SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ભ્રમણ કથા ભોગવ્યા. આ મારું બાલમંદત્વ છે. અથવા તો હજી કંઈપણ વિનષ્ટ થયું નથી, તે પહેલાં જ હું આ દોષનું પ્રતિક્રમણ કરું. એમ વિચારીને તે જ ક્ષણથી આવર્તન કર્યું. પછી યથાયોગ્ય આલોચના કરીને પોતાના અપરાધની સમ્યક્ ક્ષમાયાચના કરી. અકલ્પ્યપ્રતિસેવનથી નિવૃત્ત થયા. ત્યારપછી તેમને માંડલીનું સાંભોગિકપણું શરૂ થયું. ત્યારપછી અનેક જીવોને પ્રતિબોધ પમાડી આર્યસુહસ્તિ સ્વર્ગે સંચર્યા. ૦ આગમ સંદર્ભ : ઠL ૩૮૨, ૬૦૨, ૯૭૫ની વૃ; બુહ.ભા. ૩૨૭૫ થી ૩૨૭૭, ૩૨૮૨ + આ.નિ. ૧૨૮૩ + નંદીચૂ.પૃ. ૬; ૨૧૫ આવ.ચૂર- ૧૫૫; કલ્પસૂત્ર સ્થવિરાવલી + ; — * - * નિસીભા. ૫૭૪૪ થી ૫૭૫૧ + ચૂ હ.ભા. ૧૪૪, ૩૨૮૧ની વૃ; નંદી. ૨૫ + ; ૦ શËભવ કથા ઃ ભગવંત મહાવીરની પાટે સુધર્માસ્વામી આવ્યા. તેમની પાટે જંબુસ્વામી આવ્યા. જંબૂસ્વામીના પટ્ટધર પ્રભવસ્વામી થયા. પ્રભવસ્વામીના મુખ્ય શિષ્ય અને પટ્ટધર શય્યભવસ્વામી થયા. તેમનો પ્રબંધ આ પ્રમાણે— * (કલ્પસૂત્ર સ્થવિરાવલી—વૃત્તિ –) કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્યપ્રભવ સ્વામીને વત્સ ગોત્રવાળા અને મનકના પિતા એવા સ્થવિર આર્ય શŻભવ નામે શિષ્ય થયા. તે આ પ્રમાણે – કોઈ વખતે પ્રભવસ્વામીએ પોતાની માટે યોગ્ય પુરુષને સ્થાપવા માટે પોતાના ગણમાં તથા સંઘમાં ઉપયોગ મૂક્યો. પણ તેવો કોઈ યોગ્ય પુરુષ (સાધુ) ન જણાવાથી અન્યતીર્થમાં ઉપયોગ દીધો. ત્યારે તેમણે રાજગૃહ નગરમાં યજ્ઞ કરતા શય્યભવ નામના (બ્રાહ્મણ) ભટ્ટને પોતાને પટ્ટધર થવા યોગ્ય જાણ્યો. ત્યારપછી પ્રભવસ્વામી રાજગૃહ નગરમાં આવ્યા. બે મુનિઓને શીખવાડી યજ્ઞશાળામાં મોકલ્યા. તે બે મુનિઓએ જઈ પ્રભવસ્વામીના કહેવા મુજબ બોલ્યા કે, “અહો કષ્ટ અહો કષ્ટ, તત્ત્વ ન જ્ઞાયતે પરમ્' • અહો ! ખેદની વાત છે કે, આ કષ્ટ હોવા છતાં પણ તેમાં તત્ત્વ તો કાંઈ જણાતું નથી. આ પ્રમાણે મુનિઓનું કથન સાંભળી શંકિત થયેલા શય્યભવ ભટ્ટે (બ્રાહ્મણે) પોતાના ઉપાધ્યાયને પૂછયું કે, તત્ત્વ શું છે ? ઉપાધ્યાયે ઉત્તર આપ્યો કે, વેદોમાં જે કહ્યું છે એ જ સાચું તત્ત્વ છે. શય્યભવ ભટ્ટે કહ્યું કે, રાગદ્વેષરહિત અને નિષ્પરિગ્રહી મુનિઓ કદી અસત્ય ન બોલે. માટે યથાસ્થિત તત્ત્વ કહો. નહિતર તલવારથી તમારું આ મસ્તક છેદી નાંખીશ. એમ કહી મ્યાનમાંથી તલવાર ખેંચી. આ પ્રમાણે તલવારથી ભય પામેલો ઉપાધ્યાય બોલ્યો કે, આ યજ્ઞ સ્તંભ નીચે શાંતિનાથ ભગવંતની પ્રતિમા છે. તેના પ્રભાવથી યજ્ઞાદિક કર્મ નિર્વિઘ્ને પાર પડે છે. એમ કહી યજ્ઞસ્તંભ ઉપાડી તેની નીચેથી શાંતિનાથ પ્રભુની પ્રતિમા બતાવી. ઉપાધ્યાય બોલ્યો કે, જે ભગવંતની આ પ્રતિમા છે, તેમણે કહેલ ધર્મ એ જ સાચું તત્ત્વ છે. પ્રતિમાનું દર્શન થતાં શય્યભવ બ્રાહ્મણ પ્રતિબોધ પામ્યા. ત્યારપછી શય્યભવ બ્રાહ્મણે પ્રભવસ્વામી પાસે જઈને ધર્મોપદેશ સાંભળી દીક્ષા
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy