________________
૩૮૨
આગમ કથાનુયોગ-૪
તે પિતાની પ્રતિકૃતિને ઘણાં આદરપૂર્વક ધૂપ, દીપ, પુષ્પાદિથી પૂજવા લાગ્યા.
જ્યારે તે અંતઃપુરવાસિની કન્યા આદિ ત્યાં કંઈ ખરીદવાને આવતી, ત્યારે અભય તેને ઘણું વધારે આપતો હતો. તે પણ આ વસ્તુને સંગૃહીત કરતી હતી. તે દાસી વગેરે પૂછતી હતી કે, આ ચિત્રપટ્ટક કોનો છે? અભયકુમાર તેને કહેતો કે, આ શ્રેણિક છે, તે અમારા સ્વામી છે. દાસી આદિ પૂછતી કે મનુષ્યનું શું આવું દિવ્યરૂપ સંભવે છે? અભયે કહ્યું કે, હા, જરૂર સંભવે તેના સમગ્ર રૂપને ચિત્રિત કરવા તો કોણ સમર્થ થઈ શકે? આ તો જેમતેમ દોર્યું છે.
ત્યારે દાસચેટીઓએ કન્યાના અંતઃપુરમાં જઈ સર્વ વૃત્તાંત કહ્યો. કન્યાઓએ કહ્યું કે, તમે તે પટ્ટકને (શ્રેણિકની પ્રતિકૃતિને) અહીં લાવો. દાસીઓએ અભય પાસે જ્યારે તે ચિત્રપટ્ટક માંગ્યો ત્યારે અભયે આપ્યો નહીં. જો હું આપુ તો તમે મારા સ્વામીની અવજ્ઞા કરશો. દાસીઓએ વારંવાર માંગણી કરી ત્યારે તે ચિત્રપટ્ટક આપ્યો. પછી ગુપ્ત રીતે પ્રવેશી અભયકુમારે સુજ્યેષ્ઠાને જોઈ દાસીને રહસ્ય જણાવી મોકલી. સુજ્યેષ્ઠાએ પૂછાવ્યું કે શ્રેણિક મારો પતિ કઈ રીતે થઈ શકે ?
અભયે કહ્યું કે, જો (સયેષ્ઠાની આવી ઇચ્છા હોય તો) હું શ્રેણિકને અહીં લાવી શકું છું. તેણીએ કહ્યું, શ્રેણિકને અહીં બોલાવો. ત્યારે અભયે ગુપ્તરૂપે એક સુરંગ ખોદાવી. તે સુરંગ રાજગૃહીથી સીધી કન્યાના અંતઃપુરના મધ્યભાગ સુધીની હતી. જ્યારે શ્રેણિક સુજ્યેષ્ઠાને લેવા આવ્યો ત્યારે જ્યેષ્ઠાએ પોતાની પ્રિય બહેન ચેલણાને કહ્યું, મારી સાથે શ્રેણિકને (પરણવા) ચાલ. પછી સુજ્યેષ્ઠા અને ચેલ્લા બંને જવા માટે તત્પર થઈ.
ત્યારપછી ચેલણા રથમાં બેસી ગઈ, સુજ્યેષ્ઠાને યાદ આવ્યું કે તેનો ઘરેણાંનો ડાભળો રહી ગયો છે. એટલામાં તેણી પોતાનો ડાભળો લેવા ગઈ, તેટલામાં મનુષ્યો ચિલ્લણાને ગ્રહણ કરીને ચાલવા લાગ્યા. સુજ્યેષ્ઠા પાછી આવી ત્યારે શ્રેણિક તો ચેલણાને લઈને નીકળી ગયો. સુજ્યેષ્ઠાએ કોઈને જોયા નહીં. એટલી તેણી મોટા અવાજે બૂમો પાડવા લાગી કે ચેલણાનું હરણ થયું, દોડો-દોડો. ૦ ચેલણા સાથે શ્રેણિકના વિવાહ :
ત્યારે ચટક રાજા કવચ આદિ બાંધીને યુદ્ધ માટે તૈયાર થયો. ત્યારે વીરાંગદ રથિકે કહ્યું, હે ભટ્ટારક ! તમે ન જાઓ. હું જ તેણીને પાછી લાવી આપીશ એમ કહીને તે નીકળ્યો. વીરાંગદ રથિક શ્રેણિકનો પીછો કરવા લાગ્યો. પણ તે દરીમાં (સુરંગમાં) માત્ર એક જ રથ પસાર થાય તેટલો માર્ગ હતો. ત્યાં સુલતાના બત્રીશે પુત્રો ઊભા રહ્યા. વીરાંગદે એક જ બાણ વડે તે બત્રીશે સુલસાપુત્રને હણી નાંખ્યા. તે જેટલામાં રથનો પીછો કરીને પકડી પાડે તે પહેલા શ્રેણિક ત્યાંથી પલાયન થઈ ગયો. ત્યાંથી નિવૃત્ત થતા શ્રેણિકે સુજ્યેષ્ઠા સાથે વાત કરવાનું શરૂ કર્યું.
તે કન્યા બોલી કે, હું (સુયેષ્ઠા નથી પણ) ચેલ્લણા છું. ત્યારે શ્રેણિકે કહ્યું કે, તું મને મળી તો, તું જ સુજ્યેષ્ઠા શ્રેણિકને હર્ષ પણ હતો અને વિષાદ પણ હતો. બત્રીશ સારથી જેવા સગા ભાઈઓના મૃત્યુનો વિષાદ હતો અને ચેલણાની પ્રાપ્તિ થઈ તેનો હર્ષ હતો. ચેલણાને પણ શ્રેણિકની પ્રાપ્તિ થઈ તેનો હર્ષ હતો અને પોતાની બહેન સુજ્યેષ્ઠાને