________________
શ્રમણી કથા
૨૭૩
આપી.
ત્યારપછી કોઈ એક સમયે કૃષ્ણ વાસુદેવ અંતઃપુરની અંદર અંતઃપુરવાસિની રાણીઓથી પરિવૃત્ત થઈને શ્રેષ્ઠ સિંહાસન પર બેસેલા હતા.
આ તરફ એ જ સમયે કચ્છલ નારદ – ચાવતુ – તીવ્ર વેગથી ઉતર્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલનારદને આવતા જોઈને આસનેથી ઊભા થયા. ઉઠીને અધ્ય અને પાદ્યથી સત્કાર કરીને આસન ગ્રહણ કરવાને માટે આમંત્રિત કર્યા ત્યારે કચ્છલ નારદ પાણી વડે સીંચાયેલ અને દર્ભ પર બિછાવાયેલ આસન પર બેઠા. બેસીને કૃષ્ણ વાસુદેવના ક્ષેમકુશળના સમાચાર પૂછ્યા.
ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલનારદને કહ્યું, હે દેવાનુપ્રિય ! આપ તો ઘણાં ગામ આકર – યાવત્ – ગૃહોમાં જાઓ છો. તો ત્યાં કોઈ સ્થાને દ્રૌપદીની શ્રુતિ–સુતિ કે પ્રવૃત્તિ આદિના કોઈ સમાચાર સાંભળ્યા છે ?
ત્યારે કચ્છલ નારદે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! કોઈ એક સમયે હું ધાતકીખંડ દ્વીપવર્તી પૂર્વ દિશાના દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રની અપરકંકા નામની રાજધાનીમાં ગયેલો હતો. ત્યાં મેં પાનાભ રાજાના ભવનમાં દ્રૌપદીદેવી જેવી પૂર્વે જોયેલી કોઈ દેવીને જોઈ હતી.
ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલનારદને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આ બધી આપની જ કરતૂત છે. ત્યારે કૃષ્ણ વાસુદેવે આમ કહ્યું ત્યારે કચ્છલ નારદે ઉત્પાતિની વિદ્યાનું આહ્વાન કર્યું. આહ્વાન કરીને તેઓ જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. ૦ પાંડવ સહિત કૃષ્ણનું ધાતકીખડે પ્રયાણ :
ત્યારે કૃષ્ણ વાસુદેવે દૂતને બોલાવ્યો, બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિય ! તું હસ્તિનાપુર નગરે જા અને ત્યાં પાંડુરાજાને આ સંદેશ આપજે કે, હે દેવાનુપ્રિય ! ધાતકીખંડદ્વીપના પૂર્વ દિશાવર્તી દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં અપરકંકા રાજધાનીમાં પદ્મનાભના ભવનમાં દ્રૌપદીદેવીની પ્રવૃત્તિની જાણકારી મળેલ છે. તેથી પાંચે પાંડવ ચતુરંગિણી સેનાને સાથે લઈને પૂર્વ દિશાના વેતાલિક – સમુદ્ર કિનારે મારી પ્રતિક્ષા કરે.
ત્યારે દૂતે જઈને કહ્યું – યાવતુ – પ્રતીક્ષા કરે. તેઓ પણ એ જ પ્રકારે જઈને – યાવત્ – કૃષ્ણની પ્રતિક્ષા કરવા લાગ્યા.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને યુદ્ધસંબંધી ભેરી વગાડો. તે કૌટુંબિક પુરુષે ભેરી વગાડી.
ત્યારપછી યુદ્ધસંબંધી ભેરીના શબ્દ સાંભળીને સમદ્રવિજય આદિ દશ દશાર – થાવત્ – ૫૬,૦૦૦ બળવાનું યોદ્ધા યુદ્ધને માટે તૈયાર થઈને કવચ બાંધીને, હાથોમાં શરાસન ચર્મપટ્ટકને ધારણ કરીને, વક્ષસ્થળ આદિની રક્ષાને માટે રૈવેયક પહેરીને, વિમલવર સંકેત પટ્ટકોને લગાવીને અને હાથોમાં પ્રહરણો લઈને કોઈ ઘોડા પર બેસીને, કોઈ હાથી પર સવાર થઈને – યાવત્ – સુભટોના સમૂહની સાથે જ્યાં સુધર્માસભા હતી, જ્યાં ૪૧૮