SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૧૪૧ જ્યાં આભિષેક્ય હસ્તિરત્ન હતો ત્યાં આવ્યો અને અંજનગિરિકૂટ સટશ ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયો. જ્યારે દશાર્ણભદ્ર રાજા તે હસ્તિરત્ન પર આરૂઢ થયો ત્યારે આ આઠ મંગલો – સ્વસ્તિકાદિ તેની પૂર્વે ચાલ્યા. એ જ પ્રમાણ મહેન્દ્રધ્વજ ચાલ્યો. દેવ આદિને વર્જીનએ જે રીતે ભગવંત મહાવીર સ્વામીના નિષ્ક્રમણનું વર્ણન છે તે સર્વે જાણવું, તે જ પ્રમાણે પુરુષ વર્ગ – આરક્ષક આદિ દશાર્ણભદ્ર રાજાની આગળ, પાછળ, આસપાસ આનાપૂર્વાક્રમથી ચાલ્યા (જો કે તેમાં દેવો ન હતા) ત્યારપછી તેની આગળ મોટા અશ્વસહિત અસવારો – થાવત્ - રથ આદિ આનુપૂર્વી ક્રમે ચાલ્યા. ત્યારે તે દશાર્ણભદ્ર રાજા સુંદર હાર વડે સુશોભિત વક્ષ:સ્થળયુક્ત હતો. કુંડલ વડે તેનું મુખ ઉદ્યોતિત હતું. મસ્તક મુગટ વડે દીપતું હતું, એવો તે નરસિંહ, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ, અત્યધિક રાજતેજ લક્ષ્મી વડે દીપ્યમાન, ઉત્તમ હાથીના સ્કંધ પર શોભતો – યવત્ – કોરંટપુષ્પની માળાયુક્ત છત્ર વડે આચ્છાદિત થયેલો, ઉત્તમ શ્વેત ચામર વડે વિંઝાતો, સર્વઋદ્ધિપૂર્વક – યાવત્ – વાજિંત્રોના નિર્દોષ નાદિત, સ્વર સહિત દશાર્ણપુર નગરની મધ્યમાં થઈને નીકળ્યો – યાવત્ – દશાર્ણકૂટ પર્વતે જ્યાં ભગવંત મહાવીર સમોસર્યા હતા ત્યાં જવાને માટે ઉદ્યત થયો. તે પ્રમાણે જ્યારે તે જતો હતો ત્યારે શૃંગાટક – યાવત્ – સામાન્ય માર્ગોમાં અનેક અર્થસ્થિત, કામસ્થિત – યાવત્ – ઘંટિકગણ તેવા પ્રકારની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનામ, મનાભિરામ, ઉદાર, કલ્યાણકર, શિવકર, ધન્ય, મંગલકારી, સશ્રીક, હૃદયને ગમે તેવી, હૃદયને પ્રહ્માદ આપનારી, અર્થસભર, અપુનરુક્ત, મિત, મધુર, ગંભીર ગાથાયુક્ત વાણી વડે તેમને અભિનંદતા અભિસ્તવતા આ પ્રમાણે બોલ્યા હે દેવ! તમારો જય થાઓ, તમારું કલ્યાણ થાઓ, ન જિતેલાને જીતો, જિતેલાનું પાલન કરો, જિતમણે તમે વસો, દેવની મધ્યે ઇન્દ્ર, તારા મધ્યે ચંદ્ર, અસુર મધ્યે ચંદ્ર, નાગકુમાર મધ્યે ધરણ, મનુષ્યો મધ્ય ભરતની જેમ સ્વજનો મધ્યે તમે વસો, હૃષ્ટતુષ્ટ રહો, પરમ આયુનું પાલન કરો, ઇષ્ટજન વડે સંપરિવૃત્ત થઈને ઘણાં વર્ષો, ઘણા શતક વર્ષો, ઘણાં સહસ્ત્ર વર્ષો દશાર્ણપુર નગરનું અને અન્ય પણ ગ્રામ–આકર – યાવતું – સન્નિવેશોનું, રાઈસર-સાર્થવાહ આદિનું આધિપત્ય – યાવત્ – આજ્ઞા, ઐશ્વર્ય, સેનાપત્ય કરતા, પાલન કરતા વિચારો. એમ કહીને જયજય શબ્દ બોલે છે. ત્યારે તે દશાર્ણભદ્ર રાજા હજારો જીભ વડે સ્તવાતા – યાવત્ – જ્યાં દશાર્ણકૂટ પર્વત હતો – યાવત્ – ત્યાં આવ્યા, આવીને તીર્થકર ભગવંતના છત્રાદિક અતિશયોને જોઈને હસ્તિરત્નને રોક્યો, રોકીને તેના પરથી નીચે ઉતર્યા, ઉતરીને ખગવીંઝણક આદિ દૂર કર્યા. એકશાટિક એવું ઉત્તરાસંગ કર્યું. કરીને પરમશુચિભૂત થઈને મસ્તકે અંજલિ કરીને સ્વામી પાસે પાંચ પ્રકારના અભિગમપૂર્વક ગયા. તે આ પ્રમાણે – હાથ જોડવા – યાવતું – એકત્વભાવકરણ, જ્યાં ભગવંત હતા, ત્યાં આવ્યો. આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી – યાવત્ – ત્રણ પ્રકારની પર્યપાસના વડે પર્યાપાસના કરી.
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy