SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૪ જો ગર્દભિન્ન રાજા હોય તો તેથી શું? જો અંત:પુર રમ્ય હોય તો શું? અથવા વિષયો રમ્ય હોય તો પણ શું ? સુનિવેષ્ટ નગરી હોય તો પણ શું ? કદાચ લોકો સુવેશયુક્ત તો પણ શું? અને જો હું ભિક્ષાને માટે જતો હોઉં તો પણ શું ? કદાચ શૂન્ય દેવકુલે હું વસું તો પણ તેથી શું ? આ પ્રમાણે ભાવના કરતા તે કાલકાચાર્ય (નિશીથચૂર્ણિકારના મતે) પારસકુલે ગયા. જ્યારે (બૃહતુકલ્પ, વ્યવહાર, કલ્પસૂત્રના મતે તેઓ) શકકુલે ગયા. એકદા શકકૂળ રાજા સભામાં બેઠો હતો, એવામાં તેને સાધનસિંહરાજાએ એક દૂતની સાથે છરી સહિત એક કચોળું મોકલ્યું. તે જોઈને શકકુળ રાજા શ્યામ મુખવાળો થઈ ગયો. પછી તે કચોળાને મસ્તક પર ચડાવીને શકૂિળ રાજાએ સાધનસિંહ ભૂપતિના દૂતને ઉતારો આપ્યો. પછી કાલિકાચાર્ય શકકૂળ રાજાને એકાંતમાં બોલાવીને કચોળાની પ્રાપ્તિ સંબંધિ સર્વ વાત પૂછી એટલે તેણે કહ્યું કે, અમારા ૯૬ રાજાઓમાં એક સાધનસિંહ નામે મુખ્ય રાજા છે, તે જ્યારે અમારે રાજ્યયોગ્ય પુત્ર થાય, ત્યારે છરી સહિત એક કચોળુ મોકલે છે ત્યારે અમારે પોતાનું મસ્તક છેદીને તેને મોકલવું પડે છે. ત્યારે કાલકાચાર્યએ કહ્યું કે, એવો કોણ મૂર્ખ હોય છે, જેનાથી સુખ પામી શકાય એવું પોતાનું મસ્તક આપી દે ? રાજાએ કહ્યું કે, શું કરીએ ? અમે પરવશ છીએ. કાલકાચાર્યે કહ્યું, જો તમે મારું કહ્યું માનો તો તમે દીર્ધકાળ સુધી જીવી શકો. રાજાએ કહ્યું, આપ જ્ઞાની છો માટે અમારા જીવનનો ઉપાય કહો. કાલકાચાર્યે કહ્યું કે, ઉર્જાની નામે ઉત્તમ નગરી છે, તેને છન્નુ ગામ છે. માટે જો તમે સર્વે રાજાઓ એકઠા થઈને મારી સાથે આવો. તો હું તમને ત્યાંનું રાજ્ય અપાવી દઉં. પછી બધાં જ – છત્રુ રાજાઓએ એકઠા થઈ વિચાર કરી પોતપોતાની ચતુરંગિણી સેના લઈ પરિવારસહિત ચાલ્યા. પરંતુ રસ્તામાં વર્ષાકાળ પ્રાપ્ત થવાથી તેઓએ સોરઠ દેશમાં આવેલા ઉંદૂક પર્વતની પાસે પડાવ કર્યો. વિલંબ થવાને લીધે ભાતું થઈ રહેવાથી સર્વે રાજાઓએ કાલકાચાર્યને કહ્યું, ભાતા વિના આપણે ઉજ્જૈની કઈ રીતે પહોંચીશું? તે વખતે લાડ દેશનો રાજા જે ગર્દભિલ્લ રાજા દ્વારા અપમાનિત થયો હતો તે પણ તેમની સાથે ચાલ્યો. કાલકાચાર્યએ ચૂર્ણ વડે સોનાની ઇંટ બનાવી સર્વે રાજાને વહેંચી આપી, પછી બધાં સ્વસ્થ થઈ, ઉજ્જૈની પર ચઢાઈ કરવા ચાલ્યા. ત્યારે તે ગર્દભિલ્લ રાજા તેઓની સાથે યુદ્ધ કરવા આવ્યો, પણ શત્રુના મોટા સૈન્યને જોઈને તે પાછો નગરમાં નાસી ગયો. પછી કાલિકાચાર્યની આજ્ઞાથી સર્વે રાજાએ ઉજ્જૈનીને ઘેરો ઘાલ્યો. ત્યારે ગર્દભિલે વિચાર્યું કે આટલું મોટું સૈન્ય છે, તો હવે શું કરવું? એટલામાં કાલિકાચાર્યે તેમને સમાચાર મોકલ્યા કે સરસ્વતી સાધ્વીને છોડી દે, નહીં તો મારું મૃત્યુ નક્કી જ છે. ત્યારે કાલકાચાર્યને આવેલા જાણીને તથા મોટું સૈન્ય જોઈને ગદ્દભિન્ન રાજા ગર્દભી વિદ્યાની સાધના કરવા બેઠો. તે વિદ્યાને કોઈ અટ્ટાલકે સ્થાપિત કરેલી હતી. ત્યારપછી અઠમભક્તના ઉપવાસી એવા ગર્દભિન્ન રાજાએ પરમ અધિકલ્પથી તેને અવતારિત કરવાનો હતો. જ્યારે તે વિદ્યાનું અવતરણ થાય ત્યારે ગર્દભી મોટા અવાજથી નાદ કરશે, તિર્યંચ
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy