SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા ૨૫૩ સમજીને ભગ્ર મનોરથવાળી થઈ હથેલી પર મુખ રાખી આર્તધ્યાનમાં ડૂબી ગઈ. ત્યારપછી તે ભદ્રામાતાએ બીજે દિવસે રાત્રિનું પ્રભાત થયું. ત્યારે, સહસ્રરશ્મિ સૂર્યનો ઉદય થયો ત્યારે અને જાજ્વલ્યમાન દિનકર પ્રકાશમાન થતાં દાસીને બોલાવી, બોલાવીને તેણીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તું જા અને વર-વહુને માટે મુખપ્રક્ષાલનની સામગ્રી (દાતણ-પાણી) લઈ જા. ત્યારે તે દાસીએ ભદ્રા સાર્થવાહીએ આ પ્રમાણે કહ્યું ત્યારે – “ઘણું સારું" એમ કહીને આ વાતને અંગીકાર કરી, કરીને મુખપ્રક્ષાલનની સામગ્રી ગ્રહણ કરી. ગ્રહણ કરીને જ્યાં વાસગૃહ હતું, ત્યાં પહોંચી, ત્યાં પહોંચીને સુકુમાલિકા દારિકાને ઉદાસીન થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબેલી જોઈ, જોઈને આ પ્રમાણે બોલી, હે દેવાનુપ્રિયે ! કયા કારણે ભગ્ર મનોરથા થઈને હથેલી પર મુખ રાંખીને તું આર્તધ્યાનમાં મગ્ન થઈને બેઠેલી છો ? ત્યારે તે સુકમાલિકા દારિકાએ તે દાસચેટીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે, તે દ્રમકપુરુષ મને સુખે સૂતેલી જોઈ મારી પાસેથી ઉયો, ઉઠીને વાસગૃહનું દ્વાર ખોલ્યું, ખોલીને મારમુક્ત કાકપક્ષીની માફક જે તરફથી આવ્યો હતો, તે તરફ ભાગી ગયો. ત્યારપછી પતિવ્રતા, પતિ અનુરક્તા એવી હું થોડીવાર પછી જાગી, તો પતિને પાસે ન જોઈને શય્યામાંથી ઉઠી અને તે દ્રમક પુરુષની ચારે તરફ બધી દિશાઓમાં માર્ગણા–ગવેષણા કરતા-કરતા વાસગૃહના દ્વારને ઉઘાડું જોયું, જોઈને મેં વિચાર્યું કે, તે ભાગી ગયો. તેથી હું ભગ્ન મનોરથા થઈને હથેળી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબેલી રહી છું. ત્યારે તે દાસી સમાલિકા દારિકાની આ વાત સાંભળીને જ્યાં સાગરદત્ત સાર્થવાહ હતા, ત્યાં આવી આવીને આ વૃત્તાંતનું સાગરદત્તને નિવેદન કર્યું. –૦- સુકુમાલિકા માટે દાન શાળા નિર્માણ : ત્યારે તે સાગરદત્ત પૂર્વવત્ સંભ્રાન્ત થઈને જ્યાં વાસગૃહ હતું ત્યાં આવ્યો, આવીને સુકમાલિકાને ખોળામાં બેસાડી, બેસાડીને તેણીનો આ પ્રમાણે કહ્યું, હે પુત્રી ! તું પૂર્વકૃત્ અને ભોગવ્યા વિના નહીં છૂટનારા એવા પાપકર્મોના અશુભ ફળને ભોગવી રહેલી છો. તેથી હે પુત્રી! તું ભગ્ન મનોરથા થઈને હથેળી પર મુખ રાખીને આર્તધ્યાનમાં મગ્ર ન બન, હે પુત્રી ! તું મારી ભોજનશાળામાં વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ભોજન તૈયાર કરાવ, કરાવીને ઘણાં જ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને ભિખારીઓને આપતી, અપાવતી, વિતરણ કરતી વિચરણ કર. –૦- ગોપાલિકા આર્યાના સાધ્વીને વશીકરણ માટે પૃચ્છા : તે કાળ અને તે સમયમાં ગોપાલિકા નામના બહુશ્રત આર્યાનું ઘણી જ શિષ્યાઓના પરિવારની સાથે ક્રમાનુક્રમથી ગ્રામાનુગ્રામ વિચરણ કરતા જ્યાં ચંપાનગરી હતી, ત્યાં આગમન થયું. ત્યાં આવીને યથાપ્રતિરૂપ અવગ્રહને ગ્રહણ કર્યો, કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ત્યારપછી તે ગોપાલિકા આર્યાના એક સંઘાટક (સાધ્વી યુગલ) જ્યાં ગોપાલિકા
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy