________________
શ્રમણી કથા
-
ત્યારબાદ તે સુભદ્રા સાર્થવાહી મિત્રો, જ્ઞાતિજનો નિજકયાવત્ સંબંધીજનોથી પરિવરીને સર્વઋદ્ધિ – યાવત્ – વાદ્ય નાદોની સાથે વારાણસી નગરીના મધ્યભાગમાંથી થઈને સુવ્રતા આર્યાના ઉપાશ્રયમાં આવી, આવીને પુરુષ સહસ્રવાહિની શિબિકા ઊભી રાખી, સુભદ્રા સાર્થવાહી શિબિકામાંથી નીચે ઉતરી.
ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ સુભદ્રા સાર્થવાહીને આગળ કરીને જ્યાં સુવ્રતા આર્યા હતા ત્યાં આવ્યો. આવીને સુવ્રતા આર્યાને વંદન—નમસ્કાર કર્યા. વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! મારી પત્ની સુભદ્રા સાર્થવાહી મને ઇષ્ટ અને કાંત છે યાવતુ વાત પિત કફજન્ય કે સાત્રિપાતિક વિવિધ રોગ અને આતંક તેણીને સ્પર્શ ન કરી શકે તે માટે હું પ્રયત્નશીલ રહ્યો છું. હવે આ દેવાનુપ્રિયા સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મમરણથી ભયભીત થઈને આપ દેવાનુપ્રિયોની પાસે મુંડિત થઈને – યાવત્ – દીક્ષા લેવા ઇચ્છે છે. તેથી હું આને આપ દેવાનુપ્રિયોને શિષ્યા ભિક્ષાના રૂપમાં આપું છું, આપ દેવાનુપ્રિયો ! આ શિષ્યાભિક્ષાનો સ્વીકાર કરો.
હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી સુવ્રતા આર્યાના આ કથનને સાંભળીને તે સુભદ્રા સાર્થવાહી હર્ષિત થઈને સ્વયં જ આભરણ, માળા, અલંકારોને ઉતારે છે, ઉતારીને સ્વયં જ પંચમુષ્ટિક લોચ કરે છે. લોચ કરીને જ્યાં સુવ્રતા આર્યા હતા ત્યાં આવે છે. આવીને સુવ્રતા આર્યાને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, વંદનનમસ્કાર કરે છે, વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આ સંસાર આદીસ છે - યાવત્ -દેવાનંદાની માફક તેણી પ્રવ્રુજિત થઈ યાવત્ – આર્યા થઈ ગઈ – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી થઈ ગયા.
૦ સુભદ્રા આર્યા દ્વારા બાળકો સાથે ક્રીડા :
-
TOP
-
----
-
૩૪૧
ત્યારપછી તે સુભદ્રા આર્યા કોઈ સમયે ગૃહસ્થોના બાળક—બાલિકામાં સમ્મોહિત
- યાવત્ - આસક્ત થઈને તે બાળકોના શરીરનું અવ્યંગન, ઉબટન કરતા, પ્રાસુક જળ
-
લાવતા, હાથ–પગ રંગતા, કંકણ, અંજન, વર્ણક—ચુર્ણક કરતા, રમકડાં આપતા, ખાદ્ય સામગ્રી લાવતા, ખીર આપતા, પુષ્પો વગેરે શોધતા અને શોધીને ગૃહસ્થોના પુત્ર— પુત્રીઓમાં કુમાર—કુમારિકાઓમાંથી અને નાના બાળક–બાલિકાઓમાંથી—
કોઈને માલિશ કરતા, કોઈને ઉબટન કરતા, કોઈને પ્રાસુકજળ વડે સ્નાન કરાવતા, કોઈના હાથ–પગ રંગતા, કોઈને કાજળ લગાવતા, કોઈને તિલક કરતા, કોઈને ટીકી લગાવતા, કોઈને ઝૂલાવતા, ક્યારેક તેમને એક પંક્તિમાં ઊભા રાખતા, ક્યારેક અલગ—અલગ ઊભા કરતા, કોઈના શરીર પર વર્ણક કે ચૂર્ણક લગાવતા, કોઈને રમકડાં આપતા, કોઈને ખાજા ખવડાવતા, કોઈને દૂધ પીવડાવતા, કોઈને પુષ્પમાળા પહેરાવતા, કોઈ કોઈને પોતાના પગ, જાંઘ, સાથળ, ખોળો, કમર, પીઠ, છાતી, ખભા કે મસ્તક પર બેસાડતા કોઈને હથેળીમાં રાખી હુલરાવતા, ઉચ્ચ સ્વરે ગાતા અને એ રીતે તેણી પુત્રની, પુત્રની, દોહિત્રની, દોહિત્રીની લાલસાને અનુભવતા વિચરતા હતા. ૦ આર્યા દ્વારા સુભદ્રાને બાલક્રીડાનો નિષેધ કરવો :
ત્યારે તે સુવ્રતા આર્યાએ સુભદ્રા આર્યન (આવી પ્રવૃત્તિ કરતા જોઈને) આ