________________
૨૭ર
આગમ કથાનુયોગ-૪
અંજલિ જોડીને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આપના પિતાની બહેન – (ફોઈ) – કુંતીદેવી હસ્તિનાપુરથી નીકળી જલ્દી અહીં આવી છે, આપના દર્શનને માટે ઉત્સુક છે, ત્યારે તે કૌટુંબિક પુરુષોએ – યાવત્ – કૃષ્ણને કુંતીના સમાચાર કહ્યા.
ત્યારે કૃષ્ણ વાસુદેવ કૌટુંબિક પુરુષો પાસેથી આ સંવાદ સાંભળી અને અવધારિત કરી હર્ષિત–સંતુષ્ટ થઈને શ્રેષ્ઠ હાથી પર બેસીને દ્વારિકા નગરીના મધ્ય ભાગમાં થઈને
જ્યાં કુંતીદેવી હતી ત્યાં આવ્યો. આવીને હાથીના કંધથી નીચે ઉતર્યા. ઉતરીને કુંતીદેવીના ચરણસ્પર્શ કર્યા. ચરણસ્પર્શ કરીને કુંતીદેવીને સાથે લઈને હાથી પર બેઠો. બેસીને દ્વારાવતી નગરીના વચ્ચોવચ્ચેથી નીકળી જ્યાં પોતાનો મહેલ હતો. ત્યાં આવ્યા. આવીને પોતાના મહેલમાં પ્રવેશ કર્યો.
ત્યારપછી કુંતીદેવી જ્યારે સ્નાન, બલિકર્મ અને ભોજન કરીને પછી અનંતર આચમન કરીને પૂર્ણરૂપે સ્વચ્છ, પરમ શૂચિભૂત થઈને શ્રેષ્ઠ સુખાસન પર બેઠી. ત્યારે કૃષ્ણ વાસુદેવે પૂછયું, હે પિતૃભગિની કહો – આપના અહીં આવવાનું પ્રયોજન શું છે ?
ત્યારે કુંતીદેવીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર! વાત એમ છે કે, હસ્તિનાપુર નગરમાં અગાસી પર સુખપૂર્વક સુતેલા યુધિષ્ઠિર રાજાની પાસેથી દ્રૌપદીદેવીને ન જાણે કોઈએ અપહરણ કરેલ છે અથવા તેણીને પકડી લીધેલ છે અથવા કૂવા આદિમાં ફેંકી દીધી છે તેથી હે પુત્ર ! હું ઇચ્છું છું કે, તું બધી તરફ ચારે દિશાઓમાં સર્વ રીતે દ્રૌપદીદેવીની માર્ગણા–ગવેષણા કરો.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કુંતી ફોઈને કહ્યું, હે ફોઈ ! હું વધુ તો કંઈ નથી કહેતો, પણ દ્રૌપદીદેવીની જો કયાંય પણ શ્રુતિ–ભુતિ કે પ્રવૃત્તિના સમાચાર મેળવી લઈશ તો પછી તે પાતાળ હોય કે ભવન હોય અથવા અર્ધ ભરતક્ષેત્ર હોય. ક્યાંય પણ કેમ ન હોય, બધાં સ્થાનેથી દ્રૌપદીદેવીને પોતાના હાથે લઈ આવીશ – આ પ્રમાણે કહીને પોતાની ફોઈ કુંતીદેવીનો સત્કાર કર્યો, સન્માન કર્યું, કરીને વિદાય કર્યા. પછી કુંતીદેવી કૃષ્ણ વાસુદેવ પાસેથી વિદાય થઈને જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ. – કૃષ્ણ દ્વારા દ્રૌપદીની ગવેષણા અને નારદ પાસેથી મળેલ ભાળ :
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને કારાવતી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને પથ આદિમાં ઊંચા-ઊંચા અવાજથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહો
હે દેવાનુપ્રિયો ! અગાસી પર સુખપૂર્વક સુતેલા યુધિષ્ઠિર રાજા પાસેથી દ્રૌપદીનું ન જાણે કોઈ દેવે કે દાનવ, કિન્નરે કે ડિંપુરષ અથવા ગંધર્વે અપહરણ કરી લીધું છે તેને પકડી લીધેલ છે અથવા કૂવા આદિમાં પટકી દીધેલ છે. તેથી હે દેવાનુપ્રિયો ! જો કોઈ પણ દ્રૌપદીદેવીની કૃતિ–સુતિ કે પ્રવૃત્તિના વિષયમાં જણાવશે, તેને કૃષ્ણ વાસુદેવ વિપુલ અર્થસંપત્તિ પારિતોષિકના રૂપમાં ભેટ આપશે. આ પ્રકારની ઘોષણા કરો અને ઘોષણા કરીને મારી આ આજ્ઞા મને પાછી આપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે જ પ્રકારે ઘોષણા કરીને – યાવત્ – આજ્ઞા પાછી