________________
શ્રમણ કથા
૧૪૯
વિદુર્વણા કરી. સાધુ પણ તે દ્રજિકા પાસેથી છાશ વગેરે વહોરવા લાગ્યા.
આ પ્રમાણે વજિકા પરંપરાથી જેટલામાં તેમને જનપદ પ્રાપ્ત થયું. પાછળ તે દેવે ગોકુળને સમેટી લીધું. તે વખતે એક સાધુ નિવૃત્ત થયા, પાછળ ગોકુળ તરફ જોયું. ત્યાં કોઈ દ્રજિકા જોઈ નહીં ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, આ બધું દેવતા વિકુર્વિત હતું.
ત્યારપછી તે દેવે સાધુઓને વંદન કર્યું, પણ વૃદ્ધ (ધનમિત્રમુનિ)ને વંદન ન કર્યું. ત્યારપછી તેણે બધી વાત કહી. મેં તમને વંદન એટલા માટે ન કર્યું, કેમકે તમે મને પાણી પીવાની પ્રેરણા કરી હતી. જો મેં તે પાણી પીધું હોત તો હું સંસારમાં જ ભટક્યો હોત. (સાધુઓએ આ રીતે તૃષા પરીષહ સહન કરવો જોઈએ)
૦ આગમ સંદર્ભ :મરણ. ૪૮૭ ઉત્તનિ ૯૦ +
ઉત્તરૃપ પપ;
૦ ધન્ય કથા :
( સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારની પ્રવજ્યાના સંદર્ભમાં “પ્રતિશ્રુતા" પ્રવ્રજ્યાના સંદર્ભમાં આ કથાનું ઉદાહરણ નોંધાયેલ છે. મરણ સમાધિમાં સમાધિની આરાધના અનુસંધાને આ દૃષ્ટાંત આપવામાં આવેલ છે.)
(આગમેતર ગ્રંથથી ઉદ્ધત કથા ભૂમિકા–સંક્ષેપમાં :
જ્યારે શાલિભદ્રએ દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો અને નિત્ય એક–એક સ્ત્રીનો ત્યાગ કરવાનું શરૂ કર્યું ત્યારે શાલિભદ્રની નાની બહેન સુભદ્રા કે જેના લગ્ન ધન્યકુમાર સાથે થયેલા હતા, તેણી ધન્યકુમારને નવડાવતી હતી/માથામાં તેલ નાંખતી હતી ત્યારે તેની આંખમાંથી આંસુના ટીપા પડ્યા, તે ધન્યકુમારના ખર્ભ પડ્યા. તે જાણીને ધન્યકુમારે સુભદ્રાને રડવાનું કારણ પૂછયું. સુભદ્રાએ વાત કરી કે, મારો ભાઈ રોજ એક–એક સ્ત્રીન ત્યાગ કરે છે, તે દીક્ષા લેવાનો છે. એ વખતે ધન્યકુમારે કહ્યું કે, તારો ભાઈ સત્વહીન છે ત્યાગ જ કરવો છે તો બધાનો એક સાથે ત્યાગ કેમ નથી કરતો ?
....ધન્યકુમારે દીક્ષા લેવાનું નક્કી કર્યુંશાલિભદ્રને બોલાવ્યો. બંનેએ સાથે દીક્ષા ગ્રહણ કરી..... કોઈ વખત માસક્ષમણનું પારણું આવ્યું.... વહોરવા ગયા. ....ભક્કામાતાનું ધ્યાન ન ગયું.. ઘેરથી પાછા ફર્યા, શાલિભદ્રની પૂર્વભવની માતાએ દહી વહોરાવ્યું. પૂર્વભવ જાણ્યો... સંસારનું સ્વરૂપ વિચારી, ભગવંત મહાવીરની આજ્ઞા લઈ બંનેએ અનશન કરવાનું નક્કી કર્યું. વૈભારગિરિની ધગધગતી શિલા પર બંનેએ અનશન કર્યું.)
ધન્યકુમારે જ્યારે શાલિભદ્ર દીક્ષા લે છે તેમ સાંભળ્યું, ત્યારે આ દીક્ષા શબ્દ સાંભળતા પોતે પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. દશ પ્રકારની પ્રવજ્યામાં આ પ્રતિમૃતા નામની પ્રવજ્યા કહેવાય છે.
આ ધન્ય અને શાલિભદ્ર બંને મહર્તિક તપસ્વી હતા. તેઓએ (ઉપરોક્ત આગમેત્તર ગ્રંથમાં જણાવ્યું તે પ્રમાણે) બંનેએ વૈભારગિરિ સમીપે, નાલંદા સમીપે બે શિલાઓને સંથારારૂપ ગણી સાથે જ પાદપપગમન નામક અનશનનો સ્વીકાર કર્યો. પોતાની કાયાને સર્વથા વોસિરાવીને અન્યૂન એક મહિના પર્યત તેઓ આ અનશનયુક્ત સંથારાની આરાધનામાં રહ્યા.