________________
૩૪૨
આગમ કથાનુયોગ-૪
પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! આપણે ઇર્યાસમિતિ આદિ સમિતીઓથી સમિત – યાવતું – ગુપ્તબ્રહ્મચારિણી એવા નિગ્રંથી-શ્રમણીએ છીએ. તેથી આપણે શિશુક્રીડા આદિ લૌકિક કાર્યો કરવા કલ્પતા નથી. હે દેવાનુપ્રિયે! તું ગૃહસ્થોના બાળકોમાં સંમોહિત – વાવ – અધ્યપપન્ન થઈને એન્જંગન – યાવત્ – પૌત્રાદિની લાલસાનો અનુભવ કરતી જે વિચરી રહી છો તેનું હે દેવાનુપ્રિયે ! (ત્યાગ કર) હવે તું આ સ્થાન (સાવદ્ય કાર્ય)ની આલોચના કર – યાવત્ – પ્રાયશ્ચિત્ત અંગીકાર કર.
સુવ્રતા આર્યાએ આ પ્રકારે નિષેધ કર્યા પછી પણ તે સુભદ્રા આર્યાએ સુવ્રતા આર્યાના આ કથનનો આદર ન કર્યો, તે વાત પર ધ્યાન ન આપ્યું. પરંતુ અનાદર કરતા, ઉપેક્ષા કરતા વિચારવા લાગી. ત્યારે તે નિગ્રંથી–શ્રમણીઓ સુભદ્રા આર્યાની હીલના, નિંદ, હિંસા, ગઠ્ઠ કરવા લાગી અને વારંવાર આ કાર્ય કરવાથી રોકવા લાગી. ૦ સુભદ્રાનો અલગ નિવાસ :
ત્યારપછી તે નિર્ચથી શ્રમણી સુવ્રતા આદિ આર્થીઓ દ્વારા આ પ્રમાણે હીલના – થાવત્ – વારંવાર આ કાર્યથી રોકતા હોવાને કારણે તે સુભદ્રા આર્યાને આ આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, જ્યારે હું ગૃહવાસમાં રહેતી હતી ત્યારે હું સ્વાધીન હતી. પરંતુ જ્યારથી હું મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગારિત્વમાં પ્રવ્રજિત થઈ છું. ત્યારથી હું પરવશ થઈ ગઈ છું. પહેલા આ શ્રમણી નિગ્રંથીઓ મારો આદર કરતી હતી, મારા તરફ ધ્યાન આપતા હતા પણ હવે તેઓ મારો આદર કરતા નથી કે મારી તરફ ધ્યાન આપતા નથી.
– તેથી મારા માટે શ્રેયસ્કર થશે કે કાલે – યાવત્ – સૂર્ય પ્રકાશમાન થયા પછી – સુવ્રતા આર્યાની પાસેથી નીકળીને અલગ એકલી ઉપાશ્રયમાં જઈને રહું. આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો. વિચાર કરીને કાલે – યાવત્ – સૂર્ય પ્રકાશિત થયા પછી સુવતા આર્યાની પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં જઈને એકલા વિચરવા લાગ્યા. ત્યારબાદ તે સુભદ્રા આર્યા અનિવારિત, નિરંકુશ, સ્વછંદ મતિ થઈને ગૃહસ્થોના બાળકોમાં સંમોહિત – યાવત્ – અવ્યંગન આદિ અને – યાવત્ – દોહિત્રી લાલસાને પૂર્ણ કરતા વિચરવા લાગ્યા. ૦ સુભદ્રાની સંલેખના અને બહુપુત્રિકાદેવીરૂપે ઉપપાત :
ત્યારપછી તે સુભદ્રા પાર્શ્વસ્થા અને પાર્થસ્થવિહારિણી, અવસન્ન અને અવસન્ન વિારિણી, કુશીલ અને કુશીલ વિહારિણી, સંસક્ત અને સંસક્ત વિહારિણી, યથાવૃંદા અને યથાશૃંદા વિહારિણી થઈ ગયા. ઘણાં વર્ષો સુધી તેણીએ શ્રમણીપર્યાયનું પાલન કર્યું પાલન કરીને અંતે અર્ધમાસિક સંલેખના દ્વારા આત્માને સેવિત કરીને, ત્રીશ ભક્તોનું અનશન દ્વારા છેદન કરી, તે સ્થાનની (સાવદ્ય પ્રવૃત્તિની) આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલમાસમાં કાળ કરીને સૌધર્મકલ્પમાં બહુપુત્રિકા વિમાનમાં ઉપધાનસભામાં દેવદુષ્યથી આચ્છાદિત દેવશયનીય શય્યામાં અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર જઘન્ય અવગાહનાવાળી બહુપત્રિકા દેવીરૂપે ઉત્પન્ન થઈ.
ત્યારપછી તત્કાલ ઉત્પન્ન થયેલી તે બહુપુત્રિકાદેવી શરીર પર્યાતિ – યાવત્ –