________________
૨૫૨
વસ્તુ ભિખારીને પાછી આપી.
ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ તે ભિખારીને અલંકાર કર્મ કરાવ્યું. કરાવીને શતપાક સહસ્રપાક તેલ વડે અન્ચંગન—મર્દન કરાવ્યું. તેમ કર્યા બાદ સુવાસિત ગંધ દ્રવ્યો વડે તેના શરીરનું ઉબટન કર્યું, કરીને ઉષ્ણોદક, ગંધોદક અને શીતોદક વડે સ્નાન કરાવ્યું, પછી પદ્મ સમાન સુકોમલ ગંધકાષાય વસ્ર વડે તેના શરીરને લુંછ્યું. લૂંછીને હંસ લક્ષણ શ્વેત પટ્ટશાટક – વસ્ત્રો પહેરાવ્યા. પછી સર્વ અલંકારો વડે વિભૂષિત કર્યો. વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચાર પ્રકારનું ભોજન કરાવ્યું. પછી ભોજન કરાવીને તેઓ તે ભિખારીને સાગરદત્તની પાસે લાવ્યા.
આગમ કથાનુયોગ-૪
ત્યારપછી સાગરદત્ત સાર્થવાહે સુકુમાલિકા દારિકાને સ્નાન કરાવડાવીને – યાવત્ – સર્વ અલંકારો વડે વિભૂષિત કરીને તે ભિખારી પુરુષને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આ મારી પુત્રી મને ઇષ્ટ—પ્રિય – યાવત્ – મણામ છે. તેને હું તારી પત્નીના રૂપમાં આપું છું. જેથી તું પણ કલ્યાણરૂપને કારણે ભાગ્યશાળી બની જઈશ, ત્યારે તે ભિખારી પુરુષ સાગરદત્તની વાતને સ્વીકારી, સ્વીકારીને સુકુમાલિકા દારિકાની સાથે વાસગૃહમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને સુકુમાલિકા દારિકા સાથે એક શય્યા પર સુતો.
દરિદ્રનું ત્યાંથી પલાયન થવું :—
ત્યારે તે દરિદ્ર પુરુષ સુકુમાલિકાના અંગ સ્પર્શનો એવા પ્રકારે અનુભવ કર્યો કે, જેમ કોઈ તલવાર હોય અથવા યાવત્ – તેનાથી પણ અમનોજ્ઞતર અંગ સ્પર્શનો અનુભવ કરવા લાગ્યો. ત્યારે તે દ્રમકપુરુષ સુકુમાલિકા દારિકાના તે અંગ સ્પર્શને સહન ન કરતો એવો વિવશ થઈને કેટલીક ક્ષણોને માટે ત્યાં પડ્યો રહ્યો. ત્યારપછી સુકુમાલિકા દારિકાને સુખપૂર્વક સુતેલી જાણી તે દ્રમકપુરુષ તેણીને પાસેથી ઉઠ્યો અને ઉઠીને જ્યાં પોતાની શય્યા હતી, ત્યાં આવ્યો, આવીને શય્યા પર સૂઈ ગયો.
ત્યારપછી તે પતિવ્રતા અને પતિમાં અનુરક્તા સુકુમાલિકા દારિકા કેટલોક સમય પછી જાગી, ત્યારે તેણીએ પતિને પોતાની પાસે ન જોઈને શય્યામાંથી ઉઠી, ઉઠીને જ્યાં તેમની શય્યા હતી ત્યાં આવી અને આવીને તે દ્રમકપુરુષની પાસે સૂઈ ગઈ. ત્યારે તે દ્રમક પુરુષે બીજી વખત પણ તે સુકુમાલિકા દારિકાનો આ અને આવા પ્રકારનો અંગ સ્પર્શ અનુભવ્યો – યાવત્ – તે વિવશ થઈને એક મુહૂર્ત સુધી એમને એમ ત્યાં પડી રહ્યો. ત્યારપછી તે દ્રમક પુરુષ સુકુમાલિકા દારિકાને સુખપૂર્વક સુતેલી જાણી શય્યામાંથી ઉઠ્યો, ઉઠીને વાસગૃહમાંથી નીકળ્યો. નીકળીને ફૂટેલ શકોરું—ભિક્ષાપાત્ર અને ઘડાનું ઠીકરું લઈને વધસ્થળથી અથવા વધિકના હાથેથી છૂટેલા કાક આદિ પક્ષીઓની માફક જે તરફથી આવ્યો હતો, ત્યાં જ ભાગ્યો.
-
101
101
-
સુકુમાલિકાની પુનઃ ચિંતા :
ત્યારપછી પતિવ્રતા અને પતિમાં અનુરક્ત તે સુકુમાલિકા કેટલોક સમય ગયા પછી જ્યારે જાગી ત્યારે પતિને પોતાની પાસે ન જોઈને શય્યામાંથી ઉઠી, ઉઠીને તે દ્રમકપુરુષની ચારે તરફ – બધી દિશાઓમાં માર્ગણા કરતા–કરતા તેણે વાસગૃહના દ્વારને ઉઘડેલું જોયું. જોઈને તે આ પ્રમાણે બોલી – તે દ્રમકપુરુષ તો ચાલ્યો ગયો અને આમ
B