SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ આગમ કથાનુયોગ-૪ વંદન કરું ? તેઓ બોલ્યા કે, જે રીતે તમને યોગ્ય લાગે તે રીતે વંદન કરો. ત્યારે શીતલાચાર્ય વિચારવા લાગ્યા કે, અહો ! આ તો તદ્દન દુષ્ટશિક્ષિત અને લજ્જા વગરના છે. તો પણ તેમણે રોષપૂર્વક તેઓને વંદન કર્યું. ચારેને વંદન કર્યું. તો પણ ચારે ભાઈમુનિઓ મૌન જ રહ્યા. કેમકે કેવલી ભગવંતોનો એવો આચાર છે કે, જ્યાં સુધી કોઈ તેમને કેવલી ન જાણે, ત્યાં સુધી પોતાના મુખેથી તેઓ કેવલીપણાને જાહેર કરતા નથી. આ જીતકલ્પ છે. તેઓને એવો પૂર્વપ્રવૃત્ત ઉપચાર ન હોવાથી તેઓએ કહ્યું કે, આપ દ્રવ્યવંદન થકી તો વંદન કર્યું. પરંતુ ભાવવંદના થકી વંદન કર્યું નથી. હવે ભાવ વંદન કરો કેમકે વંદન કરતી વેળા આપ કષાયરૂપી કંટક વડે જ સ્થાન પતિત દેખાવો છો. શીતલાચાર્યએ કહ્યું કે, શું તમે આ પણ જાણો છો કે, મેં વંદન કઈ રીતે કર્યું? કેવલીએ કહ્યું કે, હા, અમે તે સારી રીતે જાણીએ છીએ. ત્યારે શીતલાચાર્યએ પૂછયું કે, તમને શું કોઈ અતિશય જ્ઞાન થયું છે ? કેવલીએ કહ્યું કે, હા, ફરી પૂછયું કે, તે જ્ઞાન છઘસ્થ સંબંધી છે કે કેવલીવિષયક. કેવળીએ કહ્યું, કેવલી વિષયક. તે સાંભળીને શીતલાચાર્યના રોમ-રોમ કંપી ઉઠ્યા. તેમને થયું કે, અહો ! મેં મંદભાગ્ય વડે કેવળીની આશાતના કરી. એમ વિચારતા તેમનો સંવેગભાવ અતિશય વૃદ્ધિ પામ્યો. તેઓ કષાયરૂપી કંટકથી તુરંત નિવૃત્ત થયા – યાવત્ – તેઓએ અપૂર્વકરણમાં પ્રવેશ કર્યો. શીતલાચાર્યને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે કૃતિકર્મ સંબંધિ દ્રવ્ય–ભાવ વંદનનું દષ્ટાંત જાણવું. તે જ કાયિકી ચેષ્ટા હતી. પણ પૂર્વની કાયિકી ચેષ્ટા કર્મબંધને કરનારી હતી, જ્યારે પછીની મોક્ષને માટે થઈ. પૂર્વે દ્રવ્ય વંદન કર્યું, પછી ભાવવંદન કર્યું. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૧૦૪ + 9, આવ.પૂ.ર–પૃ. ૧૪ – ૪ - ૪ - ૦ સિંહગિરિ કથા - - આર્ય દિન્ન (દત્ત)ના શિષ્ય સિંગિરિ હતા. સિંહગિરિના ચાર શિષ્ય થયા :(૧) આર્ય સમિત, (૨) ધનગિરિ, (૩) વજસ્વામી અને (૪) અર્હદા. તેમનો ઘણાં કથા પ્રસંગોમાં ઉલ્લેખ આવે છે. જેમકે – વજસ્વામીના કથાનકમાં તેમના ગુરરૂપે સિંહગિરિના ઉલ્લેખ ઘણાં પ્રસંગે થયો છે. કથા જુઓ “વજસ્વામી". આર્યસમિતના ગુરુ સ્વરૂપેનો ઉલ્લેખ કથા જુઓ આર્યસમિત. “ગચ્છ' કોને કહેવાય, તેના દૃષ્ટાંતમાં પણ સિંહગિરિનો ઉલ્લેખ છે. આર્ય સિંહગિરિ છેલ્લે વજસ્વામીને ગણ સોંપીને, પોતે ભક્તપ્રત્યાખ્યાન કર્યું ભક્તપ્રત્યાખ્યાન કરી, કાળધર્મ પામી દેવલોકે ગયા. ૦ આગમ સંદર્ભ :-- ઠા ૨૪પની વૃ; ગચ્છા ૫૬, ૬૦ની , આવ.નિ ૭૬૬ + 9 આવયૂ.૧–પૃ. ૩૯૦, ૩૯૪, આવ.નિ. ૭૬૭ની વૃ ઉત્ત.નિ ૯૭ + વૃ
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy