SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા આપનારું આ દુર્લભ ચારિત્રરત્નને તમે ગુમાવવા તૈયાર થયા છો, છતાં તેને માટે તમે શોક કરતાં નથી, અને રત્નકંબલ માટે કેમ શોક કરો છો ? તમે પણ (સંયમભ્રષ્ટ થઈને) આ રીતે ફેંકાઈ જશો. ત્યારે તે મુનિ ઉપશાંત થયા, પ્રતિબોધ પામ્યા. તેમને મુનિપણાની બુદ્ધિ પ્રાપ્ત થઈ. પોતાના અપરાધનું મિથ્યા દુષ્કૃત માંગ્યુ, ગુરુ પાસે જઈને ફરીથી આલોચના કરી, વિચરવા લાગ્યા. ૧૨૯ આચાર્ય ભગવંતે કહ્યું, સ્થૂલભદ્ર આ રીતે દુષ્કર–દુષ્કરકારક છે. તેમણે પૂર્વપરિચિતા અને અશ્રાવિકા એવી ગણિકાનો પરી સહન કર્યો અને તેને શ્રાવિકા બનાવી. ૦ કોશા દ્વારા રથિકને પ્રતિબોધ : એક વખત રાજા કોઈ રથકાર–પુરુષ પર સંતુષ્ટ થયો. ત્યારે રથકારે રાજા પાસે કોશા ગણિકાની માંગણી કરી. સંતુષ્ટ થયેલા રાજાએ તેને કોશા સુપ્રત કરી તેની પાસે કોશા હંમેશા સ્થૂલભદ્ર સ્વામીના જ ગુણગાન કર્યા કરતી હતી, પણ રથકારને પોતાનું હૃદય અર્પણ કરતી ન હતી. ત્યારે તે રથકાર કોશાને પોતાની કળા—શક્તિ દેખાડવા માટે અશોકવાટિકામાં લઈ ગયો. જે જોઈને કદાચ કોશા પોતાના પર રાગવતી થાય. તેણે પ્રથમ બાણ ફેંકી એક આંબાની લંબને વીંધી, તે બાણને બીજા બાણથી વીંધ્યું, બીજા બાણને ત્રીજા બાણથી વીંધ્યું. એ રીતે અન્યોન્ય બાણ વીંધીને બાણોની પંક્તિ બનાવી દીધી. પછી અર્ધચંદ્રાકાર બાણથી લૂમને છેદી, બાણપંક્તિના અગ્રભાગ ઉપર રહેલી લંબને પોતાના હાથ વડે ખેંચી ત્યાં બેઠાં જ કોશાને અર્પણ કરી. તો પણ કોશાને ખુશ કરી શક્યો નહીં. ત્યારપછી કોશાએ રથકારને કહ્યું, જેણે આ કળા શીખેલી હોય તેને કશું દુષ્કર નથી. પછી તેણીએ કહ્યું, હવે તમે મારી કળા જુઓ. એમ કહીને કોશાએ સરસવનો ઢગલો કરાવ્યો. તેના ઉપર સોય રાખી. તે સોય પર પુષ્પ રાખ્યું. તે પુષ્પ પર અપૂર્વ નૃત્ય કરી બતાવ્યું. નૃત્ય કરતા તેણી બોલી કે, આંબાની લંબ તોડવી એ કાંઈ દુષ્કર નથી, તેમ સરસવ પર નાચવું એ પણ કાંઈ દુષ્કર નથી. પરંતુ તે મહાત્મા મુનિશ્રી સ્થૂલભદ્ર સ્વામી જે પ્રમદારૂપી વનમાં રહ્યા, છતાં મુગ્ધ ન થયા તે જ દુષ્કર છે. પર્વતમાં, ગુફામાં, એકાંતમાં અને વનમાં નિવાસ કરતા હજારો મનુષ્ય ઇન્દ્રિયોને વશ રાખનારા થયા છે, પણ અતિ રમણીય મહેલમાં યુવતિ પાસે રહીને ઇન્દ્રિયોને વશ કરનાર તો એક શકટાલપુત્ર—સ્થૂલભદ્ર જ થયા છે. વેશ્યા રાગવાળી હતી, હંમેશાં તેને અનુસરનારી હતી, ષડ્રસ ભોજન મળતું હતું, ચિત્રશાળામાં નિવાસ હતો. મનોહર શરીર હતું, યૌવનવય હતી. વર્ષાઋતુનો સમય હતો. તો પણ જેણે આદરથી કામદેવને જીત્યો અને મને પ્રતિબોધ કરી, માટે તે સ્થૂલભદ્રને હું વંદન કરું છું. આ રીતે પ્રતિબોધ પમાડીને કોશાએ તે રથિકને શ્રાવક બનાવ્યો. ૦ સ્થૂલભદ્રને વાચના અને પૂર્વ શ્રુતનો અભ્યાસ : તે કાળે (કોઈ વખતે) બાર વર્ષનો દુષ્કાળ પડ્યો. સંયતો (સાધુ સાધ્વી) સમુદ્રકિનારે રહીને ફરી પાછા દુષ્કાળ પૂરો થયો ત્યારે પાટલીપુત્ર નગરે ભેગા થયા. તે ૪/૯
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy