SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૧૫૧ • ધર્મઘોષ-૪-કથા - (સુજીત કથા) : ચંપાનગરીમાં મિપ્રભ નામે રાજા હતો, તેને ધારિણી નામે રાણી (પત્ની) હતી. તે જ નગરીમાં ધનમિત્ર નામે સાર્થવાહ હતો, તેને ઘનશ્રી નામે પત્ની હતી. તેઓને માનતા માનતા એક પુત્ર થયો. લોકો કહેતા હતા કે, જે આ ધનસમૃદ્ધ સાર્થવાહના કૂળમાં જન્મ્યો, તેથી તે “સુજાત' કહેવાય. બાર દિવસ વ્યતીત થયા બાદ તે બાળકનું “સુજાત” એવું નામ રખાયું. તે બધાં શ્રાવકધર્મ પાળતા હતા. તે જ નગરમાં ધર્મઘોષ નામે અમાત્ય (મંત્રી) હતા. તેને પ્રિયંગુ નામે પત્ની હતી. તેણીએ સુજાતના સૌંદર્ય અને કળાકુશળતા વિશે જાણ્યું. કોઈ દિવસ પ્રિયંગૂમંત્રી પત્નીએ દાસીને કહ્યું કે, જો સુજાત આ રસ્તેથી પસાર થાય તો તું મને જણાવજે, જેથી હું તેને જોઈ શકું. કોઈ દિવસે તે મિત્રવૃંદથી પરિવરિત થઈને તે રસ્તેથી પસાર થયો. દાસીએ તુરંત આ વાત પ્રિયંગુને કહી. ત્યારે તેણી નીકળી, બીજી પણ સપત્નીઓએ તેને જોયો. ત્યારે તેણી બોલી કે, તે કન્યા ધન્ય હશે, જેના ભાગ્યમાં આ સુજાત પતિરૂપે લખાયો હશે. કોઈ દિવસે તેણી બધી પરસ્પર બોલવા લાગી, તે (સુજાત)ની લીલા જુઓ. પછી પ્રિયંગુએ સુજાતનો વેશ ધારણ કર્યો. આભારણભૂષણ આદિથી વિભૂષિત થઈ રમવા લાગ્યા. એ પ્રમાણે વિલાસ કરતા જતા હતા. એ જ પ્રમાણે હાથની શોભા, એ જ પ્રમાણે મિત્રો વડે વાતચીત કરવી, તે વખતે ધર્મઘોષ મંત્રી આવી પહોંચ્યો. તેણે પગને ધીમેથી પછાડી (આહત કરી) અંતઃપુરને વિસર્જિત કર્યું. પછી દ્વારના છિદ્રમાંથી અંદર જોવા લાગ્યો. તેણે રમતી એવી પોતાની સ્ત્રીને જોઈ, તે વિચારવા લાગ્યો કે, અંતઃપુર બગડી ગયું છે. હવે ગુપ્ત રીતે જ બધું કરવું પડશે. આ વૈરાચારનું રહસ્ય કોઈ ન જાણે તે રીતે મારે સુજાતને મારી નાંખવો પડશે. પછી સુજાતને મારવાનો ઉપાય શોધવા લાગ્યો. ધર્મઘોષ અમાત્યને ડર હતો કે, આ કાર્ય કરતા કોઈ વિપત્તિ આવે નહીં. કેમકે તેના પિતા હંમેશાં રાજાને ત્યાં હોય છે. તેથી વિનાશ ન થાય, તેમ કંઈક કરવું પડશે. ઉપાય વિચારતા, ધર્મઘોષને ઉપાય મળી ગયો. પછી કોઈ વખતે કૂટલેખ (ખોટો પત્ર) લખીને કોઈ પુરુષને તૈયાર કર્યો. મિત્રપ્રભરાજાના વિપક્ષી સાથે તે લેખ રવાના કર્યો. તેમાં સુજાતે કહ્યું હતું કે, મિwભરાજાને મારી નાંખવો. તે રાજકૂળ તરફ ચાલ્યો. તેને અડધું રાજ્ય દેવાની લાલચ આપી. તેણે જઈને તે લેખ રાજા પાસે જઈને વાંચ્યો છે, જેમાં રાજાને મારવા માટે લખેલું. તે વાંચીને રાજા કોપાયમાન થયો. તે લેખ લાવનારનો વધ કરી દેવાની આજ્ઞા આપી. આ બધું કાર્ય પ્રચ્છન્ન રીતે થયું. પછી મિત્રપ્રભ રાજાએ વિચાર્યું કે, હવે સુજાતને એવી રીતે મારું કે જેથી કોઈ જાણે નહીં કેમકે જો લોકો આ વાત જાણશે, તો નગરમાં ક્ષોભ થશે. મને પણ અપયશ મળશે. તેથી કોઈ ઉપાય વડે તેને મારવો. તે મિત્રપ્રભની નજીકમાં આરસુર નામે એક નગર હતું. ત્યાં તેનો ચંદ્રધ્વજ નામનો એક માણસ હતો. તેના પર રાજાએ એક લેખ લખીને મોકલ્યો કે, અહીંથી સુજાતને મોકલું છું. તેને તું મારી
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy