________________
૧૫૨
આગમ કથાનુયોગ-૪
નાંખજે. સુજાતને બોલાવીને કહ્યું કે, તું આરસુર નગરી જાય ત્યાં રાજ્યનું કાર્ય છે, તે જો. તે આરસુરી નગરીએ ગયાં.
ત્યાં ચંદ્રધ્વજે તેને જોયો. તેણે વિચાર્યું કે, પહેલાં આને વિશ્વાસમાં લઈ, પછી તેને મારીશ. એ પ્રમાણે રોજેરોજ સાથે રહીને ક્રીડા કરવા લાગ્યા. તેનું રૂપ, શીલ, સમુદાચાર જોઈને વિચારવા લાગ્યા – આનો કઈ રીતે હું વિનાશ કરું ? પછી તેને બધી જ સત્ય હકીકત જણાવી અને લેખ પણ વંચાવ્યો. ત્યારે સુજાતે તેને કહ્યું કે, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. તેણે કહ્યું, હું તને મારીશ નહીં. તું કોઈ રીતે ગુપ્તપણે રહે. ત્યારપછી ચંદ્રધ્વજે પોતાની બહેન ચંદ્રયશાને પરણાવી. તેણી પણ તેની સાથે રહી.
ચંદ્રયશાને સુજાત સાથે ભોગ ભોગવતા કુષ્ઠ રોગ ઉત્પન્ન થયો. ત્યારપછી સુજાતે તેને સમજાવીને શ્રાવિકા બનાવી. પરંતુ ચંદ્રયશાના કુષ્ઠરોગના સ્પર્શથી સુજાતને પણ કિંચિત્ કુષ્ઠરોગ સંક્રાન્ત થયો. ત્યારે ચંદ્રયશાના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. અરેરે ! હું કેવી અભાગી છું કે, મારા દુષ્ટ કોઢ રોગના દોષથી આને પણ કોઢ રોગ થયો. આ પ્રમાણે સંવેગ પામેલી ચંદ્રયશાએ ભક્તપ્રત્યાખ્યાન કર્યું. સુજાતે સારી રીતે તેણીને નિર્ધામણા (અંતિમ સાધના) કરાવી. ચંદ્રયશા મૃત્યુ પામી દેવ થઈ.
દેવ થયેલ ચંદ્રયશાએ અવધિજ્ઞાનનો ઉપયોગ કરી પોતાનો પૂર્વભવ જોયો. ત્યારે સુજાતને મારી નાંખવા રાજાએ મોકલેલ ઇત્યાદિ આખું કપટ જાણવામાં આવ્યું. તે દેવે તુરંત નીચે આવીને સુજાતનું શરીર પુનઃ મનોહર રૂપવાળું કરી દીધું. પછી તેને વંદન કરીને કહ્યું, હે સ્વામી ! હું આપના માટે શું કરું ? સુજાત પણ સંવેગભાવયુક્ત થઈ ચિંતવવા લાગ્યો કે, પહેલા માતાપિતાને જોઉં ત્યારપછી પ્રવજ્યા અંગીકાર કરું.
ત્યારે તે દેવે સુજાતને લઈ જઈને ચંપાનગરીએ મૂક્યો. પછી નગરીના નાશને માટે મોટી શિલા વિકર્વી ત્યારે નગરના લોકો અને રાજા મિત્રપ્રભ ભીના શ્વેત વસ્ત્રો પહેરી, હાથમાં ધૂપનો કડછો લઈને પગે પડીને વિનંતી કરવા લાગ્યો. દેવને કોપ કરવાનું કારણ પૂછયું. ત્યારે આકાશમાં રહેલા દેવે ધર્મઘોષ અમાત્યના કૂડ–કપટથી માંડીને સુજાતની નિર્દોષતા સુધીની બધી વાત કરી. તેથી હવે હું તારી આખી નગરીનો ચૂરો કરી નાખીશ. જો તારે બચવું હોય તો – જા, સુજાતને ખમાવ, તેને પ્રસન્ન કરીને આદર-સત્કારપૂર્વક તારા ભવનમાં લઈ આવ.
ત્યારે રાજાએ પૂછયું કે, તે ક્યાં છે ? ત્યારે બહાર ઉદ્યાનમાં બેસાડેલ સુજાતનું સ્થાન બતાવ્યું. રાજા નગરજન આદિ સહિત નીકળીને ઉધાનમાં આવ્યો. ત્યાં આવીને સુજાતની ક્ષમાયાચના કરી. ત્યારપછી સુજાતે માતાપિતાને તથા રાજાને પૂછીને પ્રધ્વજ્યા ગ્રહણ કરી. તેના માતા-પિતાએ પણ ત્યારપછી દીક્ષા અંગીકાર કરી. ત્યારપછી કાળક્રમે તે બધાં સિદ્ધ થયા – મોક્ષે ગયા.
રાજાએ ધર્મઘોષ મંત્રીને દેશનિકાલની આજ્ઞા ફરમાવી. તેની લોકોમાં નિંદા પ્રસરવા લાગી. ઘણો દૂર દેશાવર ગયો. પછી તેને પણ નિર્વેદ ઉત્પન્ન થયો. તેને થયું કે આ વાત સત્ય છે, મેં પણ ભોગ લાભને માટે જ તેનો વિનાશ વિચાર્યો હતો. ચાલતો –ચાલતો તે