________________
૧૪૦
આગમ કથાનુયોગ-૪
તે કાળે, તે સમયે દશાર્ણભદ્ર રાજા બાહ્ય ઉપસ્થાનશાળામાં અનેક ગણનાયક, દંડનાયક, રાઈસર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, લારપાલક, અમાત્ય, પીઠમર્દક, નગર, નીગમ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલની સાથે સંપરિવૃત્ત થઈને વિચરતો હતો. ૦ ભગવંત મહાવીર તથા તેનું આગમન :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહસ્તિ લોકોત્તમ, લોકનાથ, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતકર, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, જીવદાતા, શરણદાતા, બોધિદાતા, ધર્મદાતા, ધર્મદેશક, ધર્મનાયક, ધર્મસારથી, ધર્મવર ચાતુરંત ચક્રવર્તી, દીપ, ત્રાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠ, અપ્રતિહત ઉત્તમ જ્ઞાનદર્શનના ધારક, છઘપણાથી નિવૃત્ત, અહંતુ, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શ, સાત હાથ પ્રમાણ કાયાવાળા તેમજ જે પ્રમાણે “નિષ્ક્રમણ'ના વર્ણનમાં બતાવ્યું છે તેમ સર્વે જાણવું – યાવત્ –
- બાલસૂર્યના કિરણ સદશ તેજવાળા, અનાશ્રવ, અમમત્વી, અકિંચન, છિન્નગ્રંથ, નિરૂપલેપ, પ્રેમ, રાગ, દ્વેષ, મોહથી રહિત, નિગ્રંથ પ્રવચનના દેશક–નાયક અને પ્રતિષ્ઠાપક, શ્રમણ-ગણપતિ, શ્રમણગણવૃદથી પરિવૃત્ત, ચોત્રીશ અતિશય પ્રાપ્ત, સત્ય વાણીના પાત્રીશ ગુણથી યુક્ત, આકાશમાં રહેલા છત્ર, પાદપીકયુક્ત સિંહાસન, ઉત્તમ શ્વેત ચામર વડે વિંઝાતા, જેમની આગળ ધર્મધ્વજ ચાલી રહ્યો છે તેવા, અનેક શ્રમણ અને હજારો આર્યાઓ સહિત સંપરિવૃત્ત, પૂર્વાનુપૂર્વી ક્રમથી વિચરતા, ગ્રામાનુગામ સુખે સુખે વિચારતા દશાર્ણપુર નગરની બહાર ઉપનગર ગામ થઈને નગરમાં સમોસર્યા
ત્યારે તે પ્રવૃત્તિ (સમાચાર) પ્રવૃત્તિ નિવેદક દશાર્ણ રાજાને આપ્યા. રાજાએ તેને પ્રીતિદાન આપ્યું. પછી ઊભા થઈને સાત-આઠ પગલાં પ્રભુ સન્મુખ જઈને ભગવંતની સ્તુતિ કરી. આ પ્રમાણે સ્તુતિ કરીને દશાર્ણભદ્ર રાજા વિચારવા લાગ્યો કે, કાલે સવારે હું પ્રભુને એવા મહોત્સવપૂર્વક વંદન કરવા જઈશ કે, કોઈ આજ સુધી એ રીતે વંદન કરવા ગયું ન હોય. પછી તેણે લોકોને ભગવંત મહાવરના આગમનના સમાચાર આપવા નગરમાં પટડ વગડાવ્યો. આખા નગરને સજાવવાની આજ્ઞા આપી. ૦ ભગવંત મહાવીરના વંશનાર્થે જવાની તૈયારી :
ત્યારે દશાર્ણભદ્રરાજા હસ્તિરત્ન પાસે આવ્યો, આ હસ્તિરત્ન સુવર્ણ પર્વત સદશ, તુરિય, ચપળ, મનરૂપી પવનને જીતનારી શીઘ વેગયુક્ત ગતિવાળો, વિનીત, હંસ સદશ ચાલવાળો હતો. વિવિધ પ્રકારના મણિ કનક, રત્ન, મહાર્ણ, તપનીય, ઉજ્વલ, વિચિત્ર દંડવાળા તેમજ બત્રીશ નરપતિ સદશ સમુદાય યુક્ત, મહાર્ધ, ઉત્તમ, શ્રેષ્ઠ, પટ્ટબંધ, સમૃદ્ધ રાજકુળથી સેવિત, કાલાગરુ પ્રવર કુંદરુક્ક, તુરુષ્પ, ધૂપની સુરભિ-મધમધતી ગંધથી સુગંધિત, સલલિત એવી બંને બાજુ એની ચામરોથી ઉતિક્ષહિત, સુખ–શીતળ વાયુથી વિંઝાતો, મંગલ, જય, શબ્દથી અભિનંદાતો અનેક ગણનાયકથી – યાવત્ – સંપરિવૃત્ત થયેલો ધવલ મહામેઘ સમાન નીકળ્યો. અંતરિક્ષમાં ગ્રહગણ, તારાગણ મધ્યે ચંદ્રની જેમ પ્રિયદર્શનવાળો તે નરપતિ ખાનગૃહ મધ્યેથી નીકળ્યો, નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં