________________
આગમ કથાનુયોગ–૪
ત્યાંના શીત અને આતપ વડે ક્ષપિત અંગોથી તેમના અસ્થિ ભગ્ન થઈ ગયા. માંસ અને સ્નાયુ વિનાશ પામ્યા. બંને મહિર્ષ અનુત્તરવાસી એવા ઋદ્ધિસંપન્ન દેવ થયા. લોકમાં આશ્ચર્યભૂત સ્વરૂપ તે દેવતાના અનુભાવથી આજપર્યંત અસ્થિનિવેશ પ્રવૃત્તિ વર્તે છે.
જે રીતે તેઓ દુર્બળ દેહવાળા હતા, માત્ર માંસ ચામડા જ વીંટાયેલા હોય તેવા લાગતા હતા, તો પણ (પાદપોપગમન અનશન સ્વીકાર્યા બાદ) સ્વયં લેશમાત્ર ચલિત થયા ન હતા, તે રીતે ગમનમાં થોડું પણ દુઃખ પડે તો તે મુનિઓએ સહન કરવું જોઈએ. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૯૮ની વૃ;
મરણ. ૪૪૫ થી ૪૪૮;
૧૫૦
-
X
૦ ધર્મઘોષ-૧-કથા -
ભગવંત વિમલનાથ અર્જુના પ્રપૌત્ર શિષ્ય ધર્મઘોષ નામના અણગાર હતા. જાતિસંપન્ન ઇત્યાદિ ગુણોથી યુક્ત હતા. ૫૦૦ અણગારો સાથે એક ગામથી બીજે ગામ વિચરતા હતા ઇત્યાદિ આ કથા મહાબલની કથામાં આવી ગયેલ છે. (જુઓ ભગવતી સૂત્રગત—મહાબલ કથા) ૦ આગમ સંદર્ભ :
ભગ ૧૨૩, ૬૫૭;
X
૦ આગમ સંદર્ભ :~
=
નાયા. ૫૩ +
×
૦ ધર્મઘોષ-૨-કથા :
-
તે કાળે, તે સમયે જાતિસંપન્ન – યાવત્ – પૂર્વાનુપૂર્વી ક્રમે ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા અને સુખપૂર્વક વિહાર કરતા ધર્મઘોષ નામક સ્થવિર ભગવંત રાજગૃહ નગરે પધાર્યા, ત્યાં ગુણશીલ ચૈત્યે આવ્યા. આવીને સાધુઉચિત અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા ઇત્યાદિ કથા ધન્ય સાર્થવાહ–૧ની કથામાં આવી ગયેલ છે.
X - X
૦ ધર્મઘોષ–૩–કથા :
ધર્મઘોષ નામે એક સ્થવિર ભગવંત હતા. તેમને ૫૦૦ શિષ્યો હતા. ભગવંત મલ્લિનો જીવ જ્યારે તેમના પૂર્વભવ મહાબલકુમારરૂપે હતો. ત્યારે તે મહાબલકુમારે તેના છ મિત્રો સાથે સ્થવિર ધર્મઘોષ પાસે દીક્ષા લીધી—ઇત્યાદિ કથા તીર્થંકર મન્નિના કથાનકમાં આવી ગયેલ છે.
૦ આગમ સંદર્ભ :નાયા. ૭૬ +
X X