________________
ભ્રમણ કથા
કલ્પસૂત્ર સ્થવિરાવલી + વૃત્તિ.
= Xx x =
૦ સુકોશલ કથા ઃ
સાકેતપુરના શ્રી કીર્તિધર રાજાના પુત્ર શ્રી સુકોશલ ઋષિ ચાતુર્માસમાં માસક્ષમણના પારણાના દિવસે, પિતામુનિની સાથે ચિત્રકૂટ પર્વત પરથી ઉતરતા હતા. તે વેળાયે વાઘણ એવી પૂર્વજન્મની માતાએ તેઓને ફાડી નાંખ્યા. છતાંયે તેવે સમયે ગાઢ રીતે ધીરતાપૂર્વક પોતાના પ્રત્યાખ્યાનમાં પૂરેપૂરા ઉપયોગશીલ રહ્યા. વાઘણથી ખવાતાં તેઓએ અંતે ઉત્તમાર્થને સાધી સમાધિમરણને પ્રાપ્ત કર્યું. મોક્ષ પામ્યા.
૦ આગમ સંદર્ભ :
ભત ૧૬૧;
સંથા. ૬૩, ૬૪;
X - X નનન
=
૨૧૧
૦ સુનંદ કથા ઃ
ચંપા નગરીમાં સુનંદ નામે એક વણિક શ્રાવક હતો. સાધુ તેની પાસે જે માગે તે ઔષધ, ભેષજ, સાથવો વગેરે અવજ્ઞાપૂર્વક આપતો હતો. કોઈ વખતે ગ્રીષ્મઋતુમાં સુસાધુઓ જલ (મેલ)થી યુક્ત અંગવાળા હતા. તે તેને ત્યાં પરોણારૂપે આવ્યા. તે સાધુઓના પરસેવા–મેલ આદિની દુર્ગંધ ઉછળી રહી હતી. તેણે સુગંધદ્રવ્ય વડે પ્રતિલાભ્યા. પણ તે વખતે સુનંદને વિચાર આવ્યો કે, સાધુઓનું બધું જ સુંદર છે, પણ જો તેઓ આ પરસેવો—–મેલને સાફ કરી દેતા હોય તો ઘણું જ સુંદર લાગે. આ પ્રમાણે તે જલ્લ–પરીષહ વિષયક દુર્ગંછા કરી, તે સ્થાનની આલોચના કર્યા વિના, પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામ્યો.
ત્યાંથી તે કૌશાંબી નગરીમાં કોઈ શ્રેષ્ઠીના કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તે કામભોગથી ઉદ્વિગ્ન થયો, ધર્મ સાંભળીને તેણે પ્રવ્રજ્યા અંગીકાર કરી. તે પૂર્વ કર્મના ઉદયથી દુરભિગંધયુક્ત થયો. તેને કારણે તે જ્યાં જ્યાં જતા હતા, ત્યાં ત્યાં તેની અપભ્રાજના થતી હતી, ત્યારપછી સાધુઓએ તે મુનિને કહ્યું કે, તમારે અપભ્રાજના સહન કરવાની જરૂર નથી. તમે ઉપાશ્રયમાં જ રહો. તે મુનિએ રાત્રિના દેવતાને આશ્રિને કાયોત્સર્ગ કર્યો. પછી દેવતાએ તેને સુગંધી કર્યો.
ત્યારપછી તે મુનિ કોષ્ઠપુટ કે અન્ય વિશિષ્ટ દ્રવ્યોની ગંધ સમાન સુગંધી થઈ ગયા. ફરી પણ તેની અપભ્રાજના થવા લાગી. ત્યારે તેણે ફરી દેવતાની આરાધના કરી. સ્વાભાવિક ગંધવાળા થયા. તેણે જે રીતે જલ્લ પરીષહ સહન ન કર્યો. એ પ્રમાણે બીજા સાધુએ ન કરવું.
૦ આગમ સંદર્ભ
ઉત્ત.નિ. ૧૧૭ + ;
X
મરણ. ૪૬૭;
X
ઉત્ત.ચૂ.પૃ. ૮૦;
૦ સુમનભદ્ર કથા ઃ
ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેનો પુત્ર સુમનભદ્ર યુવરાજ હતો.