________________
શ્રમણી કથા
આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આપની અનુમતિ પ્રાપ્ત કરીને હું અર્હત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહવાસ ત્યાગ કરીને અનગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છુ છું. હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દવાનુપ્રિયો ! જલ્દીથી પદ્માવતી દેવીને માટે મહામૂલ્યવાન, મહાર્દ, મહાપુરુષોને યોગ્ય અભિનિષ્ક્રમણ અભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ – યાવત્ – આજ્ઞા પાછી સોંપી.
-
૦ પદ્માવતીની પ્રવ્રજ્યા :
ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવે પદ્માવતીરાણીને પટ્ટ પર બેસાડ્યા. બેસાડીને ૧૦૮ સુવર્ણ કળશે વડે યાવત્ – મહાનિષ્ક્રમણ અભિષેક વડે અભિષિક્ત કર્યા, અભિષિક્ત કરીને સર્વ અલંકારો વડે વિભૂષિત કર્યા, વિભૂષિત કરીને પુરુષ સહસ્રવાહિની શિબિકામાં બેસાડ્યા, બેસાડીને, દ્વારિકા નગરીના મધ્ય ભાગમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં રૈવતક પર્વત હતો, જ્યાં સહસ્રામવન ઉદ્યાન હતું, ત્યાં આવ્યા. ત્યાં આવીને શિબિકા રોકી, પદ્મવતી દેવીને શિબિકાથી નીચે ઉતાર્યા. ઉતારીને જ્યાં અર્હ અરિષ્ટનેમિ બિરાજી રહ્યા હતા, ત્યાં આવ્યા. આવીને અર્હત્ અરિષ્ટનેમિની ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્ ! આ મારી અગ્રમહિષી પદ્માવતી નામક દેવી (પટ્ટરાણી) જે મને ઇષ્ટ - યાવત્ – મનોભિરામ છે – યાવત્ – ઉદુમ્બર પુષ્પની સમાન જેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે, તો પછી જોવાની તો વાત જ શું કહેવી ? એવી તેણીને હું આપ દેવાનુપ્રિયને શિષ્યાભિક્ષાના રૂપમાં અર્પણ કરું છું. તેથી હે દેવાનુપ્રિય ! આપ તેને શિષ્યાભિક્ષાના રૂપમાં સ્વીકાર કરો.
લાગ્યા
૩૧૯
-
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો.
ત્યારપછી તે પદ્માવતી રાણી ઇશાન ખૂણામાં ગયા, ત્યાં જઈને તેણીએ સ્વયં જ પોતાના આભરણ અલંકારોને ઉતાર્યા, ઉતારીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોન્ચ કર્યો. લોચ કરીને જ્યાં અર્હત્ અરિષ્ટનેમિ બિરાજમાન હતા, ત્યાં આવી, આવીને અર્હત્ અરિષ્ટનેમિને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્ ! આ લોક દુઃખોથી આલિપ્ત છે યાવત્ – હે દેવાનુપ્રિય ! હું આપની પાસે ધર્મશ્રવણ કરવા ઇચ્છું છું. (પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.)
ત્યારપછી અર્હત્ અરિષ્ટનેમિએ સ્વયં પદ્માવતી રાણીને પ્રવ્રુજિત કર્યા. પ્રવ્રુજિત કરીને પોતાની જ મેળે યક્ષિણી આર્યાને શિખ્યારૂપે પ્રદાન કર્યા. ત્યારપછી તે યક્ષિણી આર્યાએ સ્વયં જ પદ્માવતીદેવીને પ્રવ્રુજિત કર્યા, સ્વયં જ મુંડિત કર્યા. સ્વયં જ શિક્ષા આપી, ધર્મકથન કર્યું કે, હે દેવાનુપ્રિયે ! આ પ્રમાણે ચાલવું જોઈએ – યાવત્ – સંયમમાં
યત્ન કરવો જોઈએ.
--
-
ત્યારે તે પદ્માવતીદેવી (આર્યા) તેમની આજ્ઞાનુસાર તે જ પ્રમાણે યત્ન કરવા
યાવત્ – સંયમમાં પ્રવૃત્તિ કરવા લાગ્યા. ત્યારપછી તે પદ્માવતી આર્યા થયા.