________________
શ્રમણ કથા
૧૧૧
જોવા મળી, તેના પ્રભાવથી નગરનું પતન થતું ન હતું. ત્યારે માયા વડે તેનું ઉત્થાપન કરીને નગરને સ્વાધીન કર્યું. પછી પાટલીપુત્રને ઘેરો ઘાલ્યો. સંગ્રામ ચાલવા લાગ્યો. આ રીતે કેટલાંક સમયે નંદરાજાનું સૈન્ય ભંગ થયું.
પછી નંદરાજાએ ધર્મકાર શોધ્યું. એક રથમાં જેટલું સમાઈ શકે તેટલું ધનઝવેરાત આદિ લીધું. બે પત્ની, એક કન્યા અને કેટલુંક દ્રવ્ય લઈ નીકળ્યો. તે કન્યાએ ચંદ્રગુપ્તને જોયો. ત્યારે પિતાએ તેની સાથે જવા માટે અનુમતિ આપી. કન્યા જેવી રથ પર ચડવા ગઈ કે તેટલામાં જ ચંદ્રગુપ્તના રથના નવ આરા ક્ષણવારમાં ભાંગી ગયા. ત્યારે ત્રિદંડીએ તેને કહ્યું કે તું તેને રોકીશ નહીં. નવ પુરૂષયુગ સુધી તારો વંશ ચાલુ રહેશે.
ત્યારપછી રાજ્યના બે વિભાગ કર્યા અને વહેંચી લીધા. ત્યાં આગળ મહેલમાં વિષભાવિત દેહવાળી નંદરાજાની પુત્રી હતી. પર્વતક રાજાએ તેની ઇચ્છા કરી, એટલે તેણી તેને આપી દીધી. વિવાહ વિધિ શરૂ કરી. મધ્યમાં અગ્નિ પ્રગટાવ્યો. પ્રદક્ષિણા કરતા રાજાના શરીરમાં ઝેર વ્યાપવા લાગ્યું. તેને મરણવેદના થવા લાગી. તેણે કહ્યું, હે મિત્ર! હું મરી રહ્યો છું, તો તેનો પ્રતિકાર કર. ચાણક્યે પોતાની ભ્રકુટી ચઢાવી, કપટથી ઇશારો કરી તેને રોક્યો. પર્વતક રાજા મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્ત બંને રાજ્યનો રાજા થયો.
ત્યારપછી નંદરાજાના પુરુષો ચોરી વડે પોતાની આજીવિકા ચલાવવા લાગ્યા. તે ત્રિદંડીએ (ચાણક્ય) શાખાપુરે નલદામ નામના એક કોલિકને જોયો. તે કીડીઓનું દર શોધી, ખોદી, અગ્નિદાહથી સર્વથા બાળતો હતો. ત્યારે તેને યોગ્ય માણસ જાણી ચાણક્ય રાજા પાસે તેને બોલાવ્યો. નગરના રક્ષણનું કાર્ય તેને સોંપ્યું. તેણે વિશ્વાસ પમાડીને ચોરી કરનારા કુટુંબોને ઝેર મિશ્રિત ભોજન આપી મારી નાંખ્યા. પછી ચાણક્ય આજ્ઞા આપી કે વાંસના ઝૂંડને ફરતી આંબાના વૃક્ષની વાડ કરવી. પણ લોકોએ આજ્ઞા ન સ્વીકારી, તેથી વિપરીત આજ્ઞાનો દોષ ઊભો કરીને તે બધાં ગામોને પાપબુદ્ધિ ચાણક્યે બાળી નાંખ્યા. કેમકે આ ગામોએ જ્યારે ચાણકય ભિક્ષુકપણે વર્તતો હતો ત્યારે ભિક્ષા આપી ન હતી.
ત્યારપછી રાજ્યનો ભંડાર ભરવા તે ચાણક્ય જુગાર રમવાના યૌગિક પાસાઓથી દરેકને જીતીને ઘણું ધન એકઠું કર્યું. પછી સોનાનો થાળ દીનાર વડે ભરીને ધનપતિ આગળ ગોઠવીને ચાણક્ય કહ્યું કે, જો કોઈ મને જીતી જાય તો, હું તેને આ આખો થાળ આપી દઉં. જો હું જીતી જાઉં તો તમારે મને એક દીનાર આપવી. આ રીતે તેણે ઘણું બધું ધન એકઠું કર્યું. પછી બીજો ઉપાય વિચારવા લાગ્યો. ચાણક્યએ પછી નગરજનોને એકઠાં કરીને તેમને ભોજન આપ્યું. પછી મદ્યપાન કરાવ્યું. તેઓ મદિરા પીને ઉન્મત્ત થઈ ગયા.
ત્યારપછી ચાણક્ય નૃત્ય કરવા લાગ્યો અને ગાવા લાગ્યો કે, મારી પાસે બે ભગવા વસ્ત્રો છે, સુવર્ણ કમંડળ છે અને ત્રિદંડ છે, રાજા પણ મને વશવર્તી છે. તેથી મારી આ ઝઘરી વગાડો. ત્યારે બીજા નગરનો ધનપતિ તેની આ સમૃદ્ધિ સહન કરી શક્યો નહીં ત્યારે તે નાચવા અને ગાવા લાગ્યો કે, મદોન્મત્ત હાથીના તરતના જન્મેલ બાળ હાથી ૧૦૦૦ યોજન સુધી ચાલે, તેને દરેક પગલે લાખ લાખ મુદ્રા મૂકું, તેટલું નાણું મારી પાસે