________________
શ્રમણ કથા
૧૬૭
ત્યારે પાદલિપ્તાચાર્યે ઉષ્ણ જળ મંગાવ્યું. સૂતરને તે જળમાં મૂક્યું, ત્યારે મીણ ઓગળી જતા સૂતરનો અગ્રભાગ કે છેડો મળી ગયો. ત્યારપછી ઉષ્ણ પાણીમાં જ ગોળ લાકડીને ડૂબાડી. તેમાં જે વધુ વજનવાળો ભાગ હતો તે ડૂબવા લાગ્યો. તેથી કાષ્ઠનું મૂળ તે છે એવો નિર્ણય કર્યો. એ જ રીતે ગોળ ડાભડો ઉષ્ણજળમાં ડૂબાડ્યો. મીણ ઓગળી જતાં તેનું ઢાંકણું પ્રગટ કરી ઉઘાડ્યું.
પછી પોતે છિદ્ર વગરનું મોટા પ્રમાણવાળું એક તુંબડું ગ્રહણ કરીને ન દેખી શકાય તેવી અત્યંત પાતળી તીરાડ બનાવી. તેની વચ્ચે રત્નો મૂક્યા ત્યારપછી એવી સૂક્ષ્મ રીતે સીલાઈ કરી તે તીરાડ સીવી દીધી કે કોઈને ખ્યાલ ન આવે. પછી માણસોને જણાવ્યું કે, આ તુંબડુ લઈ જાઓ, તમારે તેને ફાયા કે ચીર્યા વિના અંદરથી રત્નો કાઢી લેવા, એમ કહીને તુંબડુ મોકલ્યું, પણ કોઈ રત્નો કાઢી શક્યા નહીં.
કોઈ વખતે પાદલિપ્તાચાર્યએ રાજાની બહેન સદશ યંપ્રતિમા કરાવી. તે ચાલતી, આંખ ઉઘાડ બંધ કરતી. હાથમાં પંખો લઈને આચાર્ય પાસે ઊભી. રાજા પાદલિતાચાર્ય પરત્વે અતીવ આદર ધરાવતો હતો. કોઈ બ્રાહ્મણે જઈને રાજાને કહ્યું કે, તમારી બહેન તો શ્રમણોની સેવામાં છે. રાજા તે વાત સ્વીકારવા તૈયાર ન થયો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, ચાલો – દેખાડું, રાજા ત્યાં આવ્યો. જોઈને પાદલિપ્તાચાર્ય પર રોષાયમાન થયો. ત્યારે આચાર્ય એ સાચી સ્થિતિનું ભાન કરાવ્યું.
પાદલિપ્તાચાર્યએ કાળજ્ઞાન માટે એક નાલિકા કરાવેલી. જે દાડમના પુષ્પ આકારની, લોહમયી હતી, તેમાં તલ જેવું છિદ્ર હતું ઇત્યાદિ.
૦ આગમ સંદર્ભ :જીવા ૧૦પની વૃ સૂર. ૩પની :
ચંદ. ૩૯ની વૃ નિસી.ભા. ૪૪૬૦ની ચૂ
બુહ.ભા. ૪૯૧૫ +
વવ.ભા. ૪૪૬ની વૃ; જિય.ભા. ૧૪૪૪થી ૧૪૪૬; આવયૂ.૧–. ૫૫૪; પિંડનિ પ૩૬, ૫૩૭ + ૪ નદી. ૧૦૨ની વૃ;
x
-
૪
-
૦ પિટર કથા :
કંપિલપુરના એક રાજાનું નામ પિઢર હતું. તેની પત્નીનું નામ યશોમતી હતું, તેમને ગાગલિ નામે પુત્ર હતું. અંતે દીક્ષા લીધી. કથા જુઓ "ગાગલિ".
આગમ સંદર્ભઃઆવ.યૂ.૧–પૃ. ૩૮૧;
આવ નિ.૯૬૪ની વૃક ઉત્ત.નિ. ૨૮૪ની વ.
૦ પુપચૂલ કથા :
પુષ્પપુર નામે નગર હતું. ત્યાં પુષ્પકેતુ નામે રાજા હતો. પુષ્પવતી રાણી હતી. કોઈ દિવસે તેણીએ એક યુગલને જન્મ આપ્યો. પુત્રનું નામ પુષ્પચૂલ રાખ્યું, પુત્રીનું નામ પુ૫ચૂલા રાખ્યું. તેઓ સાથે મોટા થયા હોવાથી તેમને પરસ્પર અનુરાગ હતો. કોઈ દિવસે પુષ્પચૂલ રાજા થયો. પુષ્પચૂલાને રાજાએ કોઈ ઘરજમાઈ સાથે