________________
૧૪૨
આગમ કથાનુયોગ-૪
ત્યારે તે મંગલાવતી પ્રમુખ રાણીઓ અંતઃપુરમાં શતપાક-સહસ્ત્રપાક તેલ વડે અત્યંજિત થઈને સુકુમાલ હાથ–પગવાળી સ્ત્રીઓ વડે ચતુર્વિધ સુખપરિકર્મ વડે સંવાહન કરાયેલ તેમજ બાહુક, શુભક, સ્વસ્તિક, વદ્ધમાણક, પૂસમાણક, ગજક, વિજયમંગલ વડે અભિખવાતી, ચાર પ્રકારના ઉદક વડે મજ્જન કરાયેલી, સારી રીતે વસ્ત્ર વડે સ્વચ્છ કરાયેલી, મહાઈ ભદ્રાસન પર બેસાડાઈ. પછી તેઓનો મહાર્ડ ગોશીર્ષસરસ રક્તચંદન વડે લેપ કરાયો, મહાર્ણ પટશાક પહેરાવાયા.
તેઓના મુખ કુંડલ વડે ઉદ્યોતિત હતા, ઉત્તમ હાર વડે વક્ષસ્થળ શોભિત હતા, આંગળી મુદ્રિકા વડે પીળી લાગતી હતી. મણિ–સુવર્ણના સૂત્રકો ધારણ કરેલા, પ્રાલંબ– પ્રલંબ – એવા ઉત્તરીય ધારણ કરાવ્યા હતા. માલ્યદામ (માળા), વિવિધ ફૂલોની સુગંધ વડે શોભતી, મહતી ગંધ વડે તેમનો દેહ સુગંધિત હતો. અનેક કુન્જા, ચિલાત, વડભિત, વામન, વકુશ, પલ્હવ, લાશિક, દેવિલ, સિંહલ, આરબી ઇત્યાદિ દાસીઓ કે જેમણે વિવિધ પ્રકારના દેશીવેશ ધારણ કરેલા, ઇચ્છિત, ચિંતિત, પ્રાર્થિત કરનારી એવી દાસીઓ સાથે તે અંતઃપુરની સ્ત્રીઓ નીકળી.
નીકળીને જ્યાં તેઓના યાન આદિ હતા. ત્યાં આવી, આવીને – યાવત્ – પ્રત્યેક–પ્રત્યેક યુગ્મ (પાલખી)માં તેણીઓ આરૂઢ થઈ, થઈને નિયતપરિતાલ સાથે સંપરિવૃત્ત થઈને નગરની ઠીક મધ્યમાંથી નીકળી – યાવત – જ્યાં ભગવંત હતા ત્યાં આવી. છત્રાદિ અતિશય જોયા, જોઈને યાન આદિને થોભાવ્યા. તેમાંથી નીચે ઉતરી, પુષ્પ–તંબોલ આદિ સર્વેનું વિસર્જન કર્યું. કરીને – યાવત્ – એકત્વ ભાવકરણ. જ્યાં ભગવંત મહાવીર હતા ત્યાં જઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી વંદન–નમસ્કાર કર્યા. કરીને દશાર્ણભદ્ર રાજાને આગળ કરીને ઊભી રહી – થાવત્ – સપરિવાર સુશ્રુષા કરતી, નમેલી એવી, અભિમુખ થઈને વિનય વડે અંજલિ કરીને ત્રિવિધ પર્યપાસના વડે પર્યપાસના કરવા લાગી.
જ્યારે દશાર્ણભદ્ર રાજા ચાલ્યો ત્યારે તેણે જે સર્વઋદ્ધિ સહિત ભગવંત મહાવીરને વંદનાર્થે જવા વિચાર્યું હતું. ત્યારે તે રાજાની સાથે ૧૮,૦૦૦ હાથી, ૮૪,૦૦૦ ઘોડા, ૨૧,૦૦૦ રથ, ૯૧ કરોડ પાયદળ, ૧૬,૦૦૦ ધ્વજ, પાંચ મેઘાડંબર છત્ર, સુખપાલમાં બેઠેલી ૫૦૦ શોભાવંત રાણીઓ, આભૂષણ પ્રમુખ પહેરીને સજ્જ થઈ રહેલા સામંત સચિવાદિ ચાલ્યા. સ્થળે સ્થળે ગીત-નૃત્ય થઈ રહ્યા હતા. સર્વે લોક પોતાની ઋદ્ધિ પ્રમાણે તૈયાર થઈને આવેલ.
શ્રમણ ભગવંત મહાવીર પાસે પહોંચેલ દશાર્ણભદ્ર રાજા ચિંતવવા લાગ્યો કે. આજે હું જેટલી ઋદ્ધિ સહિત પ્રભુને વાંદવા આવ્યો છું, આવી ઋદ્ધિસહિત આજ સુધી કોઈ વંદન કરવા આવ્યું નહીં હોય. ૦ દેવેન્દ્ર શુક્રનું આગમન :
તે કાળે, તે સમયે દેવેન્દ્ર શક્ર જંબૂદ્વીપને પોતાના અવધિજ્ઞાન વડે જોત-જોતો વિચરતો હતો. તે વખતે દશાર્ણભદ્ર રાજાને આ આવા પ્રકારે ત્યાં રહેલો જોયો. તેને થયું કે, આ રાજાએ વંદન તો ઘણું સારું કર્યું પણ તે જે આ ગર્વને ધારણ કરીને રહેલો છે,