________________
આગમ કથાનુયોગ–૪
હતા. ત્યાં શેરડીજવ–સાલી આદિના ખેતરો હતા. ગાય-બળદ આદિ જોડાયેલા રહેતા હતા. ગ્રંથિભેદ આદિ કરનારાના સર્વે ઉપદ્રવથી આ ક્ષેત્ર મુક્ત હતા. ત્યાં હંમેશા સુકાળ વર્તતો હતો. અનેક કોટિ કુટુંબીઓ સુખ–સુખે ત્યાં રહેતા હતા. નંદનવન સદેશ ત્યાંનું વાતાવરણ હતું. પ્રાકાર–કપિશીર્ષ આદિથી શોભતી અટ્ટાલિકા, ચરિકા, દ્વાર, ગોપુર, તોરણ આદિથી યુક્ત પ્રાસાદો હતા. તેના શ્રૃંગાટક, ત્રિક, ચત્વર, ચતુષ્ક આદિ સુરમ્ય હતા. તેના ભવનો આદિ પ્રેક્ષણિય, પ્રાસાદિય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ
હતા.
૧૩૮
તે દશાર્ણપુર નગરની બહાર ઇશાન ખૂણામાં દશાર્ણકૂટ નામે પર્વત હતો. તેના શિખરો અતિ ઊંચા અને ગગનતલને સ્પર્શતા હતા. આ પર્વત વિવિધ પ્રકારના ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ આદિથી પરિવરેલ હતો. હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ, ચક્રાગ, મદનશલાકા, કોકિલ આદિના ગાનથી ગુંજતો હતો. અપ્સરાગણ, દેવસંઘ, વિદ્યાધરના યુગલોથી યુક્ત હતો. દશાર્ણપુરના વીર પુરુષો ત્રિલોકના બળવાનો સદેશ, સુભગ, પ્રિયદર્શનવાળા, સુરૂપ અને પ્રાસાદીય હતા.
તે પર્વતની નજીક નંદનવન નામે વનખંડ હતું. તે કૃષ્ણ, કૃષ્ણાભાસ, એમજ નીલ, હરિત, શ્વેત, સ્નિગ્ધ – યાવત્ – તીવ્ર, તીવ્રાભાસ, કૃષ્ણ, કૃષ્ણછાય, રમ્ય, મહામેઘના નિકુરંબ સમાન, સર્વઋતુના પુષ્પ અને ફળથી સમૃદ્ધ, નંદનવન સટશ પ્રાસાદીય હતું. ત્યાંના વૃક્ષો મૂળવંત અને શાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ આદિથી યુક્ત હતા. અનુક્રમે વર્તુળાકાર, એક સ્કંધવાળા, અનેક શાખા, અનેક પ્રશાખા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વિસ્તરેલ હતું, તેના પાંદડા પણ વિવિધ પ્રકારના પ્રાસાદીય, દર્શનીય, રમણીય હતા. ત્યાં વાપી, દીર્ષિકા, પોખરિણી આદિ હતા.
તે વનખંડના બહુમધ્ય દેશભાગમાં એક વિશાળ અશોકવૃક્ષ હતું. તે દૂર સુધી વિસ્તરેલા મૂળ—કંદથી યુક્ત, લષ્ટ, સંસ્થિત, ઘન, સ્નિગ્ધ, સુજાત અનેક સ્કંધોથી યુક્ત, વિવિધ પક્ષીગણ યુગલોના સુમધુર, કાનને સુખ ઉપજાવતા ઉત્તમ શબ્દોથી યુક્ત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતું. તે અશોક વૃક્ષ બીજા પણ અનેક તિલક, લકુશ, છત્રોદક, સિરીષ, સપ્તવર્ણ, દધિવર્ણ, લોધ્ર, ચંદન, અર્જુન, કુડપ, કલંબ, પણસ, દાડિમ, સાલ, તાલ, તમાલ, પ્રિયક, પ્રિયંગુ, પારાપત, રાયવૃક્ષ, નંદિ વૃક્ષ આદિથી ચારે તરફથી, સારી રીતે સંપરિક્ષિત હતા. તે તિલક યાવત્ - નંદિવૃક્ષ અન્ય પણ ઘણી પદ્મલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતિકલતા, અતિમુક્તકલતા, કુંદલતા, સોમલતા આદિ વડે સર્વથા ચારે તરફથી ઘેરાયેલ હતું. આ લતાઓ પણ નિત્ય કુસુમિત રહેતી હતી.
તે ઉત્તમ અશોકવૃક્ષની ઉપર આઠઆઠ મંગલકો કહ્યા છે. તે આ પ્રમાણે - સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત્ત, વર્ધમાનક, ભદ્રાશન, કળશ, મત્સ્ય અને દર્પણ. તે સર્વે રત્નમય, પ્રાસાદીય – યાવત્ – પ્રતિરૂપ હતા.
તે ઉત્તમ એવા અશોકવૃક્ષની ઉપર અનેક કૃષ્ણ ચામર—ધ્વજ તેમજ નીલ, લોહિત, હારિદ્ર, શ્વેત ચામર—ધ્વજ હતા. જે સ્વચ્છ, નિર્મળ, રૌપ્ય, વૃત્ત, વજ્રમય દંડ અને સુરૂપ
-
-