________________
શ્રમણ કથા
૧૯૫
ન હોય. આ તેમના શિષ્ય છે. તે પ્રમાણે છેલ્લા વૃંદપર્યત પૂછયું, ત્યાં પ્રવિરણ સાધુ સહિત તેમને જોયા. રાજાએ તેમને વંદન કર્યા. વજસ્વામી તે ઉદ્યાનમાં રહ્યા. તેમણે ધર્મ કહ્યો.
- વજસ્વામી ક્ષીરાશ્રવલબ્ધિવાળા હતા. રાજા હતહૃદય થયો. તેણે બધો વૃત્તાંત અંતઃપુરને કહ્યો. તે સ્ત્રીઓ બોલી – અમે પણ જઈએ છીએ. આખું અંતઃપુર નીકળ્યું. ત્યારે તે શ્રેષ્ઠીપત્રી લોકોની પાસે આ બધું સાંભળી વજસ્વામી કેવા દેખાતા હશે, તે વિચારવા લાગી. બીજે દિવસે પિતાને વિનંતી કરી કે, મને વજસ્વામી સાથે પરણાવો. અન્યથા હું આત્મહત્યા કરીશ. ત્યારે સર્વાલંકારભૂષિત શરીરવાળી તેને કરાઈ. અનેક કોટિ ધન સહિત નીકળ્યા. વજસ્વામીએ ધર્મ કહ્યો.
લોકો કહેવા લાગ્યા કે, અહો ! આ વજસ્વામી સુસ્વરવાળા છે. સર્વગુણ સંપન્ન છે. માત્ર તે રૂપવિહીન હતા. જો રૂપવાનું હોત તો તે સર્વગુણ સંપત્તિયુક્ત હોત. વજસ્વામીએ તેમના મનોગત ભાવ જાણીને ત્યાં લાખ પાંદડીવાળું કમળ વિકુવ્યું. તેની ઉપર બેસીને અતિ સૌમ્યરૂપ વિકુવ્યું. તે દેવતા સદશરૂપ હતું. લોકોએ કહ્યું કે, આ તેમનું સ્વાભાવિકરૂપ છે. લોકમાં કોઈ તેમની ઇચ્છા ન કરે તે માટે સાતિશયથી વિરૂપ કરીને રહે છે. રાજાએ પણ કહ્યું, અહો ! ભગવદ્ રૂપવાનું પણ છે.
ત્યારે વજસ્વામીએ સાધુના ગુણોનું વર્ણન કર્યું. પછી અસંખ્યાત દ્વીપ–સમુદ્રો વિકુર્ચાત્યારપછી તે રૂપે ધર્મ કહ્યો. પછી શ્રેષ્ઠીને બોલાવ્યા. વજસ્વામીએ વિષયોની નિંદા કરી. જો મને ઇચ્છતી હો તો પ્રવ્રજિત થા. ત્યારે તેણે પ્રવજ્યા અંગીકાર કરી. તે ભગવંતે પદાનુસારિતાથી મહાપરિજ્ઞા અધ્યયન ભૂલાયું હતું, તે આકાશગામિની વિદ્યા વડે ઉદ્ધત કર્યું. તેથી તે ગગન ગમન લબ્ધિ સંપન્ન ભગવંત વજસ્વામી થયા. આ રીતે જેણે આકાશગામીની વિદ્યા વડે મહાપરિજ્ઞા અધ્યયન ઉદ્ધર્યું તે અપશ્ચિમ કૃતધર એવા વજસ્વામીને નમસ્કાર થાઓ. ૦ વજસ્વામી દ્વારા શાસન પ્રભાવના :
વજસ્વામી આવા ગુણો અને વિદ્યાથી મુક્ત થઈને પૂર્વ દેશથી ઉતરાપથ ગયા. ત્યાં દુકાળ પડ્યો, માર્ગ પણ ભૂલાઈ ગયો. ત્યારે સંઘે ઉપસ્થિત થઈને કહ્યું કે, અમને આ દૂકાળથી બચાવો. ત્યારે પટ્ટવિદ્યાથી એક પટ્ટને વિફર્યો. તેના પર સંઘને બેસાડ્યો. ત્યારે એક શય્યાતર ત્યાં આવ્યો. તેણે જોયું કે, સંઘ જાય છે. તેને થયું કે નક્કી કોઈ વિનાશ થવાનો છે, તેથી જ સંઘ જઈ રહ્યો છે. તેથી તેણે દાંતરડા વડે પોતાની શિખાને છેદીને કહ્યું, હે ભગવન્! હું પણ તમારો સાધર્મિક છું. ત્યારે તેણે પણ આ સૂત્ર યાદ કર્યું – જે સાધર્મિક વાત્સલ્યમાં ઉદ્યત છે, સ્વાધ્યાયમાં ઉદ્યત છે. ચરણ કરણ અને તીર્થપ્રભાવનામાં ઉદ્યત છે. પછી તે સાધર્મિકને પણ સાથે લઈ લીધો.
ત્યારપછી વજસ્વામી પુરિકા નગરી પહોંચ્યા. ત્યાં સુકાળ હતો. ત્યાં શ્રાવકો પણ ઘણાં હતા. માત્ર ત્યાં રાજા બૌદ્ધધર્મી હતો. તે તેના ધર્મને માનતા બધાં ઉપાસકોને ફૂલ અપાઈ જાય પછી વધે તો જ આપણા શ્રાવકોને આપે છે. પર્યુષણ આવ્યા ત્યારે તે રાજાએ જૈન શ્રાવકોને ફૂલ આપવાની મનાઈ ફરમાવી. શ્રાવકો ખિન્ન થઈ ગયા. તેમને પૂજા માટે એક પણ પુષ્પ ન મળ્યું. ત્યારે તેઓ બાલ–વૃદ્ધ આદિ સહિત વજસ્વામી પાસે