________________
૧૧૨
આગમ કથાનુયોગ-૪
છે, એ વાત પર ઝલ્લરી વગાડો.
ત્યારે વળી બીજો કોઈ ધનપતિ બોલ્યો કે, એક આઢક પ્રમાણ વાવેલા તલમાંથી નવા ઉત્પન્ન થયેલા અનેક સેંકડો પ્રમાણ તલના દરેકે દરેક તલ ઉપર લાખ લાખ પ્રમાણ મુદ્રા મૂકો – તેટલું ધન મારી પાસે છે, તો મારી ઝલ્લરી વગાડો. આ પ્રમાણે સર્વે ધનપતિ મદ્યપાનથી ઉન્મત્ત થઈ, પોતપોતાની પાસે જે કંઈ ધન ધાન્યાદિક હતા, તે સર્વેનું વર્ણન કરી દીધું. આ પ્રમાણે ચાણક્ય તે સર્વેની સમૃદ્ધિ જાણીને જેની પાસેથી જેટલું યોગ્ય લાગે તેટલું ધન મેળવી રાજ્યકોષને ખૂબ જ વૃદ્ધિ પમાયો. આ હતી ચાણક્યની પારિણામિકી બુદ્ધિ.
કોઈ સમયે તેમના રાજ્યમાં દુષ્કાળ પડ્યો. ત્યારે સુસ્થિત નામે આચાર્ય ભગવંત વૃદ્ધાવસ્થાને કારણે જંઘાબળથી રહિત હોવાથી ત્યાં રોકાયેલા હતા. પોતાના શિષ્યોને તેમણે વિહાર કરાવ્યો. ત્યારે સમૃદ્ધ નામના શિષ્યને સૂરિપદે સ્થાપ્યા, તેમને એકાંતમાં યોનિપ્રાભૃત શીખવવાનું શરૂ કર્યું. તે સમયે બે નાના સાધુ હતા, તેઓ અધ્યયન વેળા કંઈ મંત્રાદિને જાણી ગયેલા. અંજનવિધિથી અદૃશ્ય થવાનું શીખી ગયા. વિહાર કર્યા બાદ તેઓ ગુરુનો વિરહ સહન ન થવાથી પાછા ફર્યા. તે સમયે આચાર્ય ભગવંત ભિક્ષા લેવા જવા લાગ્યા. પછી તે ભિક્ષામાંથી પહેલાં શિષ્યોને આપી જે કંઈ પરિમિત વધે તે પોતે વાપરતા હતા. તેમ કરતા દુર્બળ થયા.
શિષ્યોથી ગરમહારાજની પરેશાની સહન થઈ ત્યારે અદશ્ય અંજન આંજી રોજ ચંદ્રગુપ્તના મહેલમાં જવા લાગ્યા. રાજા ભોજન કરે ત્યારે ગુપ્તપણે પોતે ભોજન કરવા લાગ્યા. રાજાના ભાજનમાં પૂરતું ભોજન આવવા છતાં તે ભૂખ્યો રહેવા લાગ્યો. ચાણક્ય તેને પૂછયું કે, શું કારણ છે ? રાજાએ કહ્યું, મારો આહાર કોઈ હરી જાય છે. ત્યારે ચાણક્ય તેની બુદ્ધિથી નિર્ણય કર્યો કે નક્કી કોઈ અદશ્ય અંજન આંજીને રાજા સાથે ભોજન કરતું લાગે છે. તેથી તેણે ઇંટનું ચૂર્ણ પાથર્યું, તેમાં મનુષ્યના પગલાં પડેલા જોયા. તેથી નિશ્ચય કર્યો કે કોઈ અંજનસિદ્ધ અહીં આવે છે. ધૂમાડો ઉત્પન્ન કર્યો. અંજન અશ્રુ વાટે વહી જવાથી બે નાના સાધુ પ્રગટ થયા.
રાજા ચંદ્રગુપ્ત તેમને જોઈને જુગુપ્સા કરવા લાગ્યો. ત્યારે ચાણક્ય પ્રવચન ઉડ્ડાહ રોકવા રાજાને કહ્યું, તું કૃતાર્થ થયો કે, બાલ્યકાળથી પાલન કરેલા વ્રતવાળા સાથે તે ભોજન કર્યું. ત્યારપછી આચાર્ય ભગવંત પાસે જઈને શિષ્યોને ઉપાલંભ આપ્યો. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, તમારા સમાન રાજ્યપાલક હોવા છતાં આ સાધુઓ સુધાથી પીડાઈને નિર્ધર્મ બને તો તમારો પણ અપરાધ છે ત્યારે ચાણક્યે પગે પડીને ક્ષમા માંગી, કહ્યું કે, હવેથી પ્રવચનની સર્વ ચિંતા હું કરીશ.
ત્યારપછી ઘણાં લોકોનો વિરોધ પામેલા રાજાને કોઈ ઝેર ખવડાવી ન દે તે માટે, રાજાને ખબર ન પડે તેમ તેના શરીરમાં ચાણક્ય ઝેરને ભાવિત કરવા લાગ્યો. જેથી દુર્જનો તેના પર ઝેરનો પ્રયોગ કરે તો પણ તે ઝેર રાજાનો પરાભવ ન કરી શકે. દરરોજ ચાણક્ય પાસે હોય ત્યારે જ રાજા ભોજન કરે. કોઈ વખતે ચાણક્યની હાજરી ન હતી અને ચંદ્રગુપ્ત ઇચ્છા કરી કે, હું ગર્ભવતી રાણી સાથે ભોજન કર્યું. આ