________________
શ્રમણી કથા
૩૪૩
ભાષામનરૂપ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત થઈ ગઈ. આ પ્રમાણે છે ગૌતમ ! બહુપુત્રિકાદેવીએ તે દિવ્યદ્ધિને – યાવત્ – પ્રાપ્ત કરી છે. ૦ બહુપુત્રિકા નામનું રહસ્ય – તેની સ્થિતિ :
હે ભદંત ! કયા કારણથી તેણીને બહુપુત્રિકાદેવી નામથી બોલાવાય છે ? હે ગૌતમ ! આ બહુપુત્રિકાદેવી જ્યારે જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર ઇન્દ્રની પાસે ઉપસ્થિત થાય છે, ત્યારે ત્યારે તે ઘણાં જ બાળક-બાલિકા, કિશોર-કિશોરીઓ આદિની વિદુર્વણા કરે છે. વિક્ર્વણા કરીને જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક્ર છે, ત્યાં આવે છે, આવીને દેવેન્દ્ર દેવરાજ શક્રની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ પ્રદર્શિત કરે છે. તેથી તે બહુપત્રિકાદેવી કહેવાય છે.
હે ભગવન્! બહુપુત્રિકા દેવીની કેટલા કાળની સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! બહુપુત્રિકા દેવીની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે.
હે ભગવન્! તે બહુપુત્રિકાદેવી આયુક્ષય, સ્થિતિ ક્ષય અને ભવય થયા પછી અનંતર તે દેવલોકથી ચવીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે બહુપુત્રિકા દેવી આ જ જંબૂઢીપના ભારતવર્ષમાં વિંધ્યગિરિની તળેટીમાં બેભેલ સંનિવેશમાં બ્રાહ્મણ કુળમાં કન્યારૂપે જન્મ લેશે. ૦ સોમાનો ભવ :
ત્યારપછી તે બાલિકાના માતાપિતા અગિયાર દિવસ વીત્યા પછી – યાવતું – બારમાં દિવસે આ આવા પ્રકારનું નામકરણ કરશે – અમારી આ બાલિકાનું નામ “સોમા" થાઓ.
ત્યારપછી તે સોમા બાલ્યભાવને છોડીને સજ્ઞાન અવસ્થા સહિત યૌવનભાવને પ્રાપ્ત થઈને રૂપ, યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ – યાવત્ – ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. ત્યારપછી માતાપિતા બાલ્યાવસ્થાને પાર કરીને યૌવનાવસ્થામાં પ્રવેશેલી અને વિષયસુખથી અભિજ્ઞા જાણીને તે સોમા દારિકાને યથાયોગ્ય શુલ્ક દહેજ અને યથાયોગ્ય પ્રિય વચનની સાથે પોતાના ભાણેજ રાષ્ટ્રકૂટને પનીરૂપે સોંપશે અર્થાત્ તેની સાથે વિવાહ કરી દેશે.
તે સોમા તેની ઇષ્ટા, કાંતા, વલ્લભા – યાવત્ – આભૂષણના કરંડક સમાન, તેલની વાપિકા સમાન, સુરક્ષિત વસ્ત્રોની પેટી સમાન, સુપરિગ્રહિત, રત્નકરંડકની સમાન સુરક્ષિત અને સુસંગોપિત પત્ની થશે અને તે રાષ્ટ્રકૂટ એ ધ્યાન રાખશે કે તેણીને શીત – યાવતુ – વિવિધ રોગ અને આતંક સ્પર્શી ન શકે. ૦ બાળકોથી પરેશાન સોમા દ્વારા વંધ્યત્વ પ્રશંસા –
ત્યારપછી તે સોમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભોગપભોગ ભોગવતી પ્રત્યેક વર્ષે એક સંતાન યુગલને જન્મ આપીને સોળ વર્ષમાં બત્રીશ બાળકોને જન્મ આપશે.
ત્યારે તે સોમા બ્રાહ્મણી ઘણાં પુત્રો-પુત્રીઓ, કુમાર-કુમારીઓ, બાળક–બાલિકાઓમાંથી કોઈના ઉત્તાન શયનથી, કોઈના ચીતક્રાસહ રૂદનથી, કોઈની સ્તન પાનની ઇચ્છાથી, કોઈના દૂધ માંગવાથી, કોઈના રમકડાં માંગવાથી, કોઈ દ્વારા ખાવાનું માંગવાથી, કોઈના પડવા-આખડવાથી, કોઈ દ્વારા ખાજા માંગવાથી, કોઈ દ્વારા પાણી માંગવાથી, કોઈ દ્વારા