________________
શ્રમણી કથા
૨૪૯
અથવા બાણના અગ્રભાગનો સ્પર્શ હોય અથવા ભિંડીમાલાનો કે સૂચી કલાપનો કે વિંછીના આંકડાનો કે કપિકચ્છનો સ્પર્શ હોય.
અથવા તો ધગધગતા અગ્રિનો સ્પર્શ હોય કે ગરમગરમ રાખનો સ્પર્શ હોય અથવા અગ્રિવાળાનો કે અગ્રિ શિખાનો સ્પર્શ હોય અથવા અંગારાનો સ્પર્શ હોય કે પછી ચમચમાતા ઉવલ અગ્રિનો સ્પર્શ હોય.
તો શું આ સ્પર્શ આવો તીણ કે ઉષ્ણ હતો ?
ના, આ પદાર્થોનો સ્પર્શ પણ તે હસ્તસ્પર્શના અનુભવનું વર્ણન કરવાને સમર્થ નથી. તેના કરતા પણ અધિક અનિષ્ટર, એકાંતરૂપે અકંતતર, અપ્રિયતર, અમનોજ્ઞતર, અમનામતર તે હસ્ત સ્પર્શનો અનુભવ સાગર કરવા લાગ્યો.
જેના કારણે તે સાગર અનિચ્છાએ વિવશ થઈને તે હસ્તસ્પર્શનો અનુભવ કરતો મુહૂર્ત માત્રને માટે ત્યાં બેઠો.
ત્યારપછી સાગરદત્ત સાર્થવાહે સાગરપુત્રના માતા, પિતા, મિત્રો, જ્ઞાતિજનો, નિજી સ્વજનો, સંબંધીઓ, પરિવારજનોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારો વડે સત્કાર અને સન્માન કરીને વિદાય કર્યા.
ત્યારપછી સાગર સકમાલિકાની સાથે જ્યાં વાસગૃહ હતું, ત્યાં આવ્યો, આવીને સુકમાલિકા સાથે શય્યા પર સૂતો. ત્યારપછી તે સાગરપુત્રે સુકુમાલિકાના અંગ સ્પર્શનો એવો અનુભવ કર્યો, જેમ કોઈ તલવારનો સ્પર્શ હોય અથવા – યાવત્ – તેના કરતાં પણ અમનામતર અમનોજ્ઞતર અંગસ્પર્શનો અનુભવ કરવા લાગ્યો. ત્યારે તે સાગર સુકુમાલિકાના અંગસ્પર્શને સહન ન કરતો વિવશ થઈને મુહૂર્ત માત્ર જ ત્યાં રહી શક્યો.
ત્યારપછી તે સાગર સુકુમાલિકાને સુખપૂર્વક સુતેલી જાણીને સુકુમાલિકાની પાસેથી ખસ્યો, ખસીને જ્યાં પોતાની શય્યા હતી, ત્યાં આવ્યો, આવીને પોતાની શય્યા પર સૂઈ ગયો. ત્યારપછી તે પતિવ્રતા પતિમાં અનુરાગવાળી સુકુમાલિકા મુહૂર્ત માત્રમાં જાગવાથી પતિને પોતાની પાસે ન જોઈને શસ્યામાંથી ઉઠી, ઉઠીને જ્યાં તેની શય્યા હતી ત્યાં આવી, આવીને તેણી સાગરની પાસે સૂઈ ગઈ.
ત્યારે તે સાગરે સુકુમાલિકાનો પુનઃ બીજી વખત પણ એ જ પ્રમાણે એવો અંગ સ્પર્શ અનુભવ્યો – યાવત્ – અનિચ્છાપૂર્વક વિવશ થઈને એક મુહર્ત માત્રને માટે ત્યાં રોકાયો. પછી તે સાગર સુકુમાલિકાને સુખપૂર્વક સુતેલી જાણીને શય્યાથી ઉદ્યો, ઉઠીને તેણે વાસગૃહનું દ્વાર ઉઘાડ્યું, ઉઘાડીને વધસ્થાનથી મુક્તિ પામેલા કાક આદિ પક્ષીઓની માફક તે જે તરફથી આવ્યો હતો, તે જ દિશામાં ભાગી નીકળ્યો. -૦- સુકુમાલિકાની ચિંતા :
ત્યારપછી તે પતિવ્રતા પતિમાં અનુરક્ત સુકુમાલિકા કેટલીક ક્ષણો પછી જાગી તો પતિને પોતાની પાસે ન જોઈને શય્યા થકી ઉઠી અને ઉઠીને સાગરની બધી તરફ ચારે દિશાઓમાં માર્ગણા ગવેષણા કરતી વાસગૃહના દ્વારને ખુછું જોઈને આ પ્રમાણે બોલી – સાગર તો ચાલ્યો ગયો અને આ પ્રમાણે જાણીને અપહત મનસંકલ્પવાળી ઉદાસીન થઈને હથેલી પર મુખને રાખી આર્તધ્યાનમાં ડૂબી ગઈ.