________________
૧૬૬
આગમ કથાનુયોગ-૪
6મ
રાજા-તાપસ અને ભાઈ પ્રસન્નચંદ્રને જિનપ્રણિત ધર્મ કહ્યો. તે બંનેને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. બોલ્યા કે, તમે અમને સારો માર્ગ દેખાડ્યો. પ્રસન્નચંદ્ર પોતાના નગરે પાછા ફર્યા. પણ તેમને વલ્કલચીરીના વચનથી જન્મેલા વૈરાગ્યભાવથી પરમ, મનહર, તીર્થકરભાષિત મત પ્રત્યે ઉત્સાહ વધવા લાગ્યો. તેથી બાળપુત્રને રાજ્ય પર સ્થાપી દીક્ષા લીધી. સૂત્રાર્થ ભણ્યા, તપ સંયમ વડે ભાવિત મતિયુક્ત થઈ મગધદેશે આવ્યા. (શેષકથા આવશ્યકવૃત્તિ મુજબ જાણવી.)
* નિશીથ સૂત્રમાં બાહ્યભાવ વિશુદ્ધિ – અવ્યંતર અશુદ્ધિમાં આ દૃષ્ટાંત અપાયેલ છે. ૦ આગમ સંદર્ભ :આયા યૂ.કૃ. ૧૭૯;
કિસી.ભા. ૫૪૨૪ આવનિ. ૧૧૫૧ની વૃ આવ.યૂ.૧–૫૪૫૫ થી ૪૫૭,
– ૪ – ૪ – ૦ પાદલિપ્ત કથા –
(આગમેતર ગ્રંથ “પ્રભાવકચરિત્ર" એવું જણાવે છે કે, આચાર્ય પાદલિપ્તસૂરિ ફૂલ ગાથાપતિ અને પ્રતિમાદેવીના પુત્ર હતા. તેઓ કોશલ દેશના રહીશ હતા. તેમનું નામ નાગેન્દ્ર હતું. આઠ વર્ષની ઉંમરે તેઓ આચાર્ય સંગમસિંહ પાસે દીક્ષા લઈ તેમના શિષ્ય બન્યા. તે આચાર્ય નાગહસ્તિના ગુરભાઈ હતા. મંડનગણી પાસે તેઓ ભણ્યા. દીક્ષાના દશ વર્ષ બાદ તેઓ આચાર્ય થયા)
# તેમની મંત્રાદિ શક્તિ વૈનેયિકી બુદ્ધિના દષ્ટાંતો આગમમાં આવે છે–
પ્રતિષ્ઠાનપુર નગરમાં મરંડ નામે રાજા હતો. ત્યાં પાદલિપ્તસૂરિ પધારેલા. કોઈ વખતે મુરુંડરાજાને અત્યંત શિરોવેદના થઈ. તેને કોઈ પણ ઔષધ, વિદ્યા, મંત્રાદિક વડે શમાવવા શક્તિમાન થયા નહીં. છેવટે રાજાએ પાદલિપ્ત સૂરિને બોલાવ્યા. તે આવ્યા ત્યારે તેમનો મોટો આદર સત્કાર કર્યો. બોલાવવાના કારણરૂપ શિરોવેદનાની હકીકત કહી. ત્યારે જે પ્રકારે કોઈપણ લોક ન જાણે તે રીતે મંત્રના ધ્યાનપૂર્વક પ્રાવરણ – ઓઢેલ વસ્ત્રની અંદર પોતાના જમણા જાનુની ઉપર, પડખે, ચોતરફ પોતાના જમણા હાથની અંગુલી જેમ જેમ ભમાવવા લાગ્યા, તેમ તેમ રાજાની શિરોવેદના દૂર થવા લાગી. પછી અનુક્રમે સમગ્ર શિરોવેદના દૂર થઈ. તેથી તે રાજા આચાર્યનો અતિ ઉપાસક થયો અને ઘણું ભક્તપાનાદિક તેમને આપવા લાગ્યો.
(ઉક્ત કથામાં પિંડનિર્યુક્તિના વૃત્તિકાર પ્રતિષ્ઠાનપુર લખ્યું છે આજ રાજાના બીજા કથાનકમાં નંદીસૂત્ર – વૃત્તિકાર પાટલિપુત્રનો મુડ રાજા એમ જણાવે છે. જો કે બંનેના વૃત્તિકાર મલયગિરિજી મહારાજ જ છે.)
પાટલિપુત્ર નગરમાં મરંડ નામે રાજા હતો. પોતાને જ્ઞાની માનતા કોઈએ તે રાજાની પર્ષદાની પરીક્ષા કરવા માટે જેનો અગ્રભાગ જાણી ન શકાય તેવું સૂતર, ઉપર નીચે સરખો ગોળદંડ, મીણથી લેપ કરેલો ગોળાકાર ડબ્બો મોકલ્યો, તેવા પ્રકારના જાણકાર નિષ્ણાતોને બતાવ્યા. ત્યારપછી અનુક્રમે વિહાર કરતાં પાદલિતાચાર્ય ત્યાં પધાર્યા. તેમને આ પદાર્થો બતાવ્યા.