________________
૧૭૪
આગમ કથાનુયોગ-૪
૦ આગમ સંદર્ભ :મરણ. ૫૦૦; ઉત્ત.નિ ૧૧૬ + વૃ
ઉત્ત ચૂદ ૭૯; – ૪ – ૪ – ૦ ભદ્રગુણાચાર્ય કથા :
ઉજૈનીમાં ભદ્રગુપ્ત નામના આચાર્ય વિરકલ્પસ્થિત હતા. તેઓ દષ્ટિવાદ (દશપૂર્વના) જ્ઞાતા હતા. જ્યારે આર્યવજ (વજસ્વામી)ને ગુરુએ કહ્યું કે, તમે ઉજ્જૈની જાઓ, ત્યાં ભદ્રગુપ્તાચાર્ય દૃષ્ટિવાદના ધારક છે, તેમની પાસે અધ્યયન કરો. તેમને એક સંઘાટક સાધુ આપ્યા. તેઓ ઉજ્જૈની ગયા ત્યારે પૂર્વ રાત્રિએ ભદ્રગુપ્તાચાર્યને વહેલા પ્રભાતકાળે સ્વપ્ન આવ્યું. તે પ્રભાતે તેમણે તેમના શિષ્યોને કહ્યું કે, મારું પાત્ર ખીરથી ભરેલું હતું. કોઈ અહીં આવ્યું, મારા હાથમાંથી પાત્ર લઈ બધી ખીર પી ગયા. પછી તૃપ્ત થઈને અત્યંત પ્રમોદ પામ્યા. આ મારા સ્વપ્ન પરથી મને એમ લાગે છે કે, કોઈ મહાપ્રજ્ઞાવાન્ સાધુ આજે મારી પાસે આવશે અને બધું જ શ્રત ગ્રહણ કરી જશે.
જ્યારે ભદ્રગુપ્તાચાર્યે શિષ્યોને કહ્યું કે, મને આવું સ્વપ્ન આવ્યું છે. ત્યારે તેઓ વિચારવા લાગેલા કે, ગુરુજીના આવા સ્વપ્નોનું ફળ શું હોઈ શકે ? પછી પરસ્પર તેના ફળની વિચારણા કરતા હતા, પણ તેઓ અજ્ઞાનતાથી સાચો નિર્ણય કરી શકતા ન હતા. ત્યારે ભદ્રગુપ્તાચાર્યએ કહેલું કે, તમે સાચો અર્થ જાણતા નથી. આજે કોઈ આગંતુક આવીને મારા સર્વ સૂત્ર–અર્થને ગ્રહણ કરી જશે. ભદ્રગુણાચાર્ય બહાર નજર કરતા હતા, ત્યાં તો આર્ય વજ ત્યાં આવ્યા. તેમણે જોયું કે આતો મૃત–પૂર્વ એવા તે વજ છે. સંતુષ્ટ થઈને તેની ઉપબૃહણા કરી. ત્યારપછી આર્યવજ બધું જ ભણ્યા. ત્યારે અનુજ્ઞા નિમિત્તે
જ્યારે ઉદ્દેશ આવ્યો ત્યારે તેઓ બોલ્યા કે, જ્યાં દૃષ્ટિવાદનો ઉદ્દેશો કર્યો હોય ત્યાં જ અનુજ્ઞા કરવી.
જ્યારે આર્યરક્ષિત દૃષ્ટિવાદ ભણવા માટે આર્ય વજ પાસે જઈ રહ્યા હતા. ત્યારે વિહાર કરતા માર્ગમાં ઉજ્જૈની પહોંચ્યા. ત્યારે તેઓ ભદ્રગુપ્ત સ્થવિર (આચાર્ય) પાસે આવ્યા. ત્યારે ભદ્રગુપ્તાચાર્યએ પણ તેની અનુપબૃહણા કરતા કહ્યું કે, તમે ધન્ય છો, કૃતાર્થ છો કે દૃષ્ટિવાદ ભણવા જઈ રહ્યા છો. હું સંલેખિત શરીરવાળો છું. મારે કોઈ નિર્યાપક નથી. તો તું મારો નિર્યાપક થા, મને નિર્ધામણા કરાવીને પછી જજે. આર્યરક્ષિત પણ તે વાત કબૂલ કરી. તેઓએ કાળ કરતી વેળાએ આર્યરક્ષિતને કહ્યું કે, તું વજસ્વામીની સાથે રહેતો નહીં. અલગ ઉપાશ્રયે રહેજે અને અધ્યયન કરજે. જે તેમની સાથે એક રાત્રિ પણ રહેશે, તે સાધુ તેની સાથે જ મૃત્યુ પામશે.
જ્યારે વજસ્વામીએ આર્યરક્ષિતને પૂછયું કે, ભણવા આવ્યા છો, તો અલગ કેમ ઉતર્યા છો. ત્યારે તેમણે જણાવ્યું કે, ક્ષમાશ્રમણ ભદ્રગુપ્ત સ્થવિરે મને કહ્યું છે કે, સાથે રહીને ભણતો નહીં. ત્યારે વજસ્વામીએ પણ જ્ઞાનનો ઉપયોગ મૂકી સત્ય વૃત્તાંત જાણ્યું. કહ્યું કે, સુંદર, નિષ્કારણ આચાર્યો કદી કંઈ કહેતા નથી. ભદ્રગુપ્તાચાર્યે કહ્યું તે બિરોબર છે.