SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ આગમ કથાનુયોગ-૪ ઉભયકલ્પ યોગ્ય વજસ્વામીને કર્યા. જે અર્થો આચાર્યને પણ શંકિત હતા, તેનું રહસ્ય વજસ્વામીએ જણાવ્યું. જેટલા દૃષ્ટિવાદ પર્યતનું તેમને જ્ઞાન હતું, તેટલું બધું જ તેમણે ગ્રહણ કરી લીધું. ૦ વજસ્વામી દ્વારા અભ્યાસ અને પછી વિચરણ : ત્યારપછી તેઓ વિચરણ કરતા દશપુર ગયા. ઉજ્જૈનીમાં ભદ્રગુપ્તાચાર્ય હતા. તેઓ સ્થવિર કલ્પે રહેલા. તેઓ દૃષ્ટિવાદના જ્ઞાતા હતા. એક સંઘાટકસાધુ વજસ્વામીને આપીને તેમને ભણવા મોકલ્યા. તે રાત્રે–વહેલી સવારે ભદ્રગુપ્ત આચાર્યએ પણ સ્વપ્ન જોયું કે, મારા પાત્રામાં ભરેલી ખીર કોઈ આગંતુક આવીને પી ગયું અને તે સારી રીતે આશ્વાસિત થયા. સવારે તેમણે આ સ્વપ્ન પોતાના સાધુઓને કહ્યું, તેઓ આ સ્વપ્ન કંઈ જુદા–જુદો અર્થ જ કરવા લાગ્યા. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું, તમે સાચો અર્થ જાણતા નથી. હવે મારી પાસે એક મહેમાન સાધુ આવશે અને તે મારા સર્વ શ્રતને ગ્રહણ કરશે. ભદ્રગુણાચાર્ય વસતિની બહાર આવી ઊભા રહ્યા. તેટલામાં આર્યવને આવતા જોયા. સાંભળ્યા પ્રમાણે આ જ આર્યવજ હતા. ખુશ થઈને તેમને આવકાર્યા. ત્યારપછી આર્યવજ તેમની પાસેથી દશ પૂર્વ ભણ્યા. (તેથી આગળનું શ્રત તો સ્થૂલભદ્રસ્વામી પછી જ વિચ્છેદ પામેલું.) તેની અનુજ્ઞાનો અવસર આવ્યો ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું, જેમની પાસે ઉદ્દેશો લીધો હોય તેમની પાસે જ અનુજ્ઞા કરવી જોઈએ. તેથી તેઓ દશપુર પાછા આવ્યા. પછી આર્યવજનો અનુજ્ઞાનો આરંભ થયો. જ્યારે અનુજ્ઞામાં ઉપસ્થાપિત કરાયા ત્યારે છુંભક દેવો દિવ્ય એવા પુષ્પ અને ચૂર્ણ લઈને આવ્યા – (તેની વર્ષા કરી). પછી કોઈ વખતે આચાર્ય સિંહગિરિ વજસ્વામીને સાધુગણ સોંપીને ભક્ત પ્રત્યાખ્યાન કરી દેવલોકે ગયા. વજસ્વામી પણ ૫૦૦ અણગાર સાથે પરિવરીને વિચારવા લાગ્યા. તેઓ જ્યાં જ્યાં વિચરણ કરતા હતા, ત્યાં ત્યાં સર્વ સ્થળે તેમની ઉદાર કીર્તિ અને ગુણોની પ્રશંસા થવા લાગી. અહો ભગવન્અહો ભગવન્! થવા લાગ્યું. એ રીતે ભગવદ્ (વજસ્વામી) ભવ્યજનને બોધ કરતા વિચારવા લાગ્યા. ૦ શ્રેષ્ઠીપુત્રીને પ્રતિબોધ : આ તરફ પાટલીપુત્ર નગરમાં ધન શ્રેષ્ઠી હતો. તેની પુત્રી ઘણી રૂપવતી હતી. તેમની યાનશાળામાં સાધ્વીઓ રહેલા હતા. તેઓ વજસ્વામીના ગુણોની વારંવાર પ્રશંસા કરતા હતા. સ્વભાવથી જ લોક કામિત કામુક છે. તે શ્રેષ્ઠીની પુત્રી વિચારવા લાગી કે, જો તે મારા પતિ થાય તો હું તેમની સાથે ભોગો ભોગવું. મારે બીજાની સાથે ભોગનું શું પ્રયોજન છે. તેણીને સાધ્વીએ નિવારી ત્યારે તેણે કોઈ પ્રવ્રતિકાત્તાપસીને સાધી. પણ વજસ્વામી તેને પરણશે નહીં તેમ કહ્યું. ત્યારે તેણીએ કહ્યું કે, જો તે નહીં પરણે તો હું દીક્ષા લઈશ. વજસ્વામી પણ વિચરતા પાટલીપુત્ર પહોંચ્યા. ત્યારે પાટલીપુત્રનો રાજા પરિજન સહિત નીકળ્યો. તે પ્રવૃતિકા સ્પર્ધક સ્પર્ધકથી આવી. ત્યાં ઘણાં ઉદાર શરીરવાળા હતા. રાજાએ પૂછયું કે, આ જ ભગવનું વજસ્વામી છે? તેઓએ કહ્યું કે, આ વજસ્વામી
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy