________________
શ્રમણ કથા
હતા. તે ઉત્તમ અશોકવૃક્ષની ઉપર અનેક છત્રાતિછત્ર, પતાકા—અતિપતાકા, ઘંટાયુગલ, ચામરયુગલ, ઉત્પલ હસ્તક, પદ્મહસ્તક, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક પુંડરિક હસ્તક, શતપત્ર, સહસ્રપત્ર હસ્તક યુક્ત હતા. તે સર્વે રત્નમય, નિર્મળ – યાવત્ – ઉદ્યોત્ સહિત અને પ્રાસાદીય હતા.
૧૩૯
-
તે ઉત્તમ અશોકવૃક્ષની નીચે એક મોટો પૃથ્વીશિલાપટ્ટક હતો. તે સમ, સુપ્રમાણ ઉત્સેધથી યુક્ત, કૃષ્ણ વર્ણવાળો, અંજનક સટશ, કેશકાજળ, કેતન, ઇન્દ્રનીલ, અરિષ્ઠ, અસિકુસુમ સદૃશ કૃષ્ણ હતો – યાવત્ - તે પ્રતિરૂપ અને દર્શનીય હતો. તેના પર એક સિંહાસન સંસ્થિત હતું. આ સિંહાસન સુરૂપ, મુક્તાજાલ ખચિત, આજિનક, બૂર, નવનીત તૂલ્ય કોમળ સ્પર્શવાળું, સર્વ રત્નમય, સ્વચ્છ, નિર્મળ, ધૃષ્ટ, નિર્મળ, નિષ્પક, ઉદ્યોતસહિત – યાવત્ – પ્રતિરૂપ હતું.
૦ દશાર્ણભદ્ર રાજા અને મંગલાવતી રાણીનું વર્ણન :–
આવો દશાર્ણપુર નગરમાં દશાર્ણભદ્ર નામનો રાજા હતો. તે રાજા મહાહિમવંત, મહામલયમંદર–મહેન્દ્ર સમાન, અત્યંત વિશુદ્ધ રાજકુળવંશમાં ઉત્પન્ન થયેલ, નિરંતર રાજલક્ષણ ધિરાજિત અંગયુક્ત, બહુજન–બહુમાન પૂજિત, સર્વગુણ સમૃદ્ધ, ક્ષત્રિય, મુદિત, મુર્ધાભિસિક્ત, સારા માતા-પિતાથી જન્મ પામેલ, દયાવાના, સીમંકર, સીમંધર, મનુષ્યેન્દ્ર, જનપદ પિતા, જનપદ પુરોહિત, સેતુકર, કેતુકર, નરવર, પુરિસવર, પુરિસસિંહ, પુરુષવ્યાઘ્ર, પુરુષાશિવિષ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહસ્તિ, આઠ્ય, દિપ્ત, વિત્ત, વિસ્તીર્ણ, વિપુલ, ભવન, શયન, આસન, યાન, વાહનાદિ યુક્ત, ઘણાં જ ધન, ઘણાં જાત્યરૂપરજત, આયોગ પ્રયોગ સંપ્રયુક્ત, વિચ્છતિપ્રવરભક્તપાન, ઘણાં દાસ, દાસી, ગાય, ભેંસ, ગવેલકવાળો, પ્રતિપૂર્ણ યંત્ર, કોશ, કોષ્ઠાગાર, આયુધનો ધારક, બળવાન, ઓહત કંટક, નિહત કંટક, મલિત કંટક, ઉદ્ધિત કંટક, અપ્રતિ કંટક, અકંટક તેમજ ઓહતશત્રુ, ઉદ્ધિત શત્રુ, નિર્જિત શત્રુ, પરાજિત શત્રુ, દુર્ભિક્ષ, ચોર, મારિ આદિ ભયથી વિપ્રમુક્ત, ક્ષેમ, શિવ, સુભિક્ષ, પ્રશાંત જાનપદ રાજ્યનું પ્રશાસન કરતો વિચરતો હતો.
તે દશાર્ણભદ્ર રાજાને મંગલાવતી નામે રાણી હતી. તે રાણી સુકુમાલ હાથ પગવાળી, પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળી, લક્ષણ, વ્યંજન, ગુણોથી યુક્ત, માન, ઉન્માન, પ્રમાણથી તુલ્ય, સુજાત, સર્વાંગ, સુંદર અંગવાળી, ચંદ્ર જેવા સૌમ્ય આકાર યુક્ત, કાંતપ્રિયદર્શનવાળી અને સુરૂપ, સુંદર હાથ-પગવાળી, પ્રશસ્ત ત્રિવલિકયુક્ત મધ્ય ભાગવાળી, કોમળ, વિમળ, પ્રતિપૂર્ણ, સૌમ્યવદનવાળી, શ્રૃંગારાકાર સુંદર વેશવાળી, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, લલિત, સંલાપ આદિથી સંગત, સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નયન, લાવણ્ય, રૂપ, યૌવન, વિલાસથી યુક્ત, દશાર્ણભદ્ર રાજાની સાથે અનુરક્ત, અવિરત, ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ, રસ એ પંચવિધ માનુષ્ય સંબંધિ કામભોગોને અનુભવતી વિચરતી હતી.
તે દશાર્ણભદ્ર રાજાએ એક પુરુષને વિપુલ આજીવિકા આપીને ભગવંતની પ્રવૃત્તિ જણાવવા માટે નિયુક્ત કરેલ. તે ભગવંતના રોજેરોજના વિહારાદિનું નિવેદન કરતો હતો.