SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ આગમ કથાનુયોગ-૪ લીધી. પછી કાળક્રમે પ્રભવસ્વામી પોતાની પાટે શય્યભવસ્વામીને સ્થાપીને સ્વર્ગ ગયા શäભવસ્વામીને તુંગિકાયન ગોત્રવાળા સ્થવિર આર્ય યશોભદ્ર નામે શિષ્ય થયા. અનુક્રમે યશોભદ્રને પાટે સ્થાપીને શય્યભવસ્વામી ભગવંત મહાવીરના નિર્વાણ પછી અઠાણુંમે વર્ષે સ્વર્ગ ગયા. સૂર (મહાનિશીથ સૂત્ર–૮૧૨ થી ૮૧૪) હે ગૌતમ ! અહીંથી નજીકના કાળમાં મહાયશવાળા, મહાસત્ત્વવાળા, મહાનુભાગ શય્યભવ નામના મહાતપસ્વી મહામતિવાળા, દ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાનને ધારણ કરનારા એવા અણગાર થશે. તેઓ પક્ષપાત રહિતપણે અલ્પઆયુષ્યવાળા ભવ્ય સત્ત્વોને (ઉપકાર થશે એવા શુભ આશયથી) જ્ઞાનના અતિશય વડે અગિયાર અંગો અને ચૌદ પૂર્વોના પરમસાર અને નવનીત સરખા અતિ પ્રકર્ષગુણયુક્ત, સિદ્ધિના માર્ગ સમાન દશવૈકાલિક નામના શ્રુતસ્કંધની નિર્યણા કરશે. હે ભગવંત તે કોના નિમિત્તે ? હે ગૌતમ ! મનકના નિમિત્તે. એમ માનીને કે મનક પરંપરાએ અલ્પકાળમાં મોટા ઘોર દુઃખ સમુદ્ર સમાન આ ચારે ગતિ સ્વરૂપ સંસાર સાગરથી કેવી રીતે પાર પામે ? તે પણ સર્વજ્ઞના ઉપદેશ વગર તો બની જ શકે નહીં. આ સર્વજ્ઞનો ઉપદેશ પાર વગરનો છે અને દુઃખે કરીને અવગાહન કરી શકાય તેવો છે. અનંતગમ પર્યાયોથી યુક્ત છે. અલ્પકાળમાં આ સર્વશે કહેલા સર્વ શાસ્ત્રોમાં અવગાહન કરી શકાતું નથી. તેથી હે ગૌતમ ! અતિશય જ્ઞાનવાળા શäભવ એમ ચિંતવશે કે જ્ઞાન સમુદ્રનો છેડો નથી. કાળ અલ્પ છે. વિનો અનેક છે. માટે જે સારભૂત હોય તે જેમ ખારા જળમાંથી હંસ મીઠું જળ ગ્રહણ કરાવે તેમ ગ્રહણ કરી લેવું. તેમણે આ ભવ્યાત્મા મનકને તત્ત્વનું પરિજ્ઞાન થાય એમ જાણીને પૂર્વમાંથી દશવૈકાલિક શ્રુતસ્કંધની નિર્યણા કરી. તે સમયે જ્યારે બાર અંગો અને તેનો અર્થ વિચ્છેદ પામશે. ત્યારે દુષમકાળના છેડાના કાળ સુધી દુષ્પસહ અણગાર સુધી દશવૈકાલિક સૂત્ર અને અર્થથી ભણાશે. (દશવૈકાલિકસૂત્ર-નિર્યુક્તિ-૧૨, ૧૪, ૧૫, ૩૭૧, ૩૭૨ – ચૂર્ણિ અને વૃત્તિ :-) ચૌદ પૂર્વધર એવા શય્યભવસૂરિએ પૂર્વગત શ્રુતમાંથી ઉદ્ધરણ કરી દશકાલિક સૂત્રની રચના કરી. આ શäભવ આચાર્ય કે જે અનુત્તર જ્ઞાનદર્શનાદિરૂપ ધર્મગણને ધારણ કરીને રહેલા હતા, તે પૂર્વે કહ્યા મુજબ જિનપ્રતિમા દર્શનથી પ્રતિબોધ પામ્યા. તેના મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા આદિ દૂર થયા. સમ્યકત્વ પ્રાપ્ત થયું અને પ્રભવસ્વામીના શિષ્ય બન્યા. (પૂર્વવત) પ્રભવસ્વામીને ચિંતા થઈ કે, મારા આ ગણના ધારક કોણ બનશે ? તેમણે પોતાના ગણ અને સંઘમાં ઉપયોગ મૂક્યો - તેમને કોઈ પણ તે માટે સમર્થ ન જણાતા ગૃહસ્થોમાં ઉપયોગ મૂક્યો – યાવત્ – (પૂર્વે જણાવ્યા મુજબ) સર્વરત્નમયી અર્પતુ પ્રતિમા જોઈ. આ આર્હત્ ધર્મ એ જ તત્ત્વ છે. ત્યારે તે શય્યભવ તે બંને સાધુની ગવેષણા કરતો પ્રભવસ્વામી પાસે પહોંચ્યો. આચાર્યને વંદન કરીને સાધુને કહ્યું, મને ધર્મ કહો. ત્યારે આચાર્યએ ઉપયોગ મૂકતા ખબર પડી કે આ જ શàભવ છે. ત્યારે આચાર્યએ સાધુધર્મ કહ્યો. શäભવ સમ્યકુબોધ પામ્યો. તેણે પ્રવજ્યા અંગીકાર કરી, ચૌદ પૂર્વી થયા. પણ
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy