર થશે.
આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો અને વિચાર કરીને બીજે દિવસે રાત્રિનું પ્રભાતરૂપમાં પરિવર્તન થયા પછી, સૂર્યોદય થયો અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજથી પ્રકાશમાન થયા પછી ગોપાલિકા આર્યા પાસેથી નીકળી, નીકળીને પૃથક્ ઉપાશ્રયમાં જઈને રહેવા લાગી.
કરાયો ત્યારે આવા પ્રકારનો માનસિક વિચાર
૨૫૭
-
--
ત્યારે તે સુકુમાલિકા આર્યાને કોઈ મનાઈ કરનાર, કોઈ રોકનાર ન હોવાથી સ્વચ્છંદમતિ થઈને વારંવાર હાથ ધોવા લાગી યાવત્ – જે સ્થાને બેસતી, સૂતી, સ્વાધ્યાયાદિ કરતી, તે સ્થાનને પહેલાની માફક પાણીથી સીંચતી અને ત્યારબાદ બેસતી, સૂતી કે સ્વાધ્યાય કરતી હતી.
તે સ્થાને તે પાસસ્થા (શિથિલાચારિણી), પાસસ્થા વિહારિણી થઈ ગઈ. તેણી અવસત્ર (સંયમ સાધનામાં શિથિલ), અવસત્ર વિહારિણી થઈ ગઈ, તેણી કુશીલ અને કુશીલ વિહારિણી થઈ ગઈ, સંસક્ત અને સંસક્ત વિહારિણી થઈ ગઈ. એ પ્રમાણે ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું. પાલન કરીને અર્ધમાસિક સંલેખના દ્વારા આત્માની આરાધના કરીને, અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કરીને, તે (પાપ) સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના કાલધર્મના સમયે કાળ કરીને ઇશાનકલ્પના કોઈ વિમાનમાં દેવગણિકરૂપે ઉત્પન્ન થઈ. ત્યાં ઉત્પન્ન થનારી કોઈ કોઈ દેવીઓની નવ પલ્યોપમની સ્થિતિ હોય છે. સુકુમાલિકા દેવીની પણ નવ પલ્યોપમની સ્થિતિ થઈ. ૦ દ્રૌપદીનો ભવ જન્મ અને વૃદ્ધિ :
તે કાળ અને તે સમયમાં આ જ જંબુદ્વીપ નામના દ્વીપના ભરતવર્ષમાં પાંચાલ જનપદમાં કંપિલપુર નામનું નગર હતું. ત્યાં દ્રુપદ નામે રાજા હતો. તેની ચલણી નામે |૪|૧૭
-