________________
શ્રમણ કથા
૮૩
કે મનુષ્યમાંથી પરસૈન્યમાં જે કોઈ તેનો અવાજ સાંભળશે તે સર્વે લોહી વમતા, ભયથી વિહળ, નષ્ટ સંજ્ઞા થઈને ધરણિતલે પટકાઈ જશે. આર્યકાલકે ગર્દભિલને અષ્ટમભક્ત ઉપવાસી જાણીને એકસો આઠ શબ્દવેધી યોદ્ધાને બોલાવ્યા. તેમને કહ્યું કે, જ્યારે હું બાણ છોડું ત્યારે તમારે દરેકે બાણ છોડવા, જેથી શબ્દ કરતી એવી ગર્લભી વિદ્યાનું મુખ બાણો વડે ભરાઈ જશે.
ત્યારે તે સર્વે પરષોએ તે પ્રમાણે કર્યું. ત્યારે વાણવ્યંતરીએ તે ગર્દભિલને પગના પ્રહારથી હણી, તેના મુખમાં મૂત્ર કરી ચાલી ગઈ. તે ગર્દભિલ્લ બળરહિત થઈ ભ્રષ્ટ થયો. ઉર્જની કન્જ કરી. સરસ્વતી સાધ્વીને છોડાવીને પુનઃ સંયમમાં સ્થાપિત કર્યા. સર્વે રાજાઓને જુદાજુદા દેશ વહેંચી આપ્યા. કાલકાચાર્યએ પણ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર્યું. ૦ કથા ઉપસંહાર :
– આ રીતે કાલકાચાર્ય દ્વારા શકને ઉજ્જૈની લાવવામાં આવ્યો અને તે ઉજ્જૈની નગરીનો રાજા થયો.
– કાલકાચાર્ય પણ અનેક જીવોને પ્રતિબોધ પમાડી સ્વર્ગે ગયા. – સરસ્વતી સાધ્વી પણ નિર્મળ સંયમ પાળી સ્વર્ગે ગયા.
(કાલક આચાર્ય–રની કથા હવે પછી આપેલ છે કે, જેમણે પંચમીને સ્થાને ચતુર્થીની સંવત્સરી પ્રવતવી. (બારસ) કલ્પસૂત્રમાં પરિશિષ્ટ રૂપે અપાયેલ તપાગચ્છવૃદ્ધ શાળામાં લખાયેલ કથા પ્રમાણે બંને કાલિકાચાર્ય એકજ વ્યક્તિ છે તેવું સ્પષ્ટ થાય છે. ખરતરગચ્છીય શ્રી જિનદેવસૂરિ રચિત કાલભાચાર્ય કથા પ્રમાણે પણ બંને કાલકાચાર્ય એક જ જણાય છે. જ્યારે ભરફેસર બાહુબલિ વૃત્તિમાં તે બંને કાલકાચાર્ય અલગ–અલગ જ દર્શાવ્યા છે. નિશીથ સૂત્ર તથા દશાશ્રુતસ્કંધ નિર્યુક્તિ ને આધારે બંને એક જ છે કે જુદા છે તે સ્પષ્ટ થતું નથી. સત્ય બહુશ્રુતો જાણે)
૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૨૮૬૦ની ચું,
બુભા પપ૮૪ની વૃ; વવભા. ૪૫૫૪થી ૪૫૫ની વૃ;
– – – » – ૦ કાલક (૨) કથા :
કારણે આર્યકાલકાચાર્યએ સંવત્સરીને ચતુર્થીએ પ્રવર્તાવીતે કથા આ પ્રમાણે છે –
કોઈ વખતે વિહાર કરતા એવા કાલકાચાર્ય ઉજૈની પધાર્યા. ત્યાં તેઓ વર્ષાવાસ-ચાતુર્માસ રહ્યા. તે નગરીએ બલમિત્ર નામે રાજા હતો. તેનો નાનો ભાઈ ભાનુમિત્ર યુવરાજ હતો. આ બંને કાલકાચાર્યના ભાણેજ હતા. તેઓને ભાનુશ્રી નામે બહેન હતી. તેણીને બલભાનુ નામે એક પુત્ર હતો. તે પ્રકૃત્તિથી ભદ્ર અને વિનીત હતો, સાધુની પર્યુપાસના કરતો હતો. આર્યકાલકે તેમને ધર્મ કહ્યો, તે સાંભળી તે પ્રતિબોધ પામ્યો, ત્યારપછી બલભાનુએ દીક્ષા ગ્રહણ કરી. ત્યારે બલમિત્ર અને ભાનુમિત્ર રોષાયમાન થતાં કાલભાચાર્ય ત્યાંથી નીકળી ગયા.
કોઈ કહે છે કે, બલમિત્ર અને ભાનુમિત્ર કાલકાચાર્યના ભાણેજ હતા. “મામા” સમજીને તેનો ઘણો જ આદર કરતા હતા, અભ્યત્થાનાદિ સત્કાર કરતા હતા. ત્યાંજ