________________
આગમ કથાનુયોગ–૪
શ્રેણિક નામે રાજા હતો. (વર્ણન સમજી લેવું.) તે શ્રેણિક રાજાને નંદા નામે એક રાણી હતી. (વર્ણન કરી લેવું.) જે સુનંદા નામે પ્રસિદ્ધ હતી. તેને અભયકુમાર નામે મહાબુદ્ધિશાળી પુત્ર હતો. (નંદા/સુનંદાનું ગૃહસ્થપણા સંબંધી કથાનક અભયકુમાર અને શ્રેણિક રાજાની કથામાં નોંધાયેલ હોવાથી અહીં ફરી લખેલ નથી. જુઓ કથા અભયકુમાર તથા કથા– શ્રેણિક. અહીં તો ફક્ત તેણીની દીક્ષા અને સિદ્ધિપદની પ્રાપ્તિનો જ ઉલ્લેખ કર્યો છે.)
શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરીએ પધાર્યા. પર્ષદા નીકળી. ત્યારે તે નંદાદેવી આ વૃત્તાંતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા. કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને યાન પર આરૂઢ થઈ.
નંદા/સુનંદાએ પદ્માવતી રાણીની માફક દીક્ષા લીધી – યાવત્ – અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વીસ વર્ષ પર્યંત શ્રમણ પર્યાયનું પાલન કર્યું. – યાવત્ – અંતકૃત્ કેલિ
સર્વદુઃખથી મુક્ત થયા.
૩૨૨
થઈને સિદ્ધ થયા યાવતુ ૦ આગમ સંદર્ભ :
—
નાયા. ૧૦:
નિર. પની ;
૦ આગમ સંદર્ભ
અંત. ૪૨ થી ૪૫;
—
--
અંત. ૪૨, ૪૪; આવ.ચૂ.૨૫ ૧૭૧;
- X — * —
૦ નંદવતી આદિ કથા :
નંદાની કથા અનુસાર જ નંદવતી (નંદમતી), નંદોત્તરા, નંદશ્રેણિકા, મરૂતા (મહતા), સુમરૂતા, મહામસૂતા, મરૂદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમના અને ભૂતદિત્રા એ બારે રાણીની કથા જાણવી.
-
અનુત્ત ર;
આવ.નિ. ૧૨૮૪ની વૃ;
== X - X
નિર. ૯;
૦ કાલી આદિ કથા ઃ
(શ્રેણિક રાજાની કાલી આદિ દશ રાણીઓ સંબંધી આ કથાનક છે. આ દર્શ રાણીઓએ ભગવંત મહાવીર સમીપે દીક્ષા ગ્રહણ કરી. રત્નાવલી આદિ વિવિધ પ્રકારના તપ કર્યા. અંતકૃત્ કેવલી થઈ, મોક્ષે પધાર્યા. તે આ પ્રમાણે
(૧) કાલી
(૨) સુકાલી (૫) સુકૃષ્ણા (૬) મહાકૃષ્ણા (૯) પિતૃસેનકૃષ્ણા અને – (૧૦) મહાસેનકૃષ્ણા. ૦ કાલી (રાણી) કથા :
-
તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં (શ્રેણિકનો પુત્ર) કોણિક નામે રાજા હતો. (વર્ણન સમજી લેવું).
તે ચંપાનગરીમાં શ્રેણિકરાજાની એક પત્ની અને કોણિક રાજાની લઘુમાતા કાલી નામની રાણી હતા, (વર્ણન સમજી લેવું) તેને કાલકુમાર પુત્ર હતો. કથા જુઓ “કાલ’. (શ્રેણીક રાજાની રાણી) નંદાની સમાન કાલી રાણીએ પણ દીક્ષા લીધી. – યાવત
(૩) મહાકાલી (૭) વીરકૃષ્ણા
(૪) કૃષ્ણા (૮) રામકૃષ્ણા