SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૧૭૫ # (આથી વિશેષ માહિતી ભદ્રગુણાચાર્ય વિશે અમને મળેલ નથી.) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૦૭૯ + ; આવ.યૂ.૧– ૩૯૪, ૪૦૩; ઉત્ત.નિ. ૯૭ + 9. – ૪ ૪ - ૦ ભદ્રબાહુ સ્વામી કથા : (કેટલાંક લોકો ભદ્રબાહુ-૧, ભદ્રબાહુ-ર થયાનું જણાવે છે. તેને માટેના કારણો આપે છે. પૂ.આગમોદ્ધારક આચાર્ય દેવ આનંદસાગરસૂરીજી આ વાતનો ઉલ્લેખ કરતા નથી, જેઓ કરે છે તેઓ બીજા ભદ્રબાહુ થયા તો તે કોણ ? ક્યારે થયા? આદિ વાતોની કોઈ સ્પષ્ટતા કરતા નથી જે પુણ્યવિજયજીને નામે બીજા ભદ્રબાપુની વાતો વહેતી હતી. બધાં જ વર્તમાનકાલીન તજજ્ઞોને અચાનક જ બીજા ભદ્રબાહુનું જ્ઞાન થઈ ગયું. તે પોતે પણ બૂકલ્પસૂત્ર ભાગ-૬ની પ્રસ્તાવનામાં સંદિગ્ધ જ છે. તેમના પાસે પણ કોઈ સ્પષ્ટ અને સચોટ પુરાવા નથી. બંને ભદ્રબાહુની કોઈ ગુરુ પરંપરા રજૂ કરાઈ નથી. જેઓ કલ્પસૂત્ર–વૃત્તિનો પાઠ આપે છે. તે વૃત્તિકારે તો યશોભદ્રના શિષ્ય ભદ્રબાનો જ ઉલ્લેખ કર્યો છે. વળી જે તર્કો રજૂ કરાયા છે. જેમાં મુખ્યત્વે નિર્યુક્તિકારની પ્રશસ્તિમાં તેમનું નામ કારણભૂત છે પણ એવા તર્ક તો આગમમાં અનેક કથામાં પણ ઉદ્દભવી શકે છે. માટે અમે એક જ ભદ્રબાહુ માનીને કથા રજૂ કરેલ છે. તત્ત્વ બહુશ્રુત જાણે) ભગવંત મહાવીરની પાટ પરંપરાનુસાર સુધર્માસ્વામીને પાટ સોંપાઈ, પછી તેમના શિષ્ય જંબૂસ્વામી થયા. તેમના શિષ્ય પ્રભવસ્વામી પાટે આવ્યા. પ્રભવસ્વામીના પટ્ટધર શય્યભવસ્વામી થયા. તેમના પટ્ટધર યશોભદ્ર થયા. આર્ય યશોભદ્રના બે સ્થવિર શિષ્યો થયા – એક માઢર ગોત્રવાળા આર્ય સંભૂતિવિજય અને બીજા પ્રાચીન ગોત્રવાળા આર્ય ભદ્રબાહુ નામે સ્થવિર. 6 ભદ્રબાહુ અને વરાહમિહિરનો પ્રબંધ : પ્રતિષ્ઠાનપુર નગરમાં બ્રાહ્મણ જાતિના વરાહમિહિર અને ભદ્રબાહુ નામે બે ભાઈઓએ દીક્ષા લીધી. ગુરુ મહારાજે ભદ્રબાહુને યોગ્ય જાણી આચાર્ય પદવી આપી. તેથી વરાહમિહિરને ઇર્ષ્યા આવી. તેણે રોષાયમાન થઈ દીક્ષા છોડી દીધી. પાછો બ્રાહ્મણવેષ ધારણ કર્યો. તેણે વારાહીસંહિતા નામે ગ્રંથ બનાવી લોકોનાં નિમિત્ત જોવા દ્વારા આજીવિકા ચલાવવા લાગ્યો. લોકોમાં પણ પોતાની પ્રસિદ્ધિ કરી કહેવા લાગ્યો કે મેં એક વખત જંગલમાં પત્થર ઉપર સિંહલગ્ન આલેખેલ હતું અને ભૂલથી તે લગ્નને ભૂસ્યા વગર ઘેર ચાલ્યો ગયો. રાત્રે સૂતી વખતે મને યાદ આવ્યું. લગ્ન પરત્વેની ભક્તિથી ત્યાં ગયો. ત્યારે લગ્ન ઉપર ઉભેલો એક સિંહ જોયો. છતાં મેં હિંમત કરી તે સિંહની નીચે હાથ નાખી લગ્નને ભૂંસી નાંખ્યું. મારી ભક્તિ જોઈને સિંહલગ્નનો સ્વામી સૂર્ય મને સર્વે ગ્રહોનો ચાર દેખાડ્યો. તે જ્યોતિન્ના બળથી હું ત્રણે કાળની વાત જાણું છું. એક વખત વરાહમિહિરે રાજા આગળ કુંડાળું આલેખીને કહ્યું કે, આકાશમાંથી આ કુંડાળાની વચમાં બાવન પલ પ્રમાણવાળો મત્સ્ય પડશે. આ વખતે તે નગરમાં બિરાજતા ભદ્રબાહસ્વામીએ કહ્યું કે, આકાશથી પડતાં માર્ગમાં અર્ધ પલ શોષાઈ જશે, તેથી તે મત્સ્ય સાડા એકાવન પલ પ્રમાણ થઈ જશે. વળી તે કુંડાળાની મધ્યે ન પડતા કાંઠે પડશે. શ્રી ભદ્રબાહુસ્વામીના કહેવા મુજબ મત્સ્ય પડ્યો, તેથી લોકોમાં તેમના જ્ઞાનની પ્રશંસા થઈ.
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy