________________
શ્રમણ કથા
૩૯
થોડાં જ કાળમાં આર્યરક્ષિતમુનિ નવ પૂર્વે ભણી ગયા. દશમાં પૂર્વને ભણવાનો આરંભ કર્યો. ત્યારે વજસ્વામીએ કહ્યું, આ પ્રમાણે પરિકર્મ છે. તે ઘણું જ સૂક્ષ્મ અને ગાઢ છે. તેણે ચોવીશ યવિક (અધ્યયનનો એક ભાગ વિશેષ) ગ્રહણ કર્યા. વજસ્વામીએ પણ તેટલું અધ્યયન કરાવ્યું.
આ તરફ આર્યરક્ષિતના માતાપિતા શોકમગ્ન થઈ ગયા. તેઓએ ફલ્યુરક્ષિતને કહ્યું કે, તું જા અને આર્યરક્ષિતને પાછા લઈ આવ. ફલ્યુરક્ષિત આર્યરક્ષિત પાસે ગયા. ત્યાં આર્યરક્ષિતે તેને બોધ પમાડ્યો. તેણે દીક્ષા ગ્રહણ કરી.
આર્યરક્ષિતે યવિકા અધ્યયન કરતાં ઘણી જ અધૃતિથી પૂછયું, હે ભગવન્! દશમું પૂર્વ હજી કેટલું બાકી છે ? ત્યારે વજસ્વામીએ બિંદુ–સમુદ્ર, સરસવ–મેરુ પર્વતનું દૃષ્ટાંત આપી સમજાવ્યું કે, હજી તો દશમા પૂર્વનું બિંદુ માત્ર અધ્યયન તમે કરેલ છે, સમુદ્ર જેટલું અધ્યયન કરવું બાકી છે. ત્યારે તે વિષાદગ્રસ્ત થઈ ગયા. તેણે વિચાર્યું કે આ દશમાં પૂર્વને પાર પામવાની મારામાં શક્તિ જ ક્યાં છે ? ત્યારે તેમણે પૂછ્યું કે, ભગવન્! હું જાઉ છું, આ મારા ભાઈ ફગુરક્ષિત આવેલ છે, તે ભણશે. આપ તેને ભણાવો. આ પ્રમાણે તે રોજ કહેવા લાગ્યા.
ત્યારે વજસ્વામીએ ઉપયોગ મૂક્યો કે, શું આ પૂર્વોનું જ્ઞાન મારી સાથે જ વિચ્છેદ પામશે ? ત્યારે તેમણે જાણ્યું કે, હવે મારું આયુષ્ય થોડું જ રહ્યું છે. આર્યરક્ષિત કરીને પાછા આવી શકશે નહીં. મારી સાથે જ આ દશમું પૂર્વ વિચ્છેદ થશે. ત્યારપછી તેમણે આર્યરક્ષિતને વિસર્જિત કર્યા. તેઓ પણ વિહાર કરતા દશપુર નગરે ગયા. ત્યાં તેના માતા–બહેન આદિ સર્વે સ્વજન વર્ગને દીક્ષા આપી. તેમના પિતા સોમદેવ પણ તેમના અનુરાગથી ત્યાં રહ્યા. પણ વેશ ગ્રહણ કર્યો નહીં.
સોમદેવને થયું કે, હું કઈ રીતે શ્રમણવ્રજ્યા ગ્રહણ કરું ? અહીં મારી પુત્રી, ભત્રીજી આદિ સ્વજનો છે, તેમની પાસે હું નગ્ન કઈ રીતે રહી શકું ? આચાર્ય ભગવંતે તેને ઘણું સમજાવ્યા કે, તમે દીક્ષા ગ્રહણ કરો ત્યારે તેણે કહ્યું કે, અહીં મારા સંબંધીઓ છે તેથી મને લજ્જા આવે છે. માટે જો મને બે વસ્ત્ર, કુંડિકા આદિ આપો, આર્યરક્ષિત તેમને હા કહી, ત્યારે તેમણે દીક્ષા લીધી. ત્યારપછી તેઓ ચરણ—કરણ–સ્વાધ્યાય આદિ ગ્રહણ કરવા લાગ્યા પણ કુંડિકા-જનોઈ ઉપાનહનો ત્યાગ ન કર્યો.
કોઈ દિવસે તેઓ ચૈત્યવંદન કરવા ગયા. ત્યારે આચાર્ય ભગવંતે પહેલાથી બાળકોની શીખવાડી રાખેલ. તેઓ બોલ્યા કે, ફક્ત એક છત્રીધારી સિવાય બધાને વંદન કરીએ. ત્યારે સોમદેવમુનિએ ચિંતવ્યું કે, આ બાળકો મારા પુત્ર-પૌત્ર બધાંને વંદન કરે છે, તો મને કેમ વંદન કરતા નથી. ત્યારપછી તે બોલ્યા કે, મને કેમ વંદન કરતા નથી ? શું મેં દીક્ષા લીધી નથી. બાળકો બોલ્યા કે, દીક્ષા લીધેલાને છત્ર ક્યાંથી હોય ? ત્યારે તેણે વિચાર્યું કે, આ લોકો મને પ્રતિચોદના કરી રહ્યા છે, તેનું કારણ છત્રી છે, તો હું છત્રીનો ત્યાગ કરું. ત્યારે પુત્રે કહ્યું, આ છત્રનું કોઈ પ્રયોજન નથી – છત્રી છોડી દે – તેમણે કબૂલ કર્યું પછી વિચાર્યું કે- જ્યારે ગરમી લાગશે ત્યારે કલ્પને ઉપર કરીશ.
ત્યારપછી તે બાળકોએ કહ્યું કે, આ કુંડિકા મૂકી દો. માત્રક લઈને સંજ્ઞાભૂમિ જવું